________________
પ્રથમ પ્રકાશ
નંદ મણિકાર શેઠનું દષ્ટાંત. એક વખતે રાજગૃહનગરને વિષે શ્રી ચરમ તીર્થંકર શ્રી વમાન પ્રભુ સમેસર્યા હતા. શ્રેણિક વગેરે શ્રદ્ધાળુ લોકો તેમને વંદના કરવાને આવ્યા હતા. તે સમયે સૌધર્મ દેવલોકન નિવાસી દદુરાંક નામે દેવ પિતાના ચાર હજાર સામાનીક દેવતાઓના પરિવાર સાથે ત્યાં પ્રભુને વંદના કરવા આવ્યો. તેણે સૂર્યાભદેવની પેઠે શ્રી વીરપ્રભુની આગળ બત્રીસ પ્રકારનું નાટક કરવા માંડયું. તે નાટક કર્યા પછી તે દેવ પિતાને સ્થાને ચાલ્યો ગયો. તે પછી શ્રી ગૌતમ ગણધરે ભગવંતને પૂછયું કે, “ભગવન્! આ દેવતાએ આવી ત્રદ્ધિ ક્યા પુણ્યથી પ્રાપ્ત કરી છે? ” પ્રભુએ ઉત્તર આપે. આ નગરમાં નંદમણિકાર નામે એક શેઠ વસે છે. એક વખતે મારા મુખથી ધમ સાંભળીને તેણે સમ્યકત્વ સહિત શ્રાવક ધમને અંગીકાર કર્યો. તે પછી ઘણા કાળ સુધી તેણે શ્રાવક ધર્મ પાળ્યો હતો. એક વખતે કોઈ કમના રોગથી તેને કોઈ કુદૃષ્ટિનો પરિચય થયું. તેને પરિચય વધવાથી તેને કોઈ શુદ્ધ મુનિ મહારાજના પરિચયનો અભાવ થયે. આથી તેના હૃદયમાં મિથ્યા બુદ્ધિ વૃદ્ધિ પામી, તે પૂર્વે ઘણે સદ્દબુદ્ધિવાળે હત, પણ મિથ્યાષ્ટિના સહવાસથી અનુક્રમે બુદ્ધિમાં મંદ ભાવને પામી ગયો. તે મિશ્ર પરિણામથી કાલક્ષેપ કરવા લાગ્યા.
એક દિવસે તે નંદમણિકાર શેઠે ગ્રીષ્મ ઋતુમાં પિષધ સાથે અમને તપ ગ્રહણ કર્યો. બે દિવસે તેણે એ વ્રત પાળ્યું. ત્રીજે દિવસે મધ્યરાત્રે તેને અતિતીવ્ર જલની તૃષા લાગી. તૃષાની વેદનાથી તેનામાં આતયાન ઉત્પન્ન થયું. તે આ પ્રમાણે ચિતવવા લાગ્યો: “ આ સંસારને વિષે જે પુરૂષો પોપકારને માટે વાવો તથા કૂવાઓ કરાવે છે, તેઓને ધન્ય છે. ધર્મના ઉપદેશોએ નવાણ કરાવવાના ધર્મને ઉત્તમ કહ્યો છે. જેઓ તે ધમને નિંદે છે, તેઓની યુક્તિ બેટી છે. વાવ કૂવા વગેરે નવાણુ કરાવનારાને માટે શાસ્ત્રમાં કહ્યું છે કે
"धन्यास्त एव संसारे कारयति बहूनिये । वापी कूपादि कृत्यानि परोपकृति हेतवे ॥ १ ॥ धर्मोपदेशकैश्चापि प्रोक्तो ऽसौ धर्म उत्तमः ।
સ્વાદુકુંદરામત્ર તસ્થિતે વૃથા છે ૨ '' જેઓ વાવ, કૂવા વગેરેને કૃત્યે પરોપકારને માટે કરાવે છે, તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org