Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
૨૨૪
ગિરનાસ્થ કુમારવિહારની સમસ્યા પંદરમા શતકની શૈલી બતાવે છે. આથી એક વાત તે સ્પષ્ટ જ છે કે આને નિર્માતા પંદરમાં શતકમાં થયો હે જોઈએ.
આ સમસ્યાના ઉકેલમાં પંદરમાં શતકમાં રચાયેલું કેટલુંક સાહિત્ય સહાયભૂત થાય છે; ખાસ તો એ સમયમાં, પંદરમા શતકના મધ્યભાગ અને ત્રીજા ચરણમાં, રચાયેલી તીર્થમાળાએ અને ચૈત્યપરિપાટીઓ. તીર્થાધિપતિ જિન અરિષ્ટનેમિના મંદિર પછી ખરતરવસહી, અને તે પછી કલયાણત્રય બાદ વાંદવામાં જે ક્રમમાં આખરી મંદિર આવતું તેના વિષયમાં ત્રણેક પરિપાટીઓમાં ઉપયોગી નોંધ મળે છે. આ સૌમાં તે સ્પષ્ટ રીતે કહ્યું છે કે તે પૂનસીહ (પ્રકારાન્તરે પૂનસી, પૂનઈ) કોઠારીએ સ્થાપેલ શાંતિ જિનેન્દ્રનું ૭ર દેવકુલિકાયુક્ત મંદિર છે. જેમકે તપાગચછીય હેમહંસ કૃત “ગિરનાર ચૈત્યપરિપાટી” (આ. સં. ૧૫૧૫/૧૪૫૯'માં નેધ્યું છે કેઃ
કોઠારિઅ પૂનસીડ તણુઈ સિરિ સંતિ જિદિ ૨૮.
એ જ પ્રમાણે વૃદ્ધતપાગચ્છીય રત્નસિંહસૂરિશિષ્યની “ગિરનાર તીર્થમાળા” (ઈ. સ.૧૪૫૩/ પશ્ચાત)માં પણ એવી જ મતલબનું લખ્યું છે, જે કે છપાયેલે પાઠભ્રષ્ટ છે. ત્યાં વિશેષમાં મંદિરને ફરતી ૭૨ દેહરીની પણ નોંધ છે; યથા : એક (મનામ? પૂનસી) કે (તા? ઠા)રી વસહી
સંત નમિ સવઈ સારી
બહુતરિ દેહરી દેવ ૧૯ તે પછી સંધપતિ શવરાજની યાત્રા વર્ણવતી અજ્ઞાત ક ક “ગિરનારમૈત્યપરિપાટી”માં પણ આ જ વાત સ્પષ્ટતા પૂર્વક કહી છે?
બહુત્તિરિ જિલઈ શાંતિ આરાહુ
પુનઈ કોઠારી થાપી એ ૩૧ આ પૂનસી કે પૂના કોઠારી દેણ હતા તેની સ્પષ્ટતા બે તપાગચ્છીય મુનિઓની રચનામાંથી મળે છે. તપાગચ્છીય લક્ષ્મીસાગરસૂરિશિષ્ય શુભાશીલગણિના -પંચાલતીપ્રબોધસમ્બધ (સં.૧૫૨૧/ ઈ.સ. ૧૪૬૫)માં બે સ્થળે આ મંદિરના નિર્માતા સમ્બદ્ધ ઉલલેખ પ્રાપ્ત છે. જેમકે [ક્રમાંક ૫૬૪] “શ્રીમુનિસુન્દરસૂરિ સમ્બન્ધ”માં કહ્યું છે કે (તપાગચ્છીય) જયચંન્દ્રસૂરિના શિષ્ય રત્નશેખરસૂરિ થયા. તેમના સમયમાં પૂણસિંહ કેષ્ઠગારિક તથા સંઘપતિ (થા ધા કે ગિરિનારગિરિ પર પ્રસાદે કરાવ્યાં અને ત્યાં બિબ પ્રતિષ્ઠા કરી. સમ્બન્ધ ક્રમાંક ૩૪૬નું તે શીર્ષક જ આ હકીકત સૂચવે છે. “પૂનસિંહ કોઠાગારિકકારિતગિરનાર તીર્થપ્રાસાદ સંબંધ?” શીર્ષક છે ત્યાં આ પ્રમાણે નોંધ્યું છે:
तपागच्छाधिराजश्रीरत्नशेखरसूरीणामादेशात् श्रीगिरनारतीथे' पूनसिंह कोष्ठागारिको महान्त प्रासाद कारयामास ।
तत्र श्रीऋषभदेव प्रतिष्ठियत् । तत्र बहुलक्षटंकधनव्ययः । ચિત્યપરિપાટીકારે પૂનાસી વસહીમાં જ્યાં શાતિનાથની પ્રતિષ્ઠા હેવાનું કહે છે ત્યાં શુભશીલ ગણિ ઋષભદેવ મૂલનાયક હેવાની વાત કરે છે જે કદાચ સ્મૃતિ દોષને કારણે હેય. પ્રસ્તુત પ્રસાદ તપાગચ્છીય રત્નશેખરસૂરિના ઉપદેશથી બંધાયો હતો તેથી વિશેષ હકીકત અહીં મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org