________________
શ્રી આત્મપ્રબંધ દેવગુરુની વૈયાવચ્ચ કરવાનો નિયમ એ સમ્યકૃત્વવંતનું ત્રીજુ ચિહ્ન છે. દેવ એટલે અતિશય આરાધન કરવા યોગ્ય અરિહંત અને ગુરુ એટલે શુદ્ધ ધર્મનો ઉપદેશ કરનારા આચાર્ય ભગવાન, તેમની વૈયાવચ્ચ કરવામાં યથાશક્તિ સેવા પ્રમુખ કરવાનો નિયમ, જે નિયમ શ્રેણિક વગેરેનો હતો. મહાન શ્રેણિક રાજાને એવો નિયમ હતો કે, જ્યારે પરમ તીર્થંકર મહાવીર ભગવાન જે દિશાએ વિચરતા હોય, તે સમાચાર જાણવામાં આવે ત્યારે, તે દિશાની સન્મુખ સુવર્ણના એકસો આઠ જવાનો સાથી કરી પછી દાતણ કરવું. તેવી રીતે દેવપૂજામાં પણ તેને એ સાથી કરવાનો નિયમ હતો, તે પ્રમાણે તે દરરોજ કરતો અને તેથી તેણે તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. તેવી રીતે બીજા પણ ભવ્ય જીવોએ એ પ્રમાણે યથાશક્તિ નિયમો ગ્રહણ કરવા યત્ન કરવો જોઈએ. એ સુશ્રુષાદિક ત્રણે લિગેથી સમ્યકત્વની ઉત્પત્તિને નિશ્ચય થાય છે.
દસ પ્રકારના વિનયની વ્યાખ્યા. (૧) અરિહંત એટલે તીર્થકર ભાવજિન વિચરતા જિન. (૨) સિદ્ધ એટલે જેમના અષ્ટકમરૂપ મેલના પડલ ક્ષીણ થઈ ગયા છે, એવા સિદ્ધ ભગવાન (૩) ચૈત્ય એટલે જિનેશ્વરની પ્રતિમા–મૂર્તિ, (૪) શ્રત એટલે સિદ્ધાંત આચારાંગ આદિ આગમ, (૫) ધર્મ એટલે ક્ષમાદિક દસ પ્રકારરૂપ. (૬) સાધુવ એટલે શ્રમણ સમૂહ (૭) આચાર્ય એટલે બત્રીશ ગુણના ધારક અને ગચ્છના નાયક, (૮) ઉપાધ્યાય એટલે શિષ્યોને સૂત્રો ભણાવનારા, (૯) પ્રવચન એટલે જીવાદિ નવ તત્ત્વોને કહેનાર (અથવા સંઘ), (૧૦) સમ્યગ્ગદશન એટલે સમ્યકત્વ અને તેની સાથે અભેદોપચારથી સમ્યકત્વવાનું પણ દર્શન કહેવાય છે. પૂર્વે પણ સંભવ પ્રમાણે કહેવું. એ અરિહંતાદિક દસ સ્થાનને વિષે પાંચ પ્રકારે વિનય કરો.
વિનયના પાંચ પ્રકારની વ્યાખ્યા. (૧) ભક્તિ એટલે સાહામા જવું, અશનાદિક ચાર પ્રકારનો આહાર આપવો, અથવા જે યોગ્ય હોય તે આપવું, તે રૂપ બાહ્ય પ્રતિપત્તિ-બાહરની દેખાતી સેવા. આમ ભક્તિ કરવાથી અન્યને જાણે કે, “આ ભક્તિવંત છે,” તે જોઈ બીજાઓ પણ તેમ કરવાને પ્રવર્તે. અહીં બાહ્યભક્તિનો અર્થ રાગ વિનાની–ઉપરની ભક્તિ એવો અર્થ ન કરે; કારણ કે, સમકિતગુણ હોવાથી જીવથી અંતર્દશારૂપ પરિણામવાળી જ ભક્તિ બને છે. (૨) બહુમાન એટલે મનમાં અતિશય પ્રિીતિ. (૩) વર્ણન એટલે તેમના પ્રભાવિક ગુણનું કીર્તનસ્તવન કરવું તે. (૪) અવર્ણવાદ પરિહાર એટલે તેમની અપ્રશંસા-નિંદાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org