________________
પ્રથમ પ્રકાશ
પપ
અરિહંત ભક્તિરૂપ પ્રથમ સ્થાનક આરાધ્યું અને તેથી કરીને તેણે જિનનામ કમ તીર્થંકરનામક ઉપાર્જન કર્યું જ્યારે અવસર પ્રાપ્ત થયો, એટલે તેણે ગીતાથ ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરી. તે પછી સિદ્ધાંતને અભ્યાસ કરી તે ગીતાર્થ થ. અને તેણે ધમદેશનાથી ઘણાં ભવ્ય જીવોને પ્રતિબંધ કર્યો. છેવટે તેણે અનશન લઈ કાળ કરી સથે સિદ્ધિ વિમાનને વિષે દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાં દેવતાની સમૃદ્ધિ ભોગવી મહાવિદેહક્ષેત્રને વિષે તીર્થકરની સંપત્તિ ભેગવી તે મોક્ષપદને પ્રાપ્ત થયો. એ પ્રકારે દેવદ્રવ્યના અધિકારમાં સાગર શેઠની કથા કહેવાય છે, એવી રીતે જિનેશ્વરની ત્રીજી ભક્તિ કહેવામાં આવી.
ચેથી ભક્તિ. જે નિધે કરી ભવ્યજી અઠાઈ ઉત્સવ, સ્નાત્ર, ચૈત્યબિંબની પ્રતિષ્ઠા, વગેરે ઉત્સવો કરે તથા શ્રી પર્યુષણ પર્વને વિષે કલ્પસૂત્રની વાંચના પ્રમુખ શાસનની પ્રભાવના કરે, તે જિનશાસનની ઉન્નતિના હેતુ હોવાથી તે પણ જિનપૂજા જ કહેવાય છે. કહ્યું છે કે
" प्रकारेणाधिकां मन्ये भावनातः प्रभावनाम् । ___ भावना स्वस्य लाभाय स्वान्ययोस्तु प्रभावना" ॥ १॥
કઈ પ્રકારે ભાવનાથી પ્રભાવના અધિક છે એમ હું માનું છું, કારણ કે, ભાવના પિતાના જ લાભને માટે થાય છે અને પ્રભાવના પોતાના અને બીજાના બંનેના લાભને માટે થાય છે.” (૧)
પાંચમી ભક્તિ. તીર્થયાત્રા કરવી એ જિનેશ્વરની પાંચમી ભક્તિ કહેવાય છે. શત્રુંજય, ગિરનાર, અબુદાચલ, અષ્ટાપદ, સમેતશિખર, આદિ સર્વ તીર્થોને વિષે જિનવંદન કરવા અને તે ક્ષેત્રની સ્પર્શનાદિક કરવાને માટે જવું, તે તીર્થયાત્રા કહેવાય છે; એ તીર્થયાત્રા પણ જિનભક્તિ જ ગણાય છે. તે તીર્થોમાં શત્રુંજય તીર્થ સર્વ તીર્થોના રાજા છે અને ત્રણ લોકમાં તેના જેવું બીજુ તીર્થ નથી.
" नमस्कारसमो मंत्रः शत्रुजयसमो गिरिः ।
વીતરામ સેવો ન પૂતો ન ભવિષ્યતિ''
નવકારના જેવો મંત્ર, શત્રુંજયના જે ગિરિ અને વીતરાગના જેવા દેવ થયા નથી, અને થશે નહીં.” (૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org