________________
પ્રથમ પ્રકાશ
૬૫ દસ પ્રકારના વિનય માંહ્યલે આ વિનયનો ત્રીજો ભેદ કહેવામાં આવ્યો. બાકીના વિનયના બીજા ભેદોની સવિસ્તર વ્યાખ્યા પંડિતાએ બીજા મોટા ગ્રંથોમાંથી જાણું લેવી.
સમ્યકત્વની ત્રિવિધ શુદ્ધિ. અનુક્રમે સભ્યત્વની ત્રણ પ્રકારની શુદ્ધિની વ્યાખ્યા કરે છે. (૧) જિન, (૨) જિનમત અને (૩) જિનમતને વિષે સ્થિત. એ સમ્યક્ત્વની ત્રિવિધ શુદ્ધિ છે. જિન એટલે શ્રી વીતરાગ. જિનમત એટલે સ્યાપદે કરીને યુક્ત એવા તીર્થંકર પ્રણુત, યથાસ્થિત જીવ–અજવાદિ તત્ત્વો, અને જિનમતને વિષે સ્થિત. એટલે જેમણે જિનતીર્થકરના આગમને અંગીકાર કરેલ છે, એવા મુનિ મહારાજા વગેરે એટલે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. એ જિન, જિનમત અને જિનમતને વિષે સ્થિત કહેવાય છે. એ કહેવાનો આશય એવો છે કે, એ જિનાદિ ત્રણને મુકી બાકીના એકાંત વાદરૂપ ગ્રહ કરીને ગ્રાસિત થયેલા આ સંસારને વિષે ચરારૂપ છે. એટલે જિનાદિક ત્રણ જ આ જગતમાં સારરૂપ છે, બાકીના સર્વે અસારરૂપ છે. આવા પ્રકારની વિચારણથી સમ્યક્ત્વની નિર્મળતા થાય છે. તેથી તે સમ્યકત્વની શુદ્ધિ કહેવાય છે, તે સમ્યકત્વની શુદ્ધિ આગમને વિષે બીજી રીતે પણ કહેલી છે. તે આ પ્રમાણે
" मणवयाकायाणं सुद्धि सम्मत्त साहणा तथ्थ । मणसुद्धि जिण जिणमय वजमसारं मुणइ लोयं ।। १ ॥ तिथ्थंकर चलणाराहणेण जं मझसिज्झई न कजं । पच्छेमि तथ्य ननं देव विसेसं च वयसुद्धि ॥ २ ॥ छिजंतो भिजतो पिलिजंतोविडज्झमाणो वि।
નિવર્ષા સેવવાળ નમદ્દ લો ત તળુમુદ્ધિ” | રૂ .
મન, વચન અને કાયા એ ત્રણે કરીને કરાતી જે શુદ્ધિ, તે સમ્યકત્વની સાધનભત થાય છે. એટલે મન, વચન તથા કાયાની શુદ્ધિથી જ સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે, જ્યારે જીવ જિનમત સિવાય આ સમગ્ર લેકને અસારપણે માને છે, ત્યારે તે પહેલી મન શુદ્ધિ કહેવાય છે. શ્રી તીથ કરદેવના ચરણકમળનું આરાધન કરીને માર કાર્ય સિદ્ધ થયું નથી, તો પછી બીજા દેવના આરાધનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org