________________
૨૪૪
શ્રી આત્મપ્રબોધ નાંખ્યા અને હવે માતાને મારવા તે તત્પર થયા છે. તો હવે હું આ દુષ્ટ પુરુષને ગ્રહણ કરું તે ઠીક આવું વિચારી તે શ્રાવક શીઘ્રતાથી જોવામાં તેને ગ્રહણ કરવા હાથે પ્રસારે છે, તેવામાં તે દેવ ઊડીને આકાશમાં ચાલ્યો ગયો. અને યુદ્ધનીપિતાના હાથમાં એક સ્તંભ આવ્યું. પછી તે શ્રાવકે મોટા શબ્દોથી કોલાહલ કર્યો, તેવામાં તેની માતા ભદ્રાસાર્થવાહી પોતાના પુત્રનો શબ્દ સાંભળીને તેની પાસે આવી અને તેણુએ કોલાહલ કરવાનું કારણ પૂછયું. યુદ્ધનીપિતાએ પોતે જે અનુભવેલો હતો તે સર્વ વૃત્તાંત માતાને કહી સંભળાવ્યો. માતા તે વૃત્તાંત સાંભળી આ પ્રમાણે બેલી “વત્સ, કોઈ એ પુરુષ નથી, અને તેણે તારા પુત્રીને હણ્યા નથી, આ કોઈ પુરુષ તને ઉપસર્ગો કરે છે, માટે તું હમણાં ભગ્ન ત્રત થયો છું-તારા પાષધ વ્રતનો ભંગ થઈ ગયા છે. માટે તું એ
સ્થાનકની આલોચના વગેરે કર.” માતાના આ વચનો સાંભળી તે ચુદ્ધની પિતાએ તેણુના વચનનો અંગીકાર કરી તે સ્થાનકની આલોચનાદિ ગ્રહણ કર્યા. તે પછી તે આનંદ શ્રાવકની જેમ અનુક્રમે શ્રાવકની અગીઆર પડિમાને આરાધી છેવટે સમાધિવડે કાલ કરી પહેલા દેવલેકે અરુણાભ વિમાનમાં ચાર પલ્યોપમના આયુષે ઉત્પન્ન થયો. ત્યાંથી ચવીને તે મહાવિદેહ ક્ષેત્રને વિષે સિદ્ધિપદને પ્રાપ્ત થશે એવી રીતે યુદ્ધની પિતાની કથા છે.
શ્રાવક સુરાદેવનો વૃત્તાંત. વારાણસીનગરીમાં સુરાદેવ નામે એક ગૃહસ્થ શ્રાવક રહેતો હતો. તેને ધન્યા નામે એક સ્ત્રી હતી. તેને કામદેવના જેવી દ્રવ્યની સંપત્તિ અને કલો હતા. તેણે પણ કામદેવ શ્રાવકની જેમ વત ગ્રહણ કર્યું હતું, અને તેમાં ઉપસર્ગો પણ થયા હતા. તે સરાદેવને ત્રણ પુત્રો હતા. પૂર્વની જેમ કાઈ મિથ્યાત્વી દેવે તેના ત્રણ પુત્રો હણવાનો ઉપસિગ કરે તે પણ તે સુરાદેવ મનનાં જરા પણ ક્ષેભ પામ્યો ન હતું. તેને વ્રતમાં દઢતાવાલે જોઈ તે દેવતાએ કહ્યું, “અરે સુરાદેવ, જો તું આ જૈનધર્મનો ત્યાગ નહીં કરે તો તને સોળ જાતના મહા રેગ ઉત્પન્ન કરી અકાળે તારા પ્રાણને નાશ કરીશ. તે ઉપરથી તેણે કોલાહલ કરતાં તેની ધન્યાસ્ત્રી આવી અને તેણીએ તેનું સમાધાન કર્યું. તે પછી પૂર્વવત્ વૃત્તાંત બન્યો હતો. મરણ પામી તે શ્રાવક સૌધર્મ દેવેલેકે અરૂણાભ વિમાનમાં દેવ રૂપે ઉત્પન્ન થયે હતો. ત્યાંથી ચ્યવીને તે મહાવિદેહ ક્ષેત્રને વિષે સિદ્ધિપદને પામશે. એવી રીતે સુરદેવનો વૃત્તાંત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org