________________
૧૦૨
શ્રી આત્મ પ્રબોધ ડબો ભૂલી જવાથી લેવા પાછી ગઈ તે સમયે સુલસાના બત્રીસ પુત્રીએ રાજા શ્રેણિકને જણાવ્યું કે ! “સ્વામી ! આપણે આ શત્રુના ઘરમાં ઘણીવાર રહેવું યોગ્ય નથી.” રાજાને આ વાત રુચિકર લાગી. તત્કાળ તે ચેક્ષણાને લઈ ત્યાંથી આગળ ચાલ્યો ગયી. પાછળથી સુજ્યેષ્ઠા રત્નાભરણનો ડબ્બો લઈ આવી. તેણે શ્રેણિકને રથ જોયો નહીં. પોતાનો મનોરથ અપૂર્ણ રહ્યું. તેને મનમાં લાગી આવ્યું. ઉપરાંત પોતાની બેન ચેલણાનો વિયોગ તે સહન કરી શકી નહીં, આથી તેણીએ પોકાર કર્યો– “હા, હા, કોઇ ચેલૈંણાને હરી જાય છે. “આ પકાર રાજાના સાંભળવામાં આવતાં ચેડો રાજા તત્કાળ ક્રોધ પામી તૈયાર થઈ ગયો. તે વખતે રાજાની પાસે રહેલ વૈરાંગિક નામને સુભટ ચેલણાને પાછી વાળવા દોડી ગયે. તે વેગથી દોડતાં શ્રેણિકના રથની નજીક આવી પહોંચ્યો. તેણે જોરથી એક એવું બાણ માર્યું કે જેથી સુલસાના બત્રીસ પુત્રો એકી સાથે હણાઈ ગયા. સાંકડી સુરંગમાંથી બત્રીસ ર ખેંચવા માંડ્યા. તેવામાં શ્રેણિક રાજા પિતાનો રથ વેગથી આગળ ચલાવી ગયો.
વૈગિક સુભટ પિતાને મનોરથ સિદ્ધ ન થવાથી નિરાશ થયે સખેદે સર્વ વૃત્તાંત ચેડા રાજાને જણાવ્યું.
રાજા શ્રેણિક સુષ્ઠાને બદલે ચેલણને લઈ પિતાની રાજધાની રાજગૃહી નગરીમાં આવી પહોંચ્યા. ત્યાં તે ગાંધર્વ વિવાહની વિધિથી ચેલણાને પર. રાજાના મુખથી નાગસારથિ અને સુલતા પિતાના બત્રીસ પુત્રોના મરણનો વૃત્તાંત સાંભળી અતિ શેકાતુર થઈ ગયા. અને ભારે વિલાપ કરવા લાગ્યા. બંને દંપતી શેકના મહાસાગરમાં મગ્ન થયેલા જાણી રાજા શ્રેણીક અને અભયકુમારે તેમને આ પ્રમાણે પ્રતિબોધ આપ્યો-“ભદ્ર ! તમે આહતધર્મના શાતા અને વિવેકી છે. આ સંસારમાં જે કંઈ સાક્ષાત ભાવ દેખાય છે તે સર્વ વિનાશી છે. મરણ પામવું, એ સર્વોને સાધારણ છે, માટે શેકનો ત્યાગ કરી ધર્મના સાધનરૂપ ધૈર્યનું અવલંબન કરવું.” આ પ્રમાણે પ્રતિબંધ આપી રાજા શ્રેણિક અભયકુમાર મંત્રી સાથે મહેલમાં ગયો. બંને દંપતિ પૂર્વના કર્મના વિપાકને પ્રમાણ કરી શેકરહિત થયા અને આતધર્મના આરાધનમાં વિશેષ ઉજમાલ થયા.
એક વખતે શ્રી વિરપ્રભુ ચંપાનગરીના ઉદ્યાનમાં સમોસર્યા. સવ પર્ષદા વંદના કરવાને આવી. ભગવતે ધર્મની દેશના આપી. આ વખતે દંડ, છત્ર, અને “ભગવા વસ્ત્ર ધારણ કરનાર અંબડ નામનો એક પરિવ્રાજક કે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org