________________
દ્વિતીય પ્રકાશ
२४८ પરંતુ જ્યારે તે સદાલપુત્રને કોઈ પ્રકારે પણ જિન પ્રવચન થકી ચલાવવાને શક્તિમાન ન થયા ત્યારે પોતે ખેદ પામ્યો થકો પલાસપુરનગરથ પાછો નીકળીને બીજે ઠેકાણે ચાલ્યો ગયો. સદાલપુત્ર સમ્યગ્ર પ્રકારે ધમને પાળતો થકે ચૌદ વર્ષ પ્રતિક્રમે થેકે આનંદાદિકની પેઠે પૈષધશાળામાં આવીને રહ્યી. ત્યાં ચુલની પિતાની જેમ તે શ્રાવકને ઉપસર્ગ થયા પણ આટલું વિશેષ કે ચોથી વાર અગ્નિમિત્રા ભાર્યાને હણવાના વચન દેવે કહ્યા. ત્યારે તે દેવને ગ્રહણ કરવાનું આરંભતે છતે દેવ આકાશમાં ઉડી ગયે. અને કોલાહલ ર્યા પછી અગ્નિમિત્રા ભાર્યા આવી તે વૃતાન્ત પૂર્વવત્ બન્યું. પછી સદાલપુત્ર એક માસની સંલેખના કરી કાલધર્મને પામી પહેલા દેવલેકે અરૂણાભ વિમાનમાં ઉત્પન્ન થયો તે પછી મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધિપદને પામશે એવી રીતે સદાલપુત્રને વૃત્તાંત છે.
આઠમા શ્રાવક મહાશતકનું વૃત્તાન્ત રાજગૃહી નગરીમાં મહાશતક નામે ગાથાપતિ રહેતું હતું. તેને રેવતિ પ્રમુખ તેર સ્ત્રીઓ હતી. તેની પાસે ચોવીશ સેનૈયા દ્રવ્ય હતું. નિધાન વ્યાપાર અને વ્યાજમાં - આઠ આઠ કોટી દ્રવ્ય રહેલું હતું. અને આઠ ગોકુળ હતા. તેની મુખ્ય સ્ત્રી રેવતિના પિતા તરફથી આઠ કરોડ સોનૈયા અને આઠ ગોકુલે મળ્યા હતા. બીજી વાર સ્ત્રીઓના પિતાના ઘર તરફથી બાર બાર કોટી સેનૈયા અને બાર બાર ગોકુલે આવ્યા હતા.
એક દિવસ તેણે પણ આનંદ શ્રાવકની પેઠે શ્રી વિરપ્રભુ પાસે બાર ગ્રહણ કર્યા. વિશેષમાં એટલું કે તેણે પોતાની નિશ્રામાં ચોવીશ કેટી સેનૈયા અને આ ગેલો રાખી બાકીના રેવતિ પ્રમુખ તેર સ્ત્રીઓના દ્રવ્યનો ત્યાગ કર્યો. તેમજ રેવતી પ્રમુખ સ્ત્રીઓ સિવાય બીજી સ્ત્રી સાથે વિષય ભાગ કરવાનો પણ ત્યાગ કર્યો હતો. તેથી તે મહાશતક શ્રાવક સુખે કરી શ્રાવક ધમને પાળતે વિચરતો હતો. એક વખતે રેવતિના મનમાં એવો વિક૯૫ ઉત્પન્ન થયો કે મારી બાર શક્યોના વ્યાઘાતથી હું મારા પતિ સાથે એકલી બેગ ભેગવવાને શક્તિમાન થતી નથી. માટે કોઈ ઉપાયથી તે શક્યો ને મારી નાખું તો હું મારા ભર્તારની સાથે એકલી બેગ ભાગવું અને તેમ વળી તે સ્ત્રીના દ્રવ્યની પણ હું એકલી જ સ્વામીનિ થાઉં. આ વિચાર કરી તે પાપિણી રેવતિએ કઈ છલ કરી પોતાની છ શેક્યોને શસ્ત્રથી અને છ શેક્યને વિષ પ્રયોગથી મારી નાખી અને તેમના દ્રવ્યની પોતે જ સ્વામીનિ થઇ આ પ્રમાણે ૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org