________________
૭૩
પ્રથમ પ્રકાશ તે દેવદ્ધિગણને ભાવી જીવ છે. પ્રભુનાં આ વચન સાંભળી ઈન્દ્ર વિસ્મય પામી ગયો અને તે પિતાની પાસે રહેલા હરિણગામેથી દેવની પ્રશંસા કરવા લાગ્યા. તે દેવે પણ આ પિતાનો વૃત્તાંત સાંભળી લીધે. તે પછી તે ઈન્દ્ર પરિવાર સહિત પ્રભુને નમી પોતાને સ્થાને ચાલ્યો ગયે.
તે હરિણગમેષદેવે અનુક્રમે આયુષ્યના દલિયાની હાનિ થતાં છ માસનું આયુષ્ય થાકતાં મનુષ્યનું આયુષ્ય બાંધ્યું. તે પછી પિતાની પુષ્પમાળાનું કરમાઈ જવું અને કલ્પવૃક્ષનું કંપન વગેરે વવાના ચિહ્નો દેખી તેણે ઈન્દ્રને આ પ્રમાણે વિનંતી કરી: “ સ્વામી! તમે અમારા પિષણ કરનારા પ્રભુ છે તેથી મારા પર કૃપા કરી એટલું કરે છે, જેથી મને પરભવને વિષે ધમની પ્રાપ્તિ થાય. હું ફરીથી યોનિરૂપ યંત્રના સંકટમાં પડી બે પ્રકારના અંધકારથી જેની ચેતનાનો અને જ્ઞાનરૂપ ચક્ષુનો લેપ થયેલ છે એ બની ગભની ઓરમાં લેપાચેલા શરીરને અગ્નિથી તાપ થાય અને સૂચિ (સેઈ)ને સમૂહથી પણ અધિક શરીરને વેદના થાય, તેવા દુઃખ ભોગવવા જતાં હું ધર્મકરણીને ભૂલી જઈશ, માટે મારે સ્થાને ઉત્પન્ન થયેલા બીજા હરિણગમેષીદેવને મને બેધ કરવા મોકલજે. એથી આપનું સ્વામીપણું પરભવને વિષે સફળ થશે.”
તે દેવતાના આ વચને ઈન્દ્ર અંગીકાર કર્યા, તો પણ એ હરિણગમેષી દેવતાએ પોતાના વિમાનની ભીંત ઉપર વજરત્ન વડે નીચે પ્રમાણે અક્ષરે લખ્યા.
જે હરિણગમેલી દેવ આ સ્થાને ઉત્પન્ન થાય, તેણે મને પરભવને વિષે પ્રતિબોધ કરવો. જો તે નહિ કરે તો તેને ઈન્દ્રના ચરણકમળની સેવામાં વિમુખપણાનો દોષ લાગશે.”
આયુષ્ય પૂર્ણ થયા પછી તે હરિણગમેષીદેવ ત્યાંથી ચાવીને જંબુદ્વિીપમાં આવેલા ભરતક્ષેત્રની અંદર સૌરાષ્ટ્રદેશમાં વેલાકુલનગરના રાજા અરિદમનના સેવક કામક્રિ ક્ષત્રિયની સ્ત્રી કલાવતીની કુક્ષિને વિષે પુત્રરૂપે ઉત્પન્ન થયે. તે કામદ્ધિ સેવક કાશ્યપ ગોત્રી હતા. જ્યારે એ ગર્ભમાં આવ્યું ત્યારે તેની માતા કલાવતીએ સ્વમાને વિષે એક મહદ્ધિક દેવને જોયો હતો. અનુક્રમે શુભ દિવસે એ પુત્રનો જન્મ થયે. તેનું નામ દેવદ્ધિ પાડયું. પાંચ ધાત્રીઓથી પાલન કરાતે તે પુત્ર બાર વર્ષનો થયો. પિતાએ તેને બે કન્યાઓ પરણાવી. દેવદ્ધિ તે કન્યાઓની સાથે વિષય ભોગ ભેગવતો હતો. તે યુવાન થયો ત્યારે
૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org