________________
૨૦૭
દ્વિતીય પ્રકાશ
આ પંદર નિબિડ કર્મબંધના હેતુ હોવાથી આગમ ભાષાએ તે પંદરકર્માદાન કહેવાય છે. અહીં એટલા માત્ર પંદર જ ત્યજવાનું નથી પરંતુ બીજા પણ ખર–કઠણ કર્મ, કર અધ્યવસાયથી સાધ્ય કર્મ જેવાં કે કોટવાળપણું તથા બંદીખાનાનું રક્ષકપણું, ઈત્યાદિકનો પણ ત્યાગ કરો. કદિ અલ્પ સાવદ્ય કમથી નિર્વાહ કરવો પડે તો તે યુક્ત છે. તેને માટે કહ્યું છે કે,
" इयरंपिहु सावज्ज, पढम कम्मं न त समारभइ ।
जंदळूण पयट्टइ, आरंभे अविरओ लोओ" ॥१॥ શ્રાવક નહીં નિષેધ કરેલ સાવદ્ય કમ કે જે ઘરને આરંભ, ગ્રામાંતર ગમન, શકટ, ખેડવાદિક છે તેને બીજાથી પહેલે આરંભ પોતે કરે નહીં, તે શા માટે ? તે કહે છે કે, “જેને તેવું કામ કરતો દેખીને અયતનાવંત લોકે તે કાર્ય કરવામાં પ્રવર્તે છે તેથી બીજાના આરંભને તે હેતુ બને છે માટે પ્રથમ આરંભ ન કરે.
આ પ્રમાણે કમથી ભેગેપભગ ત્રત સમજવું.
અહીં શિષ્ય પ્રશ્ન એ કરે છે કે, “પૂર્વે ભેગપભેગ શબ્દવાચી તે સ્ત્રી વગેરે કહ્યા હતા, તેથી એ વ્રતમાં તેનું જ પ્રમાણે કરવું જોઈએ. તો પછી કમથી એ ત્રત હોઈ શકે નહીં અને કમ શબ્દને ક્રિયાવાચીપણું હોવાથી ક્રિયાને ભેગે પગપણાને સંભવ નથી.”
તેના ઉત્તરમાં ગુરુ કહે છે, “એ વાત સત્ય છે, પણ જે ભેગો પગ તે વેપારાદિક કર્મનું કારણભૂત છે, તેથી કારણને વિષે કાયનો ઉપચાર કરવાથી કમને પણ ગોપભેગણું કહ્યું છે. તે વિષે અહીં વધારે ચર્ચા કરવાની જરૂર નથી. તે વ્રતની ભાવના કહે છે
" सव्वेसिं साहणं, नमामि जेहि अहियंति नाऊणं ।
तिविहेण कामभोगा, चत्ता एवं विचिंतिजा" ॥१॥
જે મુનિઓ કામભેગને અહિત જાણીને મન, વચન અને કાયા, એ ત્રિવિધ વડે તેનાથી વિરમ્યા છે, તે સર્વ મુનિઓને હું નમું છું.” ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org