Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
સિદ્ધહેમશબ્દાનુશાસન અને મલયગિરિશબ્દાનુશાસન
જયદેવભાઈ શુકલ
ભારતીય શાસ્ત્રીય વાલ્મયનાં ઉદ્દગમ અને વિકાસમાં વ્યાકરણશાસ્ત્રનું અસાધારણ મહત્વ છે. છન્દ શાસ્ત્ર, જ્યોતિષ, અર્થશાસ્ત્ર અને બીજ શાસ્ત્રોનો વિકાસ તે તે સમયની સામાજિક સ્થિતિના સંદર્ભમાં થયેલો છે; પરંતુ વ્યાકરણશાસ્ત્રને વિકાસ પ્રાચીન ભારતીય વાલ્મયના પ્રવાહને અનુસરે છે. વ્યાકરણશાસ્ત્રનો ઉદ્દભવ વૈદિક વાયની પરંપરામાં બ્રાહ્મણગ્રંથના યુગમાં ઈ. પૂ. ૮૦૦ ની આસપાસથી શરૂ થશે અને ઈ. સ. પૂર્વે ૧પ૦ સુધી તેને સતત વિકાસ થતો રહ્યો. ત્યાર પછીનાં લગભગ સત્તર વર્ષો સુધી આ શાસ્ત્રને વિવિધ રૂપે અભ્યાસ થતો રહ્યો. ધ્વનિ, વ્યાકરણ અને અર્થવિચારની શાખાઓના અસંખ્ય ગ્રન્થમાં તે નવપલ્લવિત થયો. આ ગ્રન્થમાં પ્રાપ્ત થતાં સૂક્ષ્મ અન્વેષણ, વિસ્તાર અને વૈજ્ઞાનિક અન્વેષણપદ્ધતિ જગતના શાસ્ત્રીય નામયમાં અન્યત્ર જેવા મળતાં નથી.
યાસ્ક પૂર્વેના અને પાણિનિપૂર્વેના લગભગ ત્રીસ જેટલા વયાકરણના અને તેમના મતાના ઉલલેખ નિરૂક્તમાં, ઋવેદપ્રાતિશાખ્યોમાં અને અષ્ટાધ્યાયીમાં પ્રાપ્ત થાય છે. આ બધા આચાર્યોના સ્વતંત્ર અને સંપૂર્ણ વ્યાકરણગ્રંથ અર્થાત્ સૂત્ર, ધાતુ, ગણ, ઉણદિ અને લિંગાનુશાસન એવાં પાંચ અંગોને સમાવતા ગ્રંથ હશે કે કેમ તે સ્પષ્ટ થતું નથી. પરંતુ આ આચાર્યોએ દવનિ, વ્યાકરણ, અર્થવિચાર, વ્યુત્પત્તિ અને પરિભાષા વિષે જે મહત્ત્વનાં વિધાને કર્યા હતાં તે અદ્યાપિ સચવાઈ રહ્યાં છે. આવા આચાર્યોમાં શૌનક, શાકટાયન, ઔદુમ્બરાયણ, ગાગ્ય અને આપિશાલિના સંપૂર્ણ ગ્રંથે હતા તે નિર્વિવાદ છે.
બ્રાહ્મણગ્રંથેના યુગમાં વ્યાકરણચર્ચાનું સ્વરૂપ વિસ્તૃત હતું. તે ચર્ચામાં વેદોની જુદી જુદી શાખાઓના વનિઓ, મત્રોનાં ઉચ્ચારણે અને તેમની વિશિષ્ટતાઓ, વૈદિક પ્રયોગની ભાષા પ્રયોગોના સંદર્ભમાં વિલક્ષણતાઓ તેમ જ ભાષાપ્રયોગોની સૂક્ષ્મતાઓ અંગેનાં ચિન્તનેને સમાવેશ થતો હતો. કાળક્રમે વૈદિક પ્રયોગો અને ભાષા પ્રયોગોની ચર્ચાઓ બે વિભાગમાં વિભક્ત બની. એક વિભાગ શિક્ષા અને પ્રાતિશાખ્ય રૂપે અવતાર પામ્ય અને બીજે વિભાગ શબ્દપારાયણ અર્થાત્ શબ્દાનુશાસન રૂપે જાણીતા બન્યો.
ઈસુપૂર્વેની ટ્રી અને પાંચમી સદીમાં વ્યાકરણચર્ચાનું જે વિશાળ રૂપ પ્રકટ થયું તેમાં બે મહાવૈયાકરને ફાળે મહત્ત્વનો છે. એક હતા. આપિશલિ અને બીજા હતાપાણિનિ, વ્યાકરણના પ્રાચીન ઉલેખોમાં આપિશલિના વિધાનો જે સંદર્ભો મળે છે તેમના ઉપરથી સ્પષ્ટ થાય છે કે આપિશાલિની વ્યાકરણ પરંપરા સત્ર, ધાતુ, ગણ, ઉણુદિ, લિંગાનુશાસન અને પરિભાષારૂપે પૂર્ણ હેવી જોઈએ. છૂટાછવાયા ઉલ્લેખ સિવાય આ પરંપરા વિષે કશી વિશેષ માહિતી પ્રાપ્ત થતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org