________________
૨૪૩
દ્વિતીય પ્રકાશ કામદેવ વિશેષ આનંદ પામતે પ્રભુને વંદના કરી પિતાને સ્થાને આવ્યો. તે પછી તેણે આનંદ શ્રાવકની પેઠે શ્રાવકની અગીઆર પડિમાને અનુક્રમે સમ્યક વિધિથી આરાધી. અને વીશ વર્ષ પર્યત શ્રાવક પર્યાય પાલી એક માસની સંલેખના વડે કાલ કરી તે કામદેવ શ્રાવક સૌધર્મદેવને અરુણાભ નામના વિમાનમાં દેવ પણે ઉત્પન્ન થયું. ત્યાંથી યવી તે મહાવિદેહ ક્ષેત્રને વિષે સિદ્ધિપદને પામશે. એ રીતે કામદેવ શ્રાવકનો વૃત્તાંત છે.
ત્રીજા શ્રાવક યુદ્ધની પિતાનો વૃત્તાંત. વારાણસીનગરીમાં યુદ્ધની પિતા નામે એક ગાથાપતિ-ગૃહસ્થ રહેતો હતું. તેને સમા નામે સ્ત્રી હતી. તે ચોવીશ કોટી દ્રવ્યનો સ્વામી હતો તે દ્રવ્ય આઠ કેટી નિધાનમાં, આડ કોટી વ્યાજમાં અને આઠ કોટી વ્યાપારમાં એમ ત્રણ ભાગે વહેચાએલું હતું. પ્રત્યેક દશ દશ હજાર ગાયવાલા આઠ ગોકુલ તેની સત્તામાં હતા, તેણે એક વખતે આનંદ અને કામદેવની જેમ શ્રી વીર પ્રભુ પાસે બાર વ્રત ગ્રહણ કર્યા. અવસર આવતાં પિતાના જ્યેષ્ઠ પુત્રને કુટુંબ ઉપર સ્થાપી પતે પૌષધશાલામાં જઈને પૌષધ લઈને રહ્યો. ત્યાં અધ રાત્રે કઈ દેવે હાથમાં તીહણ ખગ લઈ તે યુદ્ધનીપિતા શ્રાવકને આ પ્રમાણે કહ્યું, “અરે યુદ્ધની પિતા, તું આ ધર્મને ત્યાગ કર. જો નહીં કરે તો તારા યેષ્ઠ પુત્ર વગેરેને આ ખડગથી હણીશ. તેણે આ પ્રમાણે કહ્યું, તે છતાં પણ તે યુદ્ધની પિતા જરા પણ ક્ષેભ પાપે નહીં, ત્યારે અતિ ક્રોધાયમાન થયેલો તે દેવ તેના જ્યેષ્ઠ, મધ્યમ અને કનિષ્ઠ–ત્રણ પુત્રોને ત્યાં લાવ્યો. તે ત્રણેને તેની સમક્ષ ખથી હણી નાંખ્યા. અને પછી તેમને એક તપેલી કડાહની અંદર નાંખી તેના માંસ અને રુધિરથી તે યુદ્ધની પિતાના શરીર ઉપર સિંચન કર્યું. તથાપિ તે ક્ષેભ પાપે નહીં. પછી તે દેવતાએ તેને ચારવાર આ પ્રમાણે કહ્યું, “અરે યુદ્ધની પિતા, જે તું મારૂં વચન નહિ માને તે હમણાંજ તારી માતા ભદ્રા સાર્થવાહીને અહિં લાવી તારી સન્મુખ હણી તપેલી–કડાહમાં નાંખીશ અને તેણીનાં માંસ તથા રુધિરથી તારા શરીરનું સિંચન કરીશ. જેણના દુઃખથી પીડિત એ તું અકાલે મૃત્યુને પામીશ. આ પ્રમાણે કહેવા છતાં પણ જ્યારે તે યુદ્ધની પિતા ક્ષેભ પાપે નહીં. એટલે તેણે ફરીવાર કહ્યું. તે પછી તે શ્રાવકના મનમાં આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયા–“અહો ! આ કઈ અનાર્ય પુરુષ લાગે છે, તે અનાર્ય બુદ્ધિથી ન આચરવા યોગ્ય એવા પાપકમને આચરે છે જેથી તેણે મારા ત્રણ પુત્રોને મારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org