________________
દ્વિતીય પ્રકાશ
२४७ પ્રભુની પાસે આવ્યો. ત્યાં પ્રભુને વંદન કરી યોગ્ય સ્થાને બેઠો. પ્રભુએ ધર્મદેશના આપી. પછી ભગવંતે તે સદાલને બોલાવી રાત્રે બનેલે સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે પછી આ પ્રમાણે પૂછ્યું, હે સદાલપુત્ર, આ વૃત્તાંત સત્ય છે કે કેમ?” તેણે કહ્યું, “હા એમ જ છે. પછી ભગવાને કહ્યું, “હે સદાલપુત્ર, તે દેવતાએ શાલાને આશ્રીને કહ્યું ન હતું.” પ્રભુનું આ વચન સાંભળી તે સદાલપુત્રે ચિતવ્યું કે, “પૂર્વે કહેલા ગુણેથી સંપન્ન એવા તો આ શ્રી મહાવીર સ્વામી છે માટે હું આ પ્રભુને વંદના કરી પીઠફલકાદિ વડે નિમંત્રણ કરું.” આ પ્રમાણે ચિંતવી તેણે વંદન કરી પ્રભુને કહ્યું, “હે ભગવાન, આ નગરની બહાર કુંભકારની પાંચ દુકાને છે, તેને વિષે તમે પીઠફલક શય્યા સંસ્મારકાદિ ગ્રહણ કરીને વિચરે.” આ પ્રમાણે ગોશાલાના એટલે આજીવિકા મતના શ્રાવકના વચન સાંભળીને તે સ્થળે પીઠફલકાદિક ગ્રહણ કરીને પ્રભુ રહ્યા હતા.
એક વખતે તે સદાલપુત્ર શાલામાંથી ઘડે (પાત્રોને બહાર લઈ જઈ તાપમાં મુક્યા ત્યારે પ્રભુએ પૂછયું, હે સદાલપુત્ર, આ ઘડે (ઠામ) કેમ ઉત્પન્ન થાય છે?” ત્યારે તેણે મૃત્તિકાથી આરંભી ઘડાની નિષ્પત્તિનું સ્વરૂપ પ્રભુની પાસે કહી સંભળાવ્યું. ત્યારે પ્રભુએ કહ્યું, “તે ઘડો ઉદ્યમાદિકવડે કરાય છે કે, અનુદ્યમાદિક વડે ?” ત્યારે સદાલપુત્ર બાલ્યો-“હે સ્વામી, તે અનુમાદિકવડે કરાય છે, ઉદ્યમાદિકવડે નહીં. તેથી ઉદ્યમાદિક નથી. માટે સર્વ ભાવ નિયત જ છે.” સ્વામીએ કહ્યું, “જે કોઈ પુરૂષ આ તારા ઘડાને અપહરે અથવા વિનાશ કરે અથવા તારી સ્ત્રીની સાથે ભેગ ભેગવતે વિચરે તો તે પુરૂષને તું શું દંડ આપે?” સદાલપુત્રે કહ્યું-“સ્વામી, હું તેને હણવાદિક કરૂં” આ પ્રમાણે સદ્દલપુત્રને પોતાના વચને પુરૂષાકાર અંગીકાર કરાવી પ્રભુ બેલ્યા––“જે નિચે કરી તારા ઘડાને હરે નહીં અથવા તેને નાશ કરે નહીં તે તેનું હણવાદિક તું ન કરે. વળી જે ઉદ્યમાદિક નથી અને સવ ભાવ નિયત છે, તેમ અપરાધી પુરૂષને તું હણવાદિક કરે છે, તો તેં જે કહ્યું કે ઉદ્યમાદિક નથી, એ વાત મિથ્યા થાય છે. પ્રભુના આ વચનો સાંભળી સાલપુત્ર પ્રતિબંધ પામ્યો. તત્કાલ તેણે પ્રભુને વંદના કરી અને તેમના મુખથી ધર્મ સાંભળી આનંદ પામી પ્રભુ પાસે બાર વ્રતો અંગીકાર કર્યા. તેની પાસે પૂર્વના શ્રાવક જેટલું દ્રવ્ય હતું. તે પછી પોતાને ઘેર આવ્યો અને તેણે પિતાની સ્ત્રીની આગલ તે સર્વ વૃત્તાંત જણવ્યો. અને તેને પણ વ્રત ગ્રહણ કરાવ્યા. ત્યારથી તે શ્રાવક થયો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org