________________
३२०
શ્રી આત્મપ્રબોધ આ પ્રમાણે દઢરથકુમાર પોતાને સમય સુખે પસાર કરતો હતો. એક સમયે જે પેલા પાંચસે શિષ્ય હતા, તેઓમાંથી નિર્મલ જ્ઞાન, દર્શન અને ચારિત્રને પાલનાર જે શિષ્ય સુમંગલસૂરિના આચાર્યપદ ઉપર આવેલ, તે અને બીજા શિષ્યોએ અવધિજ્ઞાનથી જાણ્યું કે પોતાના ગુરુ સુમંગલાચાર્ય દૃઢરથકુમાર થઇ અવતર્યા છે. આથી પોતાના ગુરુના સ્વરૂપનું દર્શન કરવાની તેમને ઈચ્છા થઇ અનાર્યક્ષેત્રમાં કુમાર દઢરથરૂપે ગુરુનો અવતાર થયેલો જાણી તેમના મનમાં ખેદ ઉત્પન્ન થયા અને તેઓ પ્રમાદના આચરણને ધિકકારવા લાગ્યા. તેઓએ કહ્યું કે-પ્રમાદના થોડા પણ આચરણથી આ અમારે ગુરુના જીવની આ દશા થઈ છે. જેઓ સંસારમાં આ પ્રમાણે પ્રમાદનું સેવન કરશે, તેઓ અમારા ગુરુની જેમ બહુ પ્રકારે દુઃખના ભાજન બનશે.”
તેઓ આ પ્રમાણે ચિતવતા હતા, તેવામાં તેમના આચાર્ય પદ ઉપર આવેલા શિષ્યના મનમાં વિચાર ઉત્પન્ન થયો કે-“હવે કોઈપણ ઉપાય કરી ગુરુના જીવને અનાયક્ષેત્રમાંથી આયક્ષેત્રમાં લવાય તો વધારે સારું”. આવો વિચાર કરી તેમણે બીજા શિષ્યને તે વાત નિવેદન કરી. પછી કોઈ એક યોગ્ય શિષ્યને ગચ્છનો ભાર સંપી તે આચાર્ય અનાયદેશમાં શુદ્ધ આહારની દુલભતા માની તેવા દઢ સંઘયણથી મહાતપ તથા ચારિત્ર પાલવાની શક્તિવાળા કેટલાએક સાધુઓને સાથે લઈ ગામોગામ વિહાર કરી અનાયદેશમાં આવ્યા. ત્યાં આવતાં તેમણે આહારની ગવેષણ ન કરવાથી ભારે પરિશ્રમ પડ્યો હતે. ચાનક નામના અનાય દેશમાં આવેલા કુડાગાર નગરમાં તેઓ આવી પહોંચ્યા. તે નગરની સમીપે આવેલા એક ઉદ્યાનમાં તેઓ દાખલ થયા. ત્યાં શુદ્ધ ભૂમિને પડિલેહી અને ઈંદ્રાદિકને અવગ્રહ લઈ તેઓ રહ્યા હતા.
આ નગરના વાસીઓ કે જેઓએ સાધુના રૂપને કદિપણ જોયેલું નહીં, તેઓ આ સાધુઓને જોઈ આશ્ચર્ય પામી ગયા. તેઓએ તેમની સમીપે આવીને આ પ્રમાણે પૂછયું, “તમે કોણ છે?” સાધુઓએ કહ્યું “ અમે નટ છીએ.” ત્યારે તેઓએ કહ્યું, “જે તમે નટ હો તે રાજાની પાસે જાઓ, એટલે તમને યથેષ્ટ ધન પ્રાપ્ત થશે.”
સાધુઓએ કહ્યું “અમે કોઈની પાસે જતા નથી, જેઓ અમારી પાસે આવે તેમને અમારી કલા બતાવીએ છીએ.” લોકેએ પ્રશ્ન કર્યો, “જે તમે રાજાની પાસે નહીં જાઓ તે જન ક્યાંથી કરશે?” ત્યારે સાધુઓ બેલ્યા,
અમે ભેજન કરતા નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org