________________
૨૭૪
શ્રી આત્મપ્રબંધ કાય ઉપરથી તે જણાય છે. વળી જે તેઓથી કાર્ય ન કરાતું હોય તે અમારાથી ન જાણી શકાય. એટલે કાર્યાદિક લિંગદ્વારે કરીને છદ્મસ્થ જીને અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન થાય છે. તેમ વલી ધર્માસ્તિકાયાદિકનું કાર્યાદિ અને પ્રતીતવાળું દેખાતું નથી તે વખતે તેના અભાવથી અમે નથી જાણતા.”
આ વખતે ધર્માસ્તિકાયાદિક સંબંધી અપરિજ્ઞાનને અંગીકાર કરતાં મંડુકને ઉપાલંભ આપતા તે અન્યતીર્થીઓ બોલ્યા–“હે મંડુક ! જે તું આ અર્થને જાણતો નથી તો તું શ્રાવક કેમ?”
આવા ઉપાલંભથી તે મંડુક શ્રાવક જેમણે અદશ્યમાનપણે ધર્માસ્તિકાયાદિકનો અસંભવ કહેલે છે, તેમને તે વિષય ખંડન કરવા આ પ્રમાણે બોલ્યા
હે આયુષ્યમંત! વાયુકાય વાય છે? ત્યારે તેમણે કહ્યું, “હા, વાય છે.” મંડુકે પૂછયું, “તમે તે વાયુકાયને વાતરૂપ દેખે છે ?” તેમણે ઉત્તર આપે, “એ પદાર્થ સમર્થ નથી, એટલે રૂપ દેખતા નથી.”
મંડુક-ગંધવાલા પુદગલો છે? અન્યતીથિઓ-હા, છે. મંડક–ત્યારે તમે ઘાણસહગત્ પુદગલના રૂપને દેખે છે ? અન્યતીર્થિઓ–નથી દેખતા. મંડુક-કાષ્ઠ સહચારી અગ્નિકાય છે? અન્યતીર્થિઓ-હા, છે. મંડુક-ત્યારે તમે અગ્નિકાયના રૂપને દેખે છે? અન્યતીથિઓ–ના, નથી દેખતા. મંડક-સમુદ્રનું રૂપ પારગત છે? અન્યતીથિઓ-હા, છે. મંડુક-તમે તેને દેખી શકો છો? અન્યતીથિઓ–નથી દેખતા. મંડુક–દેવલેક સંબંધી રૂ૫ છે? અન્યતીથિઓ-હા, છે. મંડુક-ત્યારે તે રૂપને તમે દેખ છે? અન્યતીથિં–નથી દેખતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org