Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
મધુસૂદન ઢાંકી
૨૨૫ બીજા લેખક પ્રતિષ્ઠાસોમના સોમસૌભાગ્યકાવ્ય (સં. ૧૫ર૪/ઈ.સ. ૧૯૬૮)માં થેડી વિશેષ હકીકત નેંધાયેલી છે. ત્યાં કહ્યા પ્રમાણે બિદરના સુલતાનના માન્ય શ્રેષ્ઠિ પૂર્ણસિંહ કોઠાગારિક (અને એમના ભાઈ બંધુરમને) ગુરુવચનથી ગિરનારગિરિ પર ઊચું મંદિર બાંધ્યું. તેમાં ગરછનાથના આદેશથી જિનકીર્તિસૂરિએ પ્રતિષ્ઠા કરી : યથાઃ
श्रीपूर्णसिंहकोष्ठागारिकनामा महेभ्यराट शुशुभे । सुन्दर बिदरनगरे मान्यः श्रीपातसाहि विभोः ॥८१॥ तेन श्रीगुरुवाक्यावर्जितहृदयेन नृणाम् । बधुरमनाख्य बांधव सहितेन नरेन्द्र महितेन ॥८२॥ श्रीमगिरिनारगिरावकारि जिनमंदिरं महोत्तुंग ।
जिनकीर्तिसूरिराजः प्रतिष्ठित गच्छनाथगिरौ ॥८३॥ આ વિધાનથી સ્પષ્ટ છે કે પ્રતિષ્ઠાપક આચાર્ય જિનકીર્તિસૂરિ હતા. અહીં “ગુરુ” શબ્દથી રત્નશેખરસૂરિ વિવક્ષિત હેય; અને “ગરનાથથી કદાચ સમસ્ત તપાગચછના તે સમયના પ્રમુખ આચાર્ય યુગપ્રધાન સોમસુન્દરસૂરિ ઘટિત હેય.
શભશીલગણિ કે પ્રતિષ્ઠા મે મન્દિરના નિર્માણનું વર્ષ બતાવ્યું નથી. પણ રાણકપુરના ધરણવિહારમાં મૂકેલ સં. ૧૫૦૭/ઈ.સ. ૧૪૫૧ના ગિરનાર-શત્રુંજય પટ્ટીમાં ક્રમમાં “કલ્યાણત્રય”ના જિનાલય પછી “પૂનસી વસતી” બતાવી છે; આથી આ પૂના કોઠારીનું પ્રસ્તુત જિનાલય તે સમયથી કેટલાક વર્ષ પહેલાં બની ચૂકયું હશે. આ પૂનસી-વસતીના ગૂઢમંડપના મહાવિતાનનાં આકૃતિ, પ્રકાર અને પ્રણાલિ ગિરનાર પરની “ખરતરવસહીના ત્રણ મોટાં કરાટકના કરનાર શિપીઓની પરિપાટીની લગોલગનાં હેઈ, અને પ્રસ્તુત ખરતરવસહી પણ ઈ.સ. ૧૪૪૧ પહેલાં બની ચૂકી હોઈ, પૂનસીવસતીનું નિર્માણ પણું ઈ.સ૧૪૪૧થી અગાઉ થઈ ગયું હશે. પૂનસી-સહીની ઉત્તરે આવેલ કલ્યાણત્રયના મંદિરનો ઉદ્ધાર અમદાવાદના સુલ્તાન અહમદશાહ-માન્ય એસવાલ શ્રેષ્ઠિ સમરસિંહે સં. ૧૪૯૪/ઈ.સ. ૧૪૩૮માં કરેલ. જેમાં પણ પ્રતિષ્ઠાપક આચાર્ય હતા જિનકીર્તિસૂરિ ! આ હકીક્ત ધ્યાનમાં લઈએ તો એ જ સમયે જિનકીર્તિસૂરિએ પૂનસવસહીમાં પણ પ્રતિષ્ઠા કરી હોવાનું ધારી શકાય. આથી આ કહેવાતું “કુમારપાળ'નું મંદિર વસ્તુતયા ઈ.સ. ૧૪૩૮માં બન્યું હતું, અને તેના કારાપક સોલંકી સમ્રાટ કુમારપાળ નહીં પણ બિદરના પૂર્ણસિંહ કાષ્ઠાગારિક ઉફે પૂનસી કોઠારી હતા,
મંદિરમાં આજે ધ્યાન ખેંચે તેવી કોઈ વસ્તુ હોય તે તે ગૂઢમંડપને લગભગ ૨૦ ફીટના વ્યાસને વિશાળ કોટક (ચિત્ર ૨).
તેમાં નીચે રૂપકંઠ પછી ગાજતાળુના થરે કરી, તેના પર નવખંડા કેલનાં ત્રણ થરો અને વચ્ચે મોટા માનની અણીદાર-જાળીદાર કેલનાં પાંચ થરવાળી પુ૫ખચિત અને પકેસરયુક્ત ચેતોહર, ખરે જ બેનમૂન પદ્ધશિલા કરેલી છે, જેની ગણના પશ્ચિમ ભારતના પંદરમા શતકના સર્વોત્તમ ઉદાહરણેમાં થઈ શકે તેમ છે. ખરતરવસહીના વિતાનની પદ્ધશિલા કરતાં આમાં એક થર વિશેષ છે તે વિશેષ પ્રભાવશાળી જણાય છે. ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org