Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
ગિરનારસ્થ “કુમારવિહારની સમસ્યા
મધુસૂદન ઢાંકી
ઉજાતગિરિ પર મુખ્ય જૈન દેવળ ધરાવતી હારની ઉત્તર સીમા પર આવેલું છેલ્લું મંદિર “કુમારવિહાર”ના નામે હાલ કેટલાક દશકાથી પ્રસિદ્ધિમાં છે. ગુજરાતના ઇતિહાસાદિ વિષયના વિદ્વાનો પણ ગિરનાર પર સોલંકી રાજ કુમારપાળે “કુમારવિહાર' બંધાવ્યાને (કોઈ પણ પુરાણું આધાર સિવાય) ઉલ્લેખ કરે છે. કુમારપાળના આદેશથી શ્રીમાલી રાણિગના પુત્ર સેરઠના દંડનાયક અબાક કિંવા આમ્રદેવ દ્વારા સં. ૧૨૨૨-૨૩/ઈ.સ. ૧૨૬૬-૬૭માં ગિરિ પર ચઢવાની પઘા (પાજા) બંધાવેલી એવા તત્કાલીન સાહિત્યિક ઉલલેખો અને અભિલેખે મોજૂદ છે. પણ સમકાલિક વા સમીપકાલિક કોઈ લેખકે (પૂર્ણતલગરછીય હેમચન્દ્રાચાર્ય વા રાજગ૭ીય સોમપ્રભાચાય) કુમારપાળે ઉજજ્યન્તગિરિ પર જિનચૈત્ય બંધાવ્યાનું કહેતા નથી. તે પછી જોઈએ તે મન્ચીદય વસ્તુપાળ-તેજપાળે ગિરિ પર ઈ.સ. ૧૨૩૨–૧૨૩૪માં નવાં મંદિરે રચેલાં; જે જિનાલયે તેમના કાલ પૂર્વે રચાઈ ગયેલાં (જેમ કે તીર્થાધિપતિ જિન અરિષ્ટનેમિ અને શાસનાધિષ્ઠાત્રી અબિકાદેવી), તેને અનુલક્ષીને તેમણે કંઈને કંઈ સુકૃત કરાવેલું; પણ “કુમારવિહાર”માં તેમણે કશું કરાવ્યું હેવાની નેંધ તેમના સમકાલિક લેખેઠે-નાગેન્દ્રગીય ઉદયપ્રભસૂરિ, હર્ષપુરીયગાછીય નરેન્દ્રપ્રભસૂરિ, ભગુપુરીયા જયસિંહસૂરિ, કવિ સોમેશ્વર, કવિ અરિસિંહ ઠકકુર અને કવિ બાલચન્દ્ર,–વા ઉત્તરકાલીન લેખકો જેવા કે નાગેન્દ્રગરીય મેરૂતુંગાચાર્ય (પ્રબંધચિંતામણિ ઈ.સ. ૧૩૦૫), હર્ષપુરીયગ૨છીય રાજશેખર સૂરિ (પ્રબંધકેશર ઈ.સ. ૧૪૪૧) પણ આ કશે જ ઉલ્લેખ કરતા નથી. આ સિવાય કુમારપાલ સમ્બદ્ધ લખાયેલા ચૌદમા શતકના પ્રબન્ધ–કુમારપાલચરિત (તપગચ્છીય જયસિંહરિ: ઈ.સ. ૧૩૮૬), કુમારપાલ-ભુપાલ-ચરિત (તપગચ્છીય જિનમંડન ગણિઃ સં. ૧૪૯૨ ઈ.સ. ૧૪૩૬), કે કુમારપાલચરિત્રસંગ્રહમાં પ્રકટ થયેલ કુમારપાલ સમ્બદ્ધ ચૌદમા શતકમાં રચાયેલ જુદા જુદા પાંચેક વિસ્તૃત પ્રબન્ધામાં પણ આવી કોઈ જ વાત નેંધાયેલી નથી. ગિરનાર તીર્થ સમ્બદ્ધ જે સાહિત્ય ઉપલબ્ધ છે, અને નવું પ્રકાશમાં આવી રહ્યું છે, તેમાં પણ ગિરનાર પર કુમારવિહારને ઉલ્લેખ નથી. જેમકે નાગેન્દ્રગથ્વીય વિજયસેનસૂરિને રેવંતગિરિ-રાસ (આઈ.સ. ૧૨૩૪), તપાગરછીય ધર્મષસૂરિને ગિરનારકપ (આ.ઈ.સ.૧૨૬૪), રાજગછીય જ્ઞાનય% તેમ જ અજ્ઞાતણછીય વિજયચન્દ્ર કૃત રૈવતગિરિતીર્થ પર રચાયેલાં (અહીં પ્રકાશિત) સંસ્કૃત સ્તોત્રો (આઈ.સ. ૧૩૨૦-૧૩૨૫), ખરતરગચ્છીય જિનપ્રભસૂરિના કલ્પપ્રદી૫ અન્તર્ગત “રેવતકગિરિકલ્પ સંક્ષેપ”, “શ્રીઉજયન્તસ્તવ”, “ઉજજ્યન્ત મહાતીર્થકલ્પ” અને
રૈવતકગિરિક૫” (ઈ.સ. ૧૯૩૫ પહેલાં), ઉપદેશગીય કકસૂરિના નાભિનન્દન જિદ્ધારપ્રબધા (ઈ.સ. ૧૩૩૭), કે ચૌદમા શતકના ઉત્તરાર્ધથી લઈ સળમાને આરંભ સુધી જૂની ગુજરાતીમાં રચાયેલ ગિરનારતીર્થને આવરી લેતી અનેક તીર્થ માળાઓ, ચૈત્યપરિપાટીઓ, વિવાહલા, રાસ, સભા રચનાઓમાં કયાંય પણ કુમારવિહારને જરા સરખે પણ નિર્દેશ નથી.
આ અતિ વિપુલ નકારાત્મક પ્રમાણને ધ્યાનમાં રાખીએ તો ગિરનાર પરના મંદિરને “કુમારવિહાર” કહેવું એ તે નરી બ્રાન્તિ છે! આ પશ્ચિમમુખ મંદિરને મૂળપ્રાસાદ, ગૂઢમંડપ અને મૂળ જૂનાને સ્થાને આધુનિક રંગમંડપ છે. એને ફરતી ૭૨ દેવકુલિકાઓ હતી, પણ તે નષ્ટ થઈ છે. મૂળ મંદિરનાં ઘાટડાં, કરણી અને રૂપકામ પંદરમાં શતકનાં છે. અને ગૂઢમંડપને “કોટક' પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org