________________
२४२
શ્રી આત્મપ્રબોધ ભેદી નાંખીશ.” તેના આવા વચનોથી પણ કામદેવ ચલિત થયે નહીં, ત્યારે તેણે અતિ ક્રોધાયમાન થઈને તે જ ઉપસર્ગ કર્યો. પરંતુ કામદેવે અક્ષુબ્ધ થઈ તેની તીવ્ર વેદનાને ધયથી સહન કરી. તેણે જૈન ધર્મને પોતાના ચિત્તથી ક્ષણવાર પણ દૂર કર્યો નહીં. આ પ્રમાણે તે દેવ સપરૂપે પણ કામદેવને ધમથી ચલાયમાન કરવાને અસમર્થ થયો, એટલે તે પાછો હળવે હળવે ઓસરીને તે પૌષધશાળાથી બહાર નીકળ્યો અને તેણે સપના રૂપનો ત્યાગ કર્યો. પછી તેણે અતિ મનોહર, શીતળ–-સૌમ્ય આકૃતિવાળું દેદીપ્યમાન દેવનું સ્વરૂપ વિકવ્યું. પછી તે પૌષધશાળામાં આકાશ મા રહી કામદેવ પ્રતિ આ પ્રમાણે બોલ્યો–“હે કામદેવ, તમને ધન્ય છે, તમે જ પુણ્ય કર્યું છે અને જૈન ધર્મને અંગીકાર કરી પિતાના જન્મને સફલ કર્યો છે. હમણાં એક વખતે સુધર્મા ઇંદ્ર પોતાની સભામાં તમારી પ્રશંસા કરતા હતા કે, કામદેવ નામે શ્રાવક દેવ દાનવથી પણ અભ્ય છે.” આ સાંભળી મેં ઇંદ્રના વચનને માન્યું નહીં. હું તત્કાલ અહિં આવ્યો. મેં તમારી પરીક્ષા કરી, તેમાં સુધર્મા ઇંદ્ર જેવી વર્ણવી હતી, તેવી તમારી શક્તિ મારા જોવામાં આવી. હવે હું તમને ખમાવું છું. મારો કરેલો અપરાધ તમારે ક્ષમા કરો. હું હવે આજથી તેવું કાર્ય નહીં કરું. આ પ્રમાણે કહી તે દેવ કામદેવના ચરણમાં નમી અંજલિ જેવી વારંવાર પિતાનો અપરાધ ખમાવી પિતાને સ્થાને ચાલ્યો ગયો.
તે દેવ ગયા પછી કામદેવે ઉપસર્ગનો અભાવ જાણી કાર્યોત્સર્ગને પાર્યો. આ સમયે શ્રી વીર પરમાત્મા ત્યાં આવીને સમોસર્યા. તે વાર્તા સાંભળી કામદેવે પોતાના મનમાં ચિતવ્યું કે, “હું શ્રી વીરપ્રભુને વંદન કરી પછી પૈષધ પારું તો વધારે સારું.” આવું ચિતવી તે ઘણા લેકાથી પરિવૃત થઈ શ્રી વીરપ્રભુની પાસે આવ્યા. ત્યાં પ્રભુને વંદના કરી યોગ્ય સ્થાને બેઠો. તે પછી શ્રી વીરપ્રભુએ તે કામદેવને ઉદ્દેશીને તેને રાત્રે વીતેલા ઉપસર્ગોને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. પછી વિશેષમાં જણાવ્યું કે, “હે કામદેવ, આ હકીકત સત્ય છે ?" ત્યારે કામદેવે કહ્યું “હે સ્વામી, એમજ છે. તે સમયે ભગવાને ઘણા નિર્ચાને અને સાધવીઓને બોલાવી આ પ્રમાણે કહ્યું-“હે આર્યો, આ કામદેવ તો ગૃહસ્થ શ્રાવક છે તે ગૃહાવાસમાં રહીને જ્યારે આ પ્રમાણે દેવ તથા મનુષ્યના કરેલા ઉપસર્ગોને સમ્યક્ પ્રકારે સહન કરે છે, તે દ્વાદશાંગીને ભણેલા એવા તમારે તેવા ઉપસર્ગો સહન કરવાને વિશેષ સમથ થવું જોઈએ.', પ્રભુના આ વચનેને તે સાધુઓએ અને સાદવીઓએ અતિ વિનયથી અંગીકાર કર્યા. આથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org