Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
ઉજજયન્તગિરિનો એક ખંતિ અપ્રકાશિત પ્રશસ્તિલેખ
સંપા, લક્ષ્મણભાઈ ભેજક
લગભગ ૩૨ ૩ ૪ ૨૩ ઈચના કદના પીળા પથ્થર પર કોતરેલ લગભગ છત્રીસેક પંક્તિઓમાં, કલેક-નિબંધ એક મોટી સંસ્કૃતમય પ્રશસ્તિના ચાર ખૂણાના ચાર ટૂકડાઓ શ્રીમધુસૂદન ઢાંકી તથા સાંપ્રત લેખકના સન ૧૯૭૩ના સર્વેક્ષણ દરમિયાન જોવામાં આવેલા. તે પછી પ્રસ્તુત લેખની વાચના કરવાને સન ૧૯૭૭માં તથા તાજેતરમાં પુનઃ પ્રયાસ કરેલો. આ લેખના ખંડે ગિરનાર પરના કહેવાતા કુમારપાળના મન્દિરના પ્રાંગણમાં ઉત્તરની બાજુએ સાચવેલા શિલ્પખંડ સાથે જોવા મળેલા. પ્રશસ્તિને મોટો, હૃદભાગ, નષ્ટ થયે હેઈ ઉપલબ્ધ પદનાં સન્દર્ભ અને સાતત્ય ખંડિત તેમજ લુપ્ત થઈ જવાથી લેખમાં મૂળ હશે તે કેટલીયે મહત્ત્વપૂર્ણ હકીકતાને વિલય થયો છે. વધુમાં શિલાલેખ હવામાં ઘણું વર્ષોથી ખુલે અને ચત્તો પડ્યો રહ્યો હશે તે કારણસર ઉપલબ્ધ ભાગે માંથી કેટલાયે અક્ષરો તદ્દન ઘસાઈ જઈ દુર્વાશ્ય બન્યા છે. ક્યાંક ક્યાંક વળી પથર ટોચાઈ જવાને લીધે અક્ષરો સર્વથા ગાયબ થયા છે. લેખના સંવત-વારાદિ નષ્ટ થયા છે; પણ તિથિ કાર્તિક વદ ૫ ની જણાય છે. અક્ષરો બારમા શતકના લેખોમાં મળે છે તેવા, અને પછી માત્રા યુક્ત લિપિમાં હેઈ, તમજ લેખના ઉપલબ્ધ હિસ્સાઓમાં રાજા કુમારપાળનું નામ ત્રણેક સ્થળે વંચાતુ હેઈ, ને વિશેષમાં પ્રશસ્તિકાર બૃહદ્ગછના વિજયસિંહસૂરિ હેઈ, આ મહત્ત્વપૂર્ણ પ્રશસ્તિલેખ આગળ અવલોકીશું તેમ ચૌલુકયાધિપ કુમારપાળ (ઈ.સ ૧૧૪પ-૧૧૭૫)ના સમયને જણાય છે.
લેખના પ્રારમ્ભના લેકમાં યદુવંશનંદનમણિ, શિવાદેવીનન્દન, રાજમતીવલ્લભ જિન નેમિનાથની લલિત-ગંભીર શબ્દમા સ્તુતિ કરી છે. પછીના વિશેષ ખંડિત લેકમાં “કુમારપાળ નૃપતિ”નું નામ આવે છે. પંક્તિ ૧૩મા રેવતક તથા રૈવતગિરિને ઉલેખ છે. પં. ૧૭માં “કુમારપાળ-ક્ષિતિપાલ” ને ઉલેખ છે; ને પંક્તિ ૧૯માં “કુમાર-નૂપ”ના કોઈ દંડેશ્વર (દંડનાયક)ને નિર્દેશ છે: (નામ ગયું છે; કદાચ ત્યાં ગિરનાર પર સં. ૧૨૨૨-૨૩ (ઈ.સ. ૧૧૬૬-૬૭) પાજા કરાવનાર દંડનાયક આમૃદેવ કિંવા આંબક હેવાને સંભવ છે). પંક્તિ ૨૦માં ગજપદકુંડના ઝરાનો ઉલલેખ છે. પંક્તિ ૨૩માં કઈ જગતસિંહ અને પક્તિ ૨૪માં જસઈલદેવી (?) નું નામ આવે છે. તે પછી પંક્તિ ૩૨ માં કઈ સોમસિંહને ઉલેખ છે. લેખને મુખ્ય ભાગ અહીં ગયેલે હાઈ આ વ્યક્તિઓનો પારસ્પરિક સંબધ તેમ જ તેમના ગિરનાર પર (કદાચ અન્યત્ર પણ) કરાવેલ સુકૃતિ સંબંધમાં કશી ભાળ મળી શકતી નથી. (પં. ૩૩માં “પ્રા” શબ્દ મળે છે.)
| વિજયસિંહસૂરિનું નામ (ખંડિત અવસ્થામાં) પંક્તિ ૩૫માં અને ફરીને પંક્તિ ૩૬માં છે જ્યાં સ્પષ્ટરૂપે બૃહદ્ ગચ્છીય વિજયસિંહસૂરિએ પ્રશસ્તિ ચી તેવો ઉલ્લેખ આવે છે. લેખ કેતરનાર સૂત્રધાર “મેવાડા' જ્ઞાતિને હશે તેમ અંતિમ ત્રુટિત ભાગ પરથી સુચિત થાય છે, જો કે તેનું નામ ઊડી ગયું છે.
પ્રશસ્તિના વધુ નિશ્ચિત સમય વિશે આ પળે વિચાર કરીએ તે બે મુદ્દા તરફ લક્ષ આપવાનું રહે છે. તેમાં પ્રથમ છે વિજયસિંહસૂરિના વિદ્યમાનતાનો કાળ. ઉપલબ્ધ પ્રમાણો અનુસાર વિજયસિંહસૂરિ જયસિંહદેવ સિદ્ધરાજ તેમજ કુમારપાળના સમકાલીન હતા. તેઓ બૃહદ્દગચ્છીય અજિત દેવસૂરિના શિષ્ય હતા. બીજી બાજુ સુવિશ્રુત જિનવર્મપ્રતિબોધ (કુમારપાલપ્રતિબોધ) સં. ૧૨૪૧ (ઈ.સ. ૧૧૮૫) ના કર્તા સોમપ્રભાચાર્યના તેઓ ગુરૂ થાય.' આથી સોમપ્રભાચાર્યના તેઆ વૃદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org