________________
પ્રથમ પ્રકાશ
૪૧
કરનારી તેમજ સ્વામીને નાશ, રાજાદિકનો ભય, દ્રવ્યને નાશ અને શેકસંતાપ આદિ અશુભને સૂચવનારી હોવાથી તે સજજન પુરૂષને અપૂજનીય કહેલી છે. અને યક્ત ઉચિત અંગને ધરનારી અને શાંત દષ્ટિવાળી જિનપ્રતિમા સદભાવને ઉત્પન્ન કરનારી તથા શાંતિ અને સૌભાગ્યની વૃદ્ધિ કરવા પ્રમુખ શુભ અને આપનારી હોવાથી સદા પૂજનીય કહેલી છે.
ગ્રહસ્થોએ પિતાના ઘરને વિષે કેવી પ્રતિમા પૂજવી જોઈએ?
ગૃહસ્થાએ પોતાના ઘરને વિષે કેવી પ્રતિમા પૂજવી જોઈએ ? તેનું સ્વરૂપ દર્શાવે છે. પૂર્વે દર્શાવેલા દોષથી રહિત, એકથી લઈને અગીયાર આંગળ સુધીના માનવાળી, પરિકર સહિત,-એટલે અષ્ટ પ્રાતિહાય સહિત, સુવર્ણ, રૂપું, રત્ન અને પિત્તળ આદિ ધાતુમય અને સર્વ અંગે સુંદર, એવી જિનપ્રતિમા ગૃહસ્થ પિતાના ઘરને વિષે સ્થાપી સેવવા યોગ્ય છે. પરિકર વિનાની ઉપર કહેલા માનથી રહિત, પાષાણ, લેપ, દાંત, કાષ્ટ, લેહ અને ચિત્રમાં આલેખેલી જિનપ્રતિમા ગૃહસ્થને પોતાના ઘરને વિષે પૂજનિક નથી–એટલે પૂજવી ન જોઈએ તેને માટે શાસ્ત્રમાં કહ્યું છે કે
સમા તૂરાશો જેવોવઠ્ઠ દંત હોદ્દા |
परिवारमाणरहिय घरंमि नहु पूयए बिं " ॥ १ ॥ તે ઘર દેરાસરની પ્રતિમા આગળ બલિબાકુળને બહુ વિસ્તાર ન કરવો; પણ ભાવથી જ નિરંતર હવણ કરવું, અને ત્રિકાલ પૂજા કરવી. અગિયાર આંગળથી અધિક પ્રમાણવાળી જિનપ્રતિમા ઘરને વિષે પૂજવી નહીં. તેવી પ્રતિમા તો દેરાસરને વિષે જ પૂજવા ગ્ય છે. તેમ જ અગિયાર આંગળથી હીન–પ્રમાણવાળી પ્રતિમા મોટા દેરાસરમાં સ્થાપવી નહીં, એ પણ વિવેક રાખો.
વિધિપૂર્વક જિનબિબના કરનાર તથા કરાવનારને સર્વકાલ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. દારિદ્ર, દુર્ભાગ્ય, નઠારું શરીર, દુગતિ, હીન બુદ્ધિ, અપમાન, રેગ અને શેક વગેરે દેષ કાઈ કાળે પણ થતા નથી.
અહીં જિનચૈત્યના અધિકારમાં ઘણું બાબત કહેવાની છે, પણ તે વિષે શ્રી આચારદિનકર પ્રમુખ ગ્રંથોથી જાણી લેવું. એ પ્રકારે પાંચ પ્રકારના ચૈત્યેની વક્તવ્યતા કહેવામાં આવી, હવે તેના વિનયનું સ્વરૂપ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org