________________
૪૦
શ્રી આત્મપ્રબંધ જે નંદીશ્વર, રુચક અને કુંડલ એ ત્રણ દ્વિીપને સ્થાને રહેલા આઠ ચિને ચાર ચાર દ્વાર છે. અને તે સિવાયના સર્વ શાશ્વત ચિત્યને ત્રણત્રણ દ્વાર છે. વળી શાશ્વત જિન ચૈત્યમાં રહેલા જિનબિંબે ઇષભાનન, ચંદ્રાનન વારિષણ અને વિમાન એવા ચાર નામે આલેખાય છે, અને તે આગમને વિષે પ્રતિપાદન કરેલ છે.
એવી રીતે શાશ્વત જિનચૈત્ય સંબંધી વક્તવ્યતા કહી અને ભક્તિત વિગેરે અશાશ્વત જિનચૈત્યોના ગુણદોષનું વર્ણન કરે છે, કપાળ, નાસિકા મુખ, ગ્રીવા હૃદય, નાભિ, ગુહ્ય, સાથળ, જાનુ, પીંડ અને ચરણ પ્રમુખ અગિયાર અંગમાં જે પ્રતિમાં વાસ્તુકાદિ ગ્રંથને વિષે કહેલા પ્રમાણવાળી હોય, નેત્ર, કાન, ખાંધ, હાથ અને અંગુલિ આદિ સર્વ અવય વડે અદૂષિત હોય, સમરસ સંસ્થાને રહેલ પર્યકાસને યુક્ત હોય, કાગે કરી વિરાછત હોય, સર્વાગે સુંદર હોય અને વિધિ વડે ચૈત્યાદિકમાં પ્રતિષ્ઠિત કરી હોય તેવી પ્રતિમા પૂજવાથી સર્વભવી પ્રાણીઓને તે મનવાંછિત આપનારી થાય છે. ઉપર કહેલાં લક્ષણેથી રહિત એવી જિનપ્રતિમા અશુભ અર્થની સૂચક હોવાથી અપૂજ્ય છે.
- જે પ્રતિમા ઉપર કહેલા લક્ષણોથી યુક્ત હોય. પણ જે સે વર્ષ અગાઉ કોઈ પ્રકારે અવયવોથી દૂષિત થઈ હોય તો તે પણ અપૂજ્ય ગણાય છે. પણ જે ઉત્તમ પુરૂષે વિધિપૂર્વક ચૈત્યાદિકને વિષે પ્રતિષ્ઠિત કરેલી હોય અને તે સે વર્ષ પછી અંગથી વિકલ થઈ ગઈ હોય તે તેને પૂજવામાં બીલકુલ દોષ નથી. તેને માટે શાસ્ત્રમાં નીચે પ્રમાણે કહેલું છે કે –
“वरससयाओ उढढं जं विंचं उत्तमेहि संठवियं ।।
वियलंगुविपूइजइ तं बिंब निष्फलंन जओ" ॥ १॥ અહીં એટલે વિશેષ છે કે, મુખ, નેત્ર, ડોક અને કટિભાગ આદિ પ્રદેશને વિષે ખંડિત થયેલ મૂળનાયક બિન સર્વથા પૂજવાને અયોગ્ય છે. અને આધાર, પરિકર અને લાંછનાદિક પ્રદેશે કરીને ખંડિત હોય તે તે પૂજનિક છે. જેમ ધાતુ તથા લેપ આદિના બિબે વિકલ અંગ થવાથી ફરીથી સમારાય છે, તેમ પાષાણુ, કાષ્ટ તથા રત્નમયબિંબ ખંડિત થવાથી ફરીથી સજ્જ કરી શકાતા નથી,
તેમ વળી અતિશય અંગવાળી, હીન અંગવાળી, કાદરી, વૃદ્ધદરી, કૃશહૃદયવાળી, નેત્રાદિકથી હીન, ઉંચી દષ્ટિવાળી, નીચી દૃષ્ટિવાળી, અધોમુખવાળી અને ભયંકર મુખવાળી પ્રતિમા, દેખનારને શાંત ભાવ નહીં ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org