________________
૧૧૮
શ્રી આત્મ પ્રબોધ દ્રવ્યથી એક સોનાને પુરૂષ બનાવ્યો. પછી તે પુરૂષને એક ગામમાં બેસાડી તેની કોટિ દ્રવ્યની પત્રિકા મૂકી નગરમાં એવી ઉદ્દઘોષણા કરાવી કે, “જે કઈ માતાપિતા પોતાને હાથે પુત્રનું ગળું મરડી મારી દેવતાને બલિદાન આપે તેને આ સુવણનો પુરૂષ અને કોટિ દ્રવ્ય આપવામાં આવશે.” આવી જાહેર ઘોષણા નગરમાં ચારે તરફ પ્રવર્તાવી. તે નગરમાં વરદત્ત નામે એક દરિદ્રી બ્રાહ્મણ રહેતો હતા. તેને રુદ્રમાં નામે એક સ્ત્રી હતી. તે ઘણી જ લોભી અને નિર્દય હતી. તે દંપત્તિને સાત પુત્રો હતા. જ્યારે આ ઘાષણ સાંભળવામાં આવી ત્યારે તે દરિદ્રી વરદત્ત આવી પોતાની સ્ત્રી સમાને બધી વાત કહીને પૂછયું. “પ્રિયે આપણે સાત પુત્રી છે. તેમાં ઈદ્રદત્ત નામે સૌથી નાના પુત્ર છે, જે આપણે તેને બલિદાનમાં આપીએ તો આપણને આ દ્રવ્યની પ્રાપ્તિ થાય અને આપણું દારિદ્ર દૂર થઈ જાય. જેની પાસે દ્રવ્ય હોય છે, તે સર્વ સદગુણ ગણાય છે તેને માટે લખ્યું છે કે,
" यस्यास्ति वित्तं स नरः कुलीनः स पंडितः स श्रुतिमान् गुणज्ञः । स एव वक्ता सच दर्शनीयः
સર્વે ગુII: wવનમાથતે છે ? ” જેની પાસે દ્રવ્ય છે, તે પુરૂષ કુલવાનું, પંડિત, વિદ્વાન, ગુણ, વક્તા અને દર્શનીય ગણાય છે, તેથી સર્વે ગુણે દ્રવ્યને આશ્રીને રહેલ છે.(૧)” તેમ વળી કહ્યું છે કે,
“પૂતે વપૂડ્યોગ, યોf mતે
वंद्यते यदवंद्योऽपि, तत्प्रभावो धनस्य च ।। १ ।।"
જે અપૂજ્ય છતાં પૂજાય છે, અગમ્ય છતાં ગમ્ય થાય છે અને અવંદનય છતાં વંદનીય છે, તે દ્રવ્યને પ્રભાવ છે.-(૧)"
હે સ્ત્રી, તેથી જે આપણા ઘરમાં દ્રવ્ય આવશે તે આપણે સર્વોપરિ થઈશું અને પુત્રને વેચવાથી થયેલા પાપને બહુ બ્રહ્મભોજન વગેરે કરીને દૂર કરીશું. આ કામમાં કોઈ જાતની ચિંતા કરવી નહીં.” પતિના આ વચન સાંભળી તે નિર્દય સ્ત્રીએ તે વાત અંગીકાર કરી. પછી વરદત્ત બ્રાહ્મણે મહાજનના પટને સ્પર્શ કરીને કહ્યું,” હું મારા પુત્રને બલિદાનમાં આપવાને તૈયાર છું. મને આટલું દ્રવ્ય આપી દો.” મહાજને કહ્યું, “જો તું તારી સ્ત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org