________________
પ્રથમ પ્રકાશ
૧૩
जो ढोयइ जलभरियं कलसं भत्तिइवीयरागाणं ।।
સો વાવરૂ પરમાર્થ સુપર્શ ભાવમુદ્રાણ” || રૂદ્દ || પુરુષ જિનની ગંધપૂજા કરવાથી સુગંધી અને સુવર્ણવણ રૂપવાળી શરીરને પામે છે. તથા સૌભાગ્ય, સુખ અને અનુક્રમે મેક્ષસુખને પ્રાપ્ત કરે છે.” (૩૧)
સુગંધી ધુપ વડે જિનપૂજા કરવાથી પુરુષ સુગંધી થાય છે, દીપપૂજા કરવાથી દીપ્તિવાળે-તેજસ્વી અને અક્ષત પૂજાથી અક્ષય સુખવાળો થાય છે. (૩૨)
જે પુરૂષ ત્રણે કાળ ઉત્તમ પ્રકારના પુષ્પથી જિનપૂજા કરે છે, તે દેવતાના સુખ પામી અનુક્રમે સદા સુખવાળા મેક્ષને પ્રાપ્ત કરે છે. (૩૩).
દીવાળીના પર્વને વિષે શ્રી વર્ધમાન પ્રભુની પાસે દીપક પ્રકટી ઉત્તમ ફળને મુકે, તે પુરૂષનું આખું વર્ષ સફળ થાય છે. (૩૪)
જે પુરુષ ઘણું ભક્તિવાળે થઈ શ્રી જિનચંદ્રને નૈવેદ્ય ધરે છે, તે પુરુષ દેવ, અસુર અને મનુષ્યોના સ્વામીના ભોગને ભોગવે છે. (૩૫)
જે પુરૂપ ભક્તિથી શ્રી વીતરાગ પ્રભુને જળનો ભરેલ કળશ ઢોળે, તે પુરુષ ભાવ શુદ્ધિ વડે શ્રેષ્ટ થઈ ઉત્તમ એવા મોક્ષપદને પામે છે. (૩૬)
ઉપર પ્રમાણે વિવિધ પ્રકારે કહેલી જિનપૂજા ભવ્ય પુરુષોએ મન, વચન અને કાયાથી શુદ્ધિપૂર્વક કરવી. જે જિનભક્તિ શુદ્ધ ભાવથી કરી હોય, તે થોડી હોય તે પણ મેટા ફળને આપનારી થાય છે તે વિષે કહ્યું છે કે
" यास्या म्यायतनं जिनस्य लभते ध्यायंश्चतुर्थ फलं । षष्ठं चोत्थित ऊद्यतोऽष्टममयो गंतुं प्रवृत्तोऽध्वनि ॥ श्रद्धालुर्दशमं बहिर्जिनगृहा प्राप्तस्ततो द्वादशं ।
मध्ये पाक्षिकमीक्षिते जिनपतौ मासोपवास फलम् " ॥ १ ॥
હું જિનમંદિરમાં જઈશ એવું ચિતવવાથી પુરૂષને એક ઉપવાસનું ફળ મળે છે. અને ત્યાં જવાને ઉઠે ત્યારે છઠ તપનું ફળ મળે છે. જ્યારે તે પ્રત્યે માર્ગે ચાલવા માંડે ત્યારે અષ્ટમનું ફળ મળે છે. જિનગૃહની બહાર નજીક આવે ત્યારે ચાર ઉપવાસનું ફળ મળે છે. ચૈત્યમાં આવે ત્યારે પાંચ ઉપવાસનું ફળ મળે છે, ચૈત્યની મધ્યે આવે ત્યારે પંદર ઉપવાસનું ફળ મળે છે. અને જિનેશ્વરના દર્શન કરે ત્યારે માપવાસનું ફળ મળે છે.” (૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org