________________
પ્રથમ પ્રકાશ
૧૨૧
મતના તત્ત્વા સાંભળે છે તેા પણ શ્રી જિનાક્ત તત્ત્વને વિષે જે આકાંક્ષા રહિત પ્રીતિ ધારણ કરવામાં આવે છે એટલે જિનવચન ઉપર પૂર્ણ વિશ્વાસ રાખવામાં આવે તે આસ્તિક્ય કહેવાય છે. તેવા આસ્તિકપણાને લઇને સમ્યક્ત્વ સારી રીતે આળખાય છે, તેથી તે સમ્યક્ત્વનુ' લક્ષણ કહેવાય છે. સમ્યક્ત્વ પ્રત્યક્ષ જણાતુ' નથી તે એવા લક્ષણથી આળખાય છે. તેવા આસ્તિકચવાળા પુરૂષ તે આસ્તિક કહેવાય છે. તેને માટે આગમને વિષે કહ્યુ છે કે,
'मन्नड़ तमेव सच्च निस्संकं जं जिणेहि पन्नत्त
सुह परिणाम सम्मं कखाइ विसुतियारहिओ || १ ॥”
“ જે જિનેશ્વરે પ્રરૂપેલ છે, તેને સત્ય જ માને છે અને તે પણ નિઃશંકપણે માને છે, અને જે આકાંક્ષા વગેરે દાથી રહિત એવા શુભ પરિણામ તે સમ્યક્ત્વ કહેવાય છે.−(૧)
આ ગાથા ઉપર પદ્મરશેખરની કથા પ્રખ્યાત છે, તે કથાની અંદર આ ગાથાને ભાવા આવી જાય છે.
પદ્મશેખરની કથા.
જ‘બુદ્ધીપ્રમાં ભરતક્ષેત્રની અ‘દર પૃથ્વીપુર નામે નગર છે. તે નગરને વિષે પદ્મશેખર નામે રાજા રાજ્ય કરે છે.
એક દિવસે તે નગરની પાસે આવેલા વનમાં ઘણા મુનિએથી પરિવૃત્ત થયેલા શ્રી વિનયધર નામે આચાય સમેાસર્યાં. તેમના આગમનની વાર્તા સાંભળી રાજા પ્રમુખ ઘણા લેાકેા તેમને વંદના કરવાને આવ્યા. ગુરુવયે સર્વ ભવ્યવેાના ઉપકારને માટે ધર્મદેશના આપી. તે વખતે રાજા પદ્મરશેખરે ગુરુ પાસેથી વાવાદિ નવ તત્ત્વાના પરમાર્થ જાણી તેને વજ્રલેપની પેઠે પેાતાના હૃદયમાં ધારણ કર્યાં હતા, બીજા પણ ઘણા ભવ્ય વેાએ તે સમયે ગુરુ પાસેથી સભ્યશ્ર્વ રત્નને પ્રાપ્ત કર્યુ· હતું. તે પછી રાજા પ્રમુખ સ લેાકેા વિનયથી ગુરુ મહારાજને નમન કરી પોતપેાતાને સ્થાને ચાલ્યા ગયા. પછી ગુરુમહારાજ ત્યાંથી વિહાર કરી ખીજે સ્થળે ચાલ્યા ગયા હતા.
ત્યારથી રાજા પદ્મરશેખર શ્રી જિનેાક્ત તત્ત્વાને વિષે આસ્તિકતાને ધારણ કરી સુખે કાલ નિગમન કરતો હતો. કંદ કાઈ પુરૂષ જિનેાક્ત નવતāાની
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org