________________
તૃતીય પ્રકાશ
૩૨૩ રાજકુમાર બોલ્યો-“મહારાજ ! મારા ચરણ બંધાઈ ગયા છે. તેથી હું ચાલવાને સમર્થ નથી, તેથી આગળ જતાં મારો શી રીતે નિર્વાહ થશે? આચાયે જણાવ્યું–“ ભદ્ર! જ્યારે તમે હળવે હળવે આ દેશમાં આવશે એટલે આ સાધુઓ તમારી વૈયાવચ્ચ કરશે.” આ આચાયના આ વચન સાંભળી કુમારને હિંમત આવી. પછી તે પોતાના માતા-પિતા પાસે આવી આ પ્રમાણે બે -“હે માતા-પિતા ! જો આપ આજ્ઞા આપે તે હું આ મહાન કલાચા પાસે કલા શિખવાને જાઉં.' માતા–પિતા મહાતુર થઈને બોલ્યા-“વત્સ ! અમે તારે વિયોગ સહન કરવાને સમર્થ નથી. માટે એ નટોને અહીં જ રાખી કલાને અભ્યાસ કર.” રાજકુમાર બેલ્યો-“એ વાત સત્ય છે, એ લોકો પરદેશી છે, તેમ આપણે દ્રવ્યને લેનારા નથી, તો તેઓ અહીં શી રીતે રહે? તેથી બીજા સર્વ વિચાર છોડી દઈ મને તેમની સાથે જવા આજ્ઞા આપે જેથી હું તેમની સાથે સંગીતકલાને સંપૂર્ણ અભ્યાસ કરું”
રાજકુમારને આ અતિ આગ્રહ જાણું માતા-પિતાએ તેને આજ્ઞા આપી, તે સાથે તેને બેસવાને એક શિબિકા અને કેટલાક માણસ આપ્યા. રાજકુમાર ખુશી થઈ શિબિકામાં આરૂઢ થઈ તેમની સાથે ચાલ્યો. તેની પાછળ સાધુઓ ચાલવા લાગ્યા. અનુક્રમે તેઓ અનાયદેશનું ઉલ્લંધન કરી આર્યક્ષેત્રને પ્રાપ્ત થયાં એટલે કુમારે તે શિબિકાને પાછી મેકલી.
સાધુઓએ તે આદેશમાં આવી કેઈ નગરમાં ભિક્ષાને માટે જઈ શુદ્ધ આહાર લાવી પોતે કરેલા લાંબા તપનું પારણું કર્યું. તે વખતે રાજકુમારે કહ્યું, “ભગવન્! હવે મારે શું કરવું ?” આચાર્ય બેલ્યા“તમે વ્રત ગ્રહણ કરે.” સૂરિવરની આવી આજ્ઞાથી તે કુમારે ચારિત્રને ગ્રહણ કર્યું.
પછી તેના પૂર્વભવના શિષ્યો ખેદરહિત થઈ તેની વૈયાવચ્ચ કરવા લાગ્યા પછી અનુક્રમે તેમના પોતાના ગચ્છના બીજા સાધુઓ એકઠા થઈ આવ્યા અને તેઓ અત્યંત આનંદ પામી ગયા. તે કુમારમુનિ મહાતપસ્વી થયા. ચારિત્રગ્રહણથી માંડીને તેમણે યાવજીવ છકૃતપ કર્યું અને અપ્રમત્તપણે સંયમ પાવ્યું. અનુક્રમે આયુષ્યને ક્ષય થતાં સમાધિપૂર્વક કાલ કરી તેઓ નવમા રૈવેયકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચાવી મહાવિદેહક્ષેત્રને વિષે તેઓ સિદ્ધિપદને પ્રાપ્ત થશે. બીજા પણ સાધુઓ સંયમની આરાધના કરી અનુક્રમે ઉત્તમગતિને પ્રાપ્ત થયા હતા. એ પ્રકારે પ્રમાદ ઉપર સુમંગલમુનિનું દૃષ્ટાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org