________________
દ્વિતીય પ્રકાશ
૨૩૩
“ધના તે સપુરિસા, ને મામુદ્રી મુદ્રાકુ !
સુદાણા , દ્વિતિ સયા સિદ્ધિા” ? . “જે મનની શુદ્ધિવડે સિદ્ધિ ગતિના હેતુરૂપ એવું શુદ્ધ અશનાદિ દાન શુદ્ધપાત્રને સદા આપે છે, તે પુરુષોને ધન્ય છે.
સર્વ ધર્મને વિષે દાનની ગૌણુતાને કહેનારાઓના મતનું નિરાકરણ કરવાને આગમને અનુસરે તેનું પ્રાધાન્ય બતાવે છે.”
"सर्वतीर्थकरैः पूर्व, दानं दत्वादृतं व्रतम् ।
તેને સર્વ ધર્મા, માધ મુઘતો '' છે ?.. “સવ તીર્થકરોએ પૂર્વે દાન આપીને જ વ્રતનો આદર કરેલો છે, તેથી એ દાન સર્વ ધર્મોમાં પ્રધાનપણે મુખ્ય કહેવાય છે.” ૧
તીર્થકરોને દાનવિધિ. પ્રથમ શક ઇંદ્રની આજ્ઞાથી ધનદ નામે લોકપાલ આઠ ક્ષણમાં નીપજાવેલા, સેળ માસા પ્રમાણવાલા, જિનેશ્વરનાપિતાના નામથી અંકિત અને સાંવત્સરિક દાનને ચગ્ય એવા સેનૈયાવડે જિનેશ્વરના ભંડારે પૂરે છે. તે વખતે જિનેશ્વર ભગવાન દાનની પ્રવૃત્તિને અથે સૂર્યોદય પછી છ ઘડીએ જે પ્રહર આવે છે, એટલે છ ઘડી પછી પરિપૂર્ણ પ્રહર સુધી પ્રતિદિન એક કોટી અને આઠ લાખ સેનૈયા આપે છે. આવશ્યકજીને વિષે કહ્યું છે કે, એક સંવત્સરમાં જિનેશ્વર ભગવાન ત્રણ અઠ્યાસી કેટી અને એશી લાખ સોનૈયાનું દાન આપે છે.
તે દાન સમયે ઉત્પન્ન થતા છ અતિશય : નિંદ્ર ભગવાન જ્યારે સુવર્ણની મુષ્ટિ ભરીને દાન આપે છે. ત્યારે સૌધર્મેન્દ્ર તે ભગવાનના જમણા હાથમાં મહા શક્તિ સ્થાપન કરે છે; કે જેથી તેમના હાથને જરા પણ ખેદ ઉત્પન્ન ન થાય. અનંત વીર્યવાળા ભગવાનના હાથમાં ઈંદ્ર શક્તિનું સ્થાપન કરે એ અયુક્ત છે, એવી શંકા અહીં કરવી નહીં કારણ કે ભગવાન અનંત બળવાળા છતાં પણ ઇંદ્રને તે ન કરવામાં પોતાની ચિરકાળની સ્થિતિ અને ભક્તિના ભંગને પ્રસંગ આવે, તેથી તે અનાદિ સ્થિતિ પાળવાને માટે અને પોતાની ભક્તિ દેખાડવાને માટે ઈંદ્રનું તે કરવું યુક્ત જ છે, તે વિષે વિશેષ વિસ્તાર કરવાથી સયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org