________________
પ્રથમ પ્રકાશ
'पुष्पाचर्चा तदाज्ञा च, तद् द्रव्यं परिरक्षणम् ।
ઉત્સવ તીર્થ યાત્રા , મઃિ વંવિધાનને' છે ? . “પુષ્પાદિકથી પૂજા કરવી, જિનેશ્વરની આજ્ઞા માનવી, દેવદ્રવ્યનું રક્ષણ કરવું, ઉત્સવો કરવા અને તીર્થયાત્રા કરવી–આ પાંચ પ્રકારની જિનેશ્વરની ભક્તિ કહેવાય છે.” (૧)
જિનેશ્વરની ભક્તિ પાંચ પ્રકારે થાય છે. કેતકી, ચંપક, જાઈ, જુઈ, શતપત્ર વગેરે અનેક પ્રકારના ઉત્તમ પુષ્પ તથા ધૂપ, દીપ અને ચંદનાદિ વડે પૂજા કરવી તે પ્રથમ ભક્તિ કહેવાય છે.
મન, વચન અને કાયાએ કરીને જિનેન્દ્રની આજ્ઞા પાળવી એ બીજી ભક્તિ કહેવાય છે. જિનેશ્વરની આજ્ઞા એ સર્વ ધર્મકૃત્યનું મૂળ કારણ છે, જિનાજ્ઞા વિના સર્વ ધર્મકાર્યો નિરર્થક છે, એમ જાણી ભવ્ય જીવોએ જિનાજ્ઞા પાળવાને ઉદ્યમ કરો. તેને માટે આ પ્રમાણે કહ્યું છે
" आणाइतवो, आणाइसंजमो, तह यदाण माणाए । आणारहि ओ धम्मो पलाल पूलव्य परिहाइ ॥ १ ॥ भमिओ भवो अणंतो तुहआणा विरहिएहिं जीवहिं । पुणभवियव्यो तेहिं जेहिं नंगीकया आणा ॥ २ ॥ जो न कुणइ तुह आणं सो आणं कुणइ तिहु अणजणस्स ।
जो पुण कुणइ जिणाणं तस्साणा तिहु अणेचेव ॥ ३ ।। “જિનેશ્વરની આજ્ઞા એ તપ. એ સંયમ અને દાન માન એ આજ્ઞાથી સફળ છે. તે આજ્ઞા વિનાને ધમ તે શાળના ફોતરાની જેમ નિષ્ફળ છે. (૧)
હે જિનેશ્વર, તમારી આજ્ઞાથી રહિત એવા જીવો આ અનંત સંસારમાં ભમ્યા છે. અને જે જીવે તમારી આજ્ઞા અંગીકાર કરી નથી, તે જીવની ગતિ ફરીથી પણ તેવી જ થશે. (૨)
જે જીવ તમારી આશા કરશે નહીં, તે જીવ ત્રણ જગતના લેકોની આજ્ઞા કરે છે એટલે તેને ત્રણ જગતના જીવને તાબે રહેવું પડે છે અને જે જીવ તમારી આજ્ઞા માને છે, તેની આજ્ઞાને ત્રણ જગને જીવો માને છે. (૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org