________________
દ્વિતીય પ્રકાશ
૨૦૫
" कम्माउ जइ कम्मं विणानतीरेइ निव्वहेउतो ।
पनरसकम्मादाणे चयइअणपि खरकम्मं" ॥१॥ કમને આશ્રી ઉત્સગ માગે કરીને શ્રાવકે કોઈપણ સાવધ કર્મ કરવું નહીં. અને નિરારંભ કરીને જ રહેવું. પણ જે કમ વિના નિર્વાહ ન થાય તે પણ પંદર કર્માદાન અવશ્ય ત્યજી દેવા.” (૧)
પંદર કર્માદાન (૧) અંગારકર્મ, (૨) વનકમ, (૩) શકટકર્મ, () ભાટકકમ અને (૫) સ્ફટકકર્મ, એ પાંચ કર્મ. (૧) દાંત, (૨) લાખ, (૩) રસ, (૪) કેશ અને (૫) વિષ, એ પાંચ વાણિજ્ય, (૧) યંત્ર પીલન, (૨) નિર્લા છન (૩) દવદાન, (૪) સરકશેષણ અને (૫) અસતી પોષણ, એ પાંચ સામાન્ય એ પંદર કર્માદાન કહેવાય છે.
(૧) આજીવિકા માટે અંગારા પાડવા, ભાડભું શું કરવું, કુંભાર લેહકાર અને સુવર્ણકારનું કામ તથા ઈટ પકાવવા પ્રમુખને આરંભ કર તે અંગારકમ કહેવાય છે.
(૨) વૃક્ષાદિકના પત્ર, પુષ્પ વગેરેનું છેદન, ભેદન અને વેચવા પ્રમુખના આરંભ વડે જીવવું તે વનકર્મ કહેવાય છે.
(૩) ગાડા અને તેના અંગે ઘડાવી રાખવા–વેચવા તથા ગાડીથી આજીવિકા કરવી, તે શકટકમ કહેવાય છે.
(૪) પોતાના ગાડા, બળદ તથા ઘેડા વડે બીજાને ભાર વહે, અને ભાડું લઈ ગાડા પ્રમુખ બીજાને આપવા–તે વડે આજીવિકા કરવી, તે ભાટકકમ કહેવાય છે.
(૫) કેદાળી, પાવડો, હળ વગેરેથી ભૂમિનું વિદારણ કરવું, તથા પથ્થર ઘડવા-ઈત્યાદિ વડે જે આજીવિકા કરવી તે સ્ફટકકર્મ કહેવાય છે, તેમજ યવ પ્રમુખ ધાન્યને સાથ વગેરે કરી વેચવું, તે પણ ફેટકકમ કહેવાય છે. તેને માટે કહ્યું છે કે,
" जव चणया गोहुम-मुग्ग मास करडिप्पभइय धन्नाणं । सत्तुय दालि कणिका, तंदुल करगाइ फोडयणं ॥१॥ अहवा फोडि कम्मं, सीरेणं भूमिफोडणे जंतू । उडत्तयणं च तहा, तहाय सिल कुट्टयं तं चेति" ॥२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org