________________
४८
શ્રી આત્મપ્રબોધ આ પ્રમાણે દેવસેનની માતાનું દષ્ટાંત લક્ષમાં લઈ સંસારથી ભય પામનારા ભવ્યોએ દેવની વસ્તુઓ વડે પિતાના ઘરનું કાર્ય ન કરવું. દેવ ઉપર ચડેલું થોડું પણ ગ્રહણ કરવું નહીં. દેવના સુખડનું તિલક પણ ન કરવું અને દેવના જલ વડે પોતાના હાથ પગ પણ છેવા નહીં. દેવદ્રવ્ય વ્યાજે પણ લેવું નહીં. અર્થાત્ દેવ સંબંધી વસ્તુ પિતાના કામમાં કદિ પણ લેવી નહીં.
ત્રીજી ભાવપૂજા. આ ત્રીજી ભાવપૂજા જિનેશ્વરને વંદન-સ્તવન-સ્મરણ વગેરેથી થાય છે. પ્રથમ ઉચિત સ્થાને રહી ચૈત્યવંદન કરવું. તેમાં શકસ્તવ વિગેરે બોલવા. એટલે લેકોત્તર એવા તીર્થકરના છતા ગુણને વર્ણન કરનારા વચને વડે સ્તુતિ કરવી. તે પછી શ્રી જિનેન્દ્રને પિતાના હૃદયકમળમાં સ્થાપી તેમના ગુણનું
સ્મરણ કરવું, તથા પ્રભુની આગળ નાટકાદિ કરી રાવણની જેમ અખંડભાવ ધારણ કરવો. જેમ લંકાના સ્વામી રાવણે એક સમયે અષ્ટાપદપર્વતને વિષે ભરત રાજાએ કરાવેલા પિતપતાના વણ પ્રમાણુવાળા એવીશ જિનેશ્વરના પ્રાસાદની અંદર ડષભાદિક પ્રભુની દ્રવ્યપૂજા કરી હતી, અને મંદોદરી પ્રમુખ સોળહજાર અંતઃપુર સાથે નાટક કર્યું હતું, તે સમયે તેણે તેની વીણાની તાંત તૂટી જતાં પ્રભુના ગુણગાનના રંગમાં ભંગ પડવાના ભયથી પિતાના શરીરમાંથી નસ ખેંચીને સાંધી હતી. તેવી જિનભક્તિથી તે રાવણે તીર્થંકર નામ-કર્મ ઉપાર્જન કર્યું હતું. જે રાવણ મહાવિદેહ-ક્ષેત્રને વિષે તીર્થકર થશે.
એ પ્રમાણે બીજા પણ ભવ્ય જીવોએ જિનપૂજાને વિષે યત્ન કરો જોઈએ તેને માટે ભાષ્યમાં નીચે પ્રમાણે લખ્યું છે.
" यद्यपि गंधव्वनट्टवाइयलेवेणजलारत्तियाइ दीवाइ जं किच्च तं सव्व पिउरइ વાપૂવા” || ?
આ વચનથી જે કે નાટકને અગ્ર પૂજામાં ગણેલ છે, તે પણ તે નાટકભાવ મિશ્રિત હોવાથી, તેમાં ભાવની પ્રધાનતા છે. તેથી તેને ભાવપૂજામાં કહેલું છે; તે દોષ નથી, એમ જાણવું. એ પ્રકારે ત્રીજી ભાવપૂજા જાણવી.
પાંચ પ્રકારની પૂજા. પાંચ પ્રકારની પૂજા આ પ્રમાણે કહેવાય છે. (૧) પુપપ્રમુખની પૂજા, (૨) જિનેશ્વરની આશા, (૩) દેવદ્રવ્યનું રક્ષણ કરવું, (૪) ઉત્સવ અને (૫) તીર્થયાત્રા આ પાંચ પ્રકારે જિનેશ્વરની ભક્તિ પણ કહેવાય છે તે વિષે કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org