________________
७२
શ્રી આત્મપ્રબોધ (૧) પ્રવચની પ્રભાવક. પ્રવચન એટલે દ્વાદશાંગી. તે જેને અતિશયની પેઠે હોય તે પ્રવચની કહેવાય છે. વર્તમાનકાળને એવા જે સૂત્રો છે, તેના અને તેના અર્થના ધારણ કરનારા-તીથના વહન કરનારા જે આચાર્ય તે પ્રવચની કહેવાય છે. દેવદ્ધિગણી ક્ષમાશ્રમણાદિક પ્રથમ પ્રવચનના પ્રભાવક થયાં હતાં.
દેવદ્ધિગણિની કથા. એક વખતે રાજગૃહી નગરીને વિષે ચરમ તીર્થકર શ્રી મહાવીર પ્રભુ સમેસર્યા હતા. દેવતાઓએ મનહર સમવસરણ રચેલું હતું. બાર પરિષદ તેમાં એકઠી મળી હતી. તે વખતે સુધર્માઇન્ડ આવ્યો. તે ભગવાનને ત્રણ પ્રદક્ષિણા કરી અને વંદન કરી પિતાને યોગ્ય સ્થાને બેઠો. તે પછી પ્રભુએ જલ સહિત મેઘના જેવા વનિથી સ્વરની મધુરતાથી પરમાનંદ અમૃતને કરનારી, મહા નિબિડ મેહરૂપ અંધકારને નાશ કરનારી, સર્વ જગતના પ્રાણીએની ચમત્કાર કરનારી અને મનને હરનારી એવી દેશના આપી. દેશનાને અંતે સૌધર્મપતિ ઇન્દ્ર વિનયથી વીર પ્રભુને પૂછયું : “ભગવન, આ અવસર્પિણી કાળમાં તમારું તીથ કેટલા કાળ પ્રવર્તશે. પછી શી રીતે તેને વિચ્છેદ થશે?” ઈન્દ્રનો આ પ્રશ્ન સાંભળી વીર પ્રભુએ કહ્યું, હે ઇન્દ્ર ! એકવીસ હજાર વર્ષ દુષમ નામે પાંચમા આરા સુધી મારું તીર્થ પ્રવર્તશે. તે પછી પાંચમા આરાના છેલ્લે દિવસે પહેલા પહેરમાં (૧) શ્રતિ. (૨) સૂરિ, (૩) ધર્મ અને (૪) સંધ–એ ચાર વિચ્છેદ પામશે. બીજે પહોરે વિમલવાહન રાજા થતા તેનો સુધર્મા નામે મંત્રી અને રાજનીતિ નાશ પામી જશે. સાયંકાળે બાદ અશ્ચિનો વિચ્છેદ થઈ જશે. આવી રીતે મારા તીર્થને ઉચ્છેદ થઈ જશે.
ઇન્દ્ર પુનઃ પ્રશ્ન કર્યોઃ “સ્વામી ! તમારું પૂવગત શ્રત કેટલે કાળ રહેશે?” પ્રભુએ ઉત્તર આપ્યો: “ઇન્દ્ર, એક હજાર વર્ષ પયત મારું પૂર્વગત શ્રત રહેશે.” તે પછી તેને ઉચ્છેદ થઈ જશે.
ઈન્દ્ર પુનઃ પૂછયું : “સ્વામી ! કયા આચાર્ય મહારાજની પછી સર્વ પૂર્વગત શ્રુતિ વિનાશ પામશે ? ” પ્રભુ બેલ્યા: “દેવદ્ધિગણું ક્ષમા શ્રમણની પછી સર્વ પૂર્વગત શ્રત વિચ્છેદ પામી જશે.” ઈન્દ્ર ફરીથી પૂછયું : “ભગવદ્, જે દેવદ્ધિગણું થવાના છે, તેમને જીવ હાલ ક્યાં છે?” પ્રભુએ કહ્યું : “ઈન્દ્ર, જે તારા પેદલ સૈન્યનો અધિપતિ આ હરિણગમેથી દેવ તારી પાસે રહેલે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org