Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
આગમગચ્છીય આ. જિનપ્રભસૂરિકૃત સર્વ-ચિત્ય-પરિપાટી-સ્વાધ્યાય
સંપા, રમણીક મ. શાહ પ્રાચીન ગૂર્જર ભાષામાં ઉપલબ્ધ ચૈત્યપરિપાટી રચનાઓમાં કદાચ આદ્ય રચના કહી શકાય તેવી આ કૃતિ અહીં પ્રથમ વાર પ્રકાશિત થાય છે.
મધ્યકાળમાં રચાયેલી આવી અનેક કૃતિઓની જેમ આમાં કવિનો હેતુ કોઈ એક તીર્થની જ પરિપાટી આપવાનું નથી, પણ અનેક પરંપરામાન્ય પૌરાણિક, અર્ધ ઐતિહાસિક અને કેટલાંક ઐતિહાસિક તીર્થસ્થળોનું માહાસ્ય દર્શાવી, શ્રદ્ધાળુ શ્રા કેના નિત્ય-સ્મરણ માટે “સજઝાય' (સ્વાધ્યાય) રચવાને છે. કર્તાએ આપેલ નામ પણ તેમ જ સૂચવે છે.
આગમગરછીય આચાર્ય જિનપ્રભસૂરિ વિરચિત આ ચૈત્ય-પરિપાટી પાટણના ખેતરવસહી જૈન જ્ઞાનભંડારની એક તાડપત્રીય પ્રત પરથી સંપાદિત કરેલ છે. એને ક્રમાંક ૧૨ (ન ૬) છે. અને તેમાં ૩૫ ૪૫ સે. મી. કદનાં ૨૬૪ પત્રોમાં નાની મોટી કુલ ૫૪ કૃતિઓ લખાયેલ મળે છે. પ્રસ્તુત કૃતિ પત્ર ૨૧૨/૧ થી ૨૧૪૨ સુધીમાં આવેલ છે. પ્રતિ પ્રાયઃ શુદ્ધ છે. આ જ પ્રતિમાં કર્તાની અન્ય ત્રીસેક લઘુ રચનાઓ સંગ્રહાઈ છે. લિપિ પરથી પ્રતિ ચૌદમી સદીની શરૂઆતની હેવાનું અનુમાની શકાય છે.
આ. જિનપ્રભસૂરિની અન્ય ત્રણ કૃતિઓમાં રચના-વર્ષ મળે છે, ' યથા – ૧. મયણ રેહા-સંધિ વિ. સં. ૧૨૯૭ (ઈ. સ. ૧૨૪૧) ૨. વરસામિ-ચરિઉ વિ. સં. ૧૩૧૬ (ઈ. સ. ૧૨૬૦) ૩. નમયાસુંદરિ-સંધિ વિ. સં. ૧૩૨૮ (ઈ. સ. ૧૨૭૨)
આ પરથી તેમના કવનકાળને અંદાજ સ્પષ્ટપણે આવી જાય છે. પ્રસ્તુત ચિત્ય-પરિપાટી કર્તાની પ્રારંભિક રચના હેય તેમ તેની સરળ ભાષા અને તેમાં નિરૂપિત સામાન્ય વિષય પરથી માની શકાય.
આ. જિનપ્રભસૂરિ આગમિક-ગછના દેવપ્રભસૂરિના શિષ્ય હતા અને તેમણે ઉત્તરકાલીન અપભ્રંશ કે પ્રાચીન ગૂર્જર ભાષામાં અનેક નાની નાની પદ્યકૃતિઓ રચી છે – આથી વધારે કેઈ વિગત તેમના વિશે મળતી નથી.
ચિત્ય-પરિપાટીને વિષય સામાન્યતયા જ્યાં જ્યાં જિનચૈત્ય હોય તે તે સ્થળના વર્ણન સાથે વંદન-વિધિ આપવાને હોય છે. અહીં પણ એ જ રીતે કવિ પરંપરાગત અનેક શાશ્વત-અશાશ્વત ચે ગણાવી તે બધાને વંદન કરી કૃતાર્થ થવાને ઉપદેશ આપે છે.
પ્રથમ જિનધર્મને અને જિનવરને જય વાંછી, દુર્લભ મનુષ્ય જન્મ અને તેમાંય જિનધર્મ પ્રાપ્ત કરનાર ભવ્ય આત્માઓને ઉદ્દેશી, સર્વવિરતિ – સંપૂર્ણ મુનિધર્મ ન પાળી શકાય તે દેશવિરતિ એટલે કે આંશિક ધર્મ – શ્રાવક ધર્મ – પાળવાને, જિનપૂજા કરવા અને સુપાત્રે દાન કરવાને બોધ આપે છે. (૧૬)
બાદ ભવનપતિ, વ્યંતર-તિષ, ઊર્વલક, મેરુ પર્વત, ગજદંત, વિષધર, વૈતાઢય, વક્ષષ્કાર,
૧. આમાંની પ્રથમ અને તૃતીય કૃતિના આદિ-અંત માટે જુઓ – “અપભ્રંશ સંધિ કાવ્યો' - સંબોધિ, વર્ષ ૨-અંક-૨, દ્વિતીય કૃતિ હજુ અપ્રકાશિત છે. આચાર્ય જિનપ્રભસૂરિ અને તેમની કૃતિઓને સામાન્ય પરિચય ઉપરોક્ત લેખમાં આ સંપાદકે આપેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org