________________
૩૩૪
શ્રી આત્મપ્રબંધ આ શરીરના અવયવોની સંખ્યા આ પ્રમાણે છે તેમાં પ્રથમ મનુષ્ય શરીર માટે કહે છે- મનુષ્ય શરીરમાં પૃષ વંશની ગ્રંથિરૂપ અઢાર સંધિઓ છે- એટલે વાસામાં અઢાર સાંધાઓ છે. તેમાં બાર સાંધાઓમાંથી બાર પાંસળીઓ નીકળી બે પાસ-પડખાને વીંટાઈ વક્ષસ્થલના મધ્યભાગે રહેલા હાડને લાગી પલ્લાના આકારપણે પરિણમે છે, તથા તે પૃષ્ઠવંશના અવશેષ રહેલા છ સંધિથી છ પાંસલીઓ નકલી તે પડખાને વીંટાઈ હદયની બે બાજુ વક્ષપંજરથી નીચે શિથિલ અને કુખની ઉપર પરસ્પર નહીં મળેલી રહે છે તેને કટાહ કહે છે.
વલી શરીરમાં દરેક પાંચ પાંચ વામના બે આંતરડાં છે, તેમાં એક સ્કૂલ અને બીજું સૂક્ષ્મ છે. તેમાં જે સ્થલ છે, તેનાથી વડી નીતિ પરિણમે છે અને જે સૂમ છે તેનાથી લઘુનીતિ પરિણમે છે.
આ શરીરમાં બે પડખા છે. એક જમણ અને બીજો ડાબે. તેમાં જે જમણું પડખું છે, તે દુઃખકારી પરિણામવાળું છે અને જે ડાબું છે તે સુખકારી પરિણામ વાળું છે વલી આ શરીરમાં બીજી એક સાઠ પાંસલીએ છે. તે અંગુલી આદિ અસ્થિના ખંડના મેલાપના સ્થાનથી ઓળખાય છે.
બીજા એકસે સીતેર સંપાણિકાદિક મર્મસ્થાન છે. તેમાં પુરુષના શરીરે નાભિથી ઉત્પન્ન એવી સાત નસે છે. તેમાં એક સાઠ નસ ઉગામિની છે, તે નાભિથી આરંભીને મસ્તક સુધી જાય છે તેને રસહરણી કહે છે. તેના અનુપઘાતપણામાં કાન, ચક્ષુ, ઘાણ અને જિલ્લાનું બલ ઉલસે છે. અને જે ઉપઘાત થાય તો તે કાન વગેરેનું બલ ક્ષીણ થાય છે. તે સિવાય બીજી એ આઠ નો અધોગામિની છે. તે પગના તલીયા સુધી રહેલી છે, તેનો અનુપઘાત હાય તો અંધાના બલને આપનારી છે. અને તેનો ઉપઘાત થતાં મસ્તકની વેદના અને અધતા વગેરે પીડા ઉત્પન્ન કરે છે.
તેમ વલી એક સાઠ બીજી ગુદાવિષ્ટ નસે છે. તે નસેના બલથી પ્રાણીઓને વાયુ, મૂત્ર અને વિષ્ટા પ્રવર્તે છે. જે તેને વિઘાત થાય તે અશ પાંડુરોગ, મલ, મૂત્ર અને વાયુને નિરોધ થાય છે.
બીજી એકસો સાઠ નસ તીરછીગામિની છે. તે હસ્તતલને સ્પર્શેલી છે. તેનો ઉપઘાત ન થાય તે તે ભુજાને બળ આપનારી છે અને ઉપઘાત થવાથી પડખામાં કે કુખમાં વેદના ઉત્પન્ન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org