Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
ભારતીય દર્શનમાં ક્ષવિચાર ન્યાયવૈશેષિકોએ અનિત્ય ગુણેને પુરુષથી અત્યંત ભિન્ન માન્યા છે. છતાં તે ઉત્પન્ન થઈ પુરુષમાં સમવાયસંબંધથી રહે છે. તેથી દુઃખ એ પુરુષનું સ્વરૂપ નથી પણ આવો ગુણ છે. દુઃખની ઉત્પત્તિ થતી તદ્દન બંધ કરી દેવામાં આવે તે પુરુષમાં સમવાય સંબંધથી રહેતા દુઃખને અભાવ થઈ જાય. આ જ મેક્ષ છે.
સાંખ્યના ચિત્તના જે ધર્મો છે તે વશેષિકના પુરુષના વિશેષ ગુણ છે. આ ગુણો નવ છે– જ્ઞાન, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર. આ નવેય ગુણોને અત્યત ઉચ્છેદ મેક્ષ છે. ૬૩ આત્માના આ વિશેષ ગુણોને અત્યન્ત ઉચ્છેદ થવાથી આત્માને પિતાને ઉછેદ થતો નથી, કારણ કે દ્રવ્યરૂપ આત્મા નિર્વિકાર, ફૂટસ્થનિત્ય છે અને તેને તેના વિશેષગુણોથી અત્યન્ત ભેદ છે. આત્માના બધા વિશેષગુણોને જ્યારે અત્યન્ત 3છેદ થાય છે ત્યારે તેનું સ્વસ્વરૂપમાં અવસ્થાન થાય છે. પરંતુ આત્માનું સ્વરૂપ શું ? ન્યાય-વૈશેષિકેએ કહ્યું નથી પણ તેમના આત્માનું સ્વરૂપ પણ સાંખ્યના પુરુષનું જે સ્વરૂપ – દર્શન છે તે હેય. ન્યાયશેષકોને આત્મા ચેતન છે.
ઉપરની ચર્ચા ઉપરથી ફલિત થયું કે મેક્ષમાં આત્માને જ્ઞાન પણ નથી કે સુખ પણ નથી. (અને દર્શનની વાત તે ક્યાંય ન્યાયવશેષિકેએ કરી જ નથી.) ન્યાય-વૈશેષિકોના આવા મોક્ષની કટુ આલેચના વિરોધીઓએ કરી છે. તેઓ કહે છે કે મુક્તિમાં આત્મા સુખ અને સંવેદનથી રહિત થઈ જતો હોય તે એની અને જડ પથ્થરની વચ્ચે શું અંતર રહ્યું ? મુક્ત આત્મા અને જડ પથ્થર બંને સુખ અને જ્ઞાનથી રહિત છે. જે મુક્ત આત્મા જડ પથ્થર જેવો જ હોય તે પછી તે દુઃખ મત છે એમ કહેવાને શો અર્થ ? ૫ આના ઉત્તરમાં ન્યાય-વશેષિકા જણાવે છે ? માણસને એવ’ કહેતા સાંભળ્યો નથી કે પથ્થર દ:ખમાંથી મુક્ત થયો. દુઃખનિવૃત્તિના પ્રશ્ન તે
જેની બાબતમાં દ ૫ત્તિ શકય હોય. પથ્થરમાં ૫ત્તિ શકય જ નથી. તેથી મુક્ત આત્માને પથ્થર સાથે સરખાવો યોગ્ય નથી. વળી, વિરોધીએ આક્ષેપ કરે છે કે જે મુક્ત પુરુષને કંઈ જ્ઞાન ન હોય અને તેને કંઈ સુખ ન હોય તો તેની અવસ્થા મૂછવસ્થા જેવી ગણાય અને મૂછવસ્થાને કાઈ નથી ઈચ્છતું, તો તેને કોણ છે ? આના ઉત્તરમાં ન્યાય-વૈશેષિક જણાવે છે કે બુદ્ધિમાન મનુષ્ય કદીય મૂર્વાવસ્થા નથી ઈચ્છતો એમ માનવું બરાબર નથી. અસહ્ય વેદનાથી કંટાળી બુદ્ધિ. માન મનુષ્ય પણ મછવસ્થા ઈચ્છે છે અને કેટલીક વાર તો આત્મહત્યા કરવા પણ તત્પર થાય છે. ૬૭ વળી, ન્યાય-વૈશેષિક ચિંતકો કહે છે કે સુખ અને દુઃખનિવૃત્તિ બંનેય ઈષ્ટ છે, પુરુષાર્થ છે, પરંતુ બુદ્ધિમાન વ્યક્તિને તે બેમાંથી દુઃખનિવૃત્તિ જ વધુ પ્રિય છે કારણ કે તે જાણે છે કે કેવળ સુખ પામવું અશકય છે, સુખ દુઃખાનુષક્ત જ હોય છે. ૪૮ ન્યાય-વૈશેષિકના આ પ્રસ્થાપિત સિદ્ધાન્ત વિરુદ્ધ નવમી શતાબ્દીના ભાસર્વજ્ઞ નામના નિયાચિકે મેક્ષમાં નિત્ય સુખ અને તેના સંવેદનની સ્થાપના કરી છે.૬૯
જે પુરુષનું સવરૂપ દર્શન હોય તે ન્યાય-વૈશેષિકેએ દર્શનની વાત કેમ ક્યાંય કરી નથી ? આપણે જાણીએ છીએ કે પુરુષના દર્શનને વિષય ચિત્તવૃત્તિઓ છે. ચિત્તને ન માનવાથી ચિત્તત્તિ
નો અભાવ છે, તેથી ન્યાય–વૈશેષિકોના પરષને દશનના વિષયને સદંતર સર્વકાળે અભાવ છે. એટલે ન્યાય-શેષિકોએ દાનની વાત કરી લાગતી નથી. ચિત્તને ન માનવા છતાં વૃત્તિઓ તો ન્યાયવૈશેષિકોએ માની છે. અલબત્ત તે પુરુષગત છે. પુરુષમાં સમવાયર્મબંધથી રહેતી વૃત્તિઓનું દર્શન પુરુષ કરે છે એમ માનવામાં ન્યાય વશેષિકોને શી આપત્તિ છે ? કોઈ આપત્તિ જણાતી નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org