Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
મધુસૂદન ઢાંકી-લક્ષ્મણ ભેજક
૧૮૫
(૩) તીથપતિ જિન નેમિનાથની પશ્ચિમ તરફની ભમતીમાં વેત આરસના નદીશ્વરપટ્ટ (ચિત્ર ૧) પર બે પંક્તિમાં આ લેખ કોતરાયેલે છે; યથાઃ [प. १] ९ स. १२८२ फागुण व र शुक्र प्राग्वाट ठ. राजपालसुत मह. धांधलेन बांधव उदयन __ वाघा तथा भार्या सिरीसुत सूमा सोभा सीहा आसपाल तथा सुता जाल्ह नासु प्रभृति
निजगोत्रमात्रुय श्रेयसे नदीश्वरजिनबिम्वा[प.२] नि कारापितानि ॥ बृहद्गच्छीय श्रीप्रद्युम्नसूरि-शिष्यः श्रीमानदेवसूरिपदप्रतिष्ठित श्री
जयानदसूरिभिः प्रतिष्ठितानि । छ । शुभं भवतु ||
पुरुषमूर्ति
मह. धांधलमूर्तिः ૪. સૂતા પહું.
धांधलभार्या मह. सिरीमूर्तिः । ઈ.સ. ૧૨૩૬ના તુલ્યકાલીન આ લેખમાં ઉલિખિત મહે. ધાંધલ (જેઓ કદાચ મંત્રી મુદ્રા ધારણ કરતા હશે), તેમના વિશે વિશેષ માહિતી હાલ તે ઉપલબ્ધ નથી.
(૪)
રેવતાચલાધીશ નેમિજિનના મંદિરની ઉત્તર તરફની ભમતીમાં અને ઉત્તર નિગમ-પ્રતિલીની ભમતીમાં પડતી ભિંતને અઢેલીને લગાવેલ વીસ વિહરમાન જિન'ના મનાતા પટ્ટની નીચે આ પ્રમાણે ત્રણ પંક્તિમાં લેખ કર્યો છે. (ચિત્ર ૨). આ લેખની અપૂર્ણ વાચન સારાભાઈ નવાબે છપાવેલી છે. ૫ અહીં અમે તે લેખને ઉપલબ્ધ પૂરો પાઠ આપીએ છીએ
स. १२९० आषाढ श्र ८ भोमे प्रोग्वाट ठ. राजपाल ठ. देमति सुत मह. धांधलेन स्वभार्या मह. सिरी [१] तत्पितृतः कान्हड ठ-णू सुत सूमा सोमा सीहा आसपाल सुता जाल्ह રૂપિણિ મસ્તરા શ્રીમુ + [૨] [સમેતશિરપટ્ટ] રતિઃ પ્રતિષ્ઠિત શ્રી કિશાનંદજૂર]મિ [૩]
આ પદના કારાપક, આગળ અહીં આઠ વર્ષ અગાઉ નંદીશ્વર દ્વીપ પટ્ટ સ્થાપનાર, મહત્તમ ધાંધલ અને તેમને પરિવાર છે; આગળ લેખાંક “જ'માં કહેલ કેટલાકનાં નામો અહીં પણ મળે છે. પ્રતિષ્ઠાપક આચાર્ય અગાઉ કહ્યા છે તે જયાનંદસૂરિ હશે તેવું અમારું અનુમાન છે. પટ્ટ જો કે તેમાં કંડારેલ વીસ જિનની સંખ્યાને કારણે વીસ વિહરમાન (સીમંધરાદિ મહાવિદેહ ક્ષેત્રના પ્રર્વતમાન) જિન હોવાનું માની લેવામાં આવ્યું છે; પણ બે કારણસર અમને તે સમેતશિખરને પટ્ટ હેવાનું લાગે છે. તેમાં પહેલું એ કે અંકિત વીસ જિનેમાં ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથ (નાગફણા-છત્રાંકિત) છે; અને પ્રત્યેક જિનને શિખરયુક્ત પ્રાસાદમાં પ્રતિષ્ઠિત હોય તેમ દર્શાવ્યા છે, જે તેમની મૂર્તિઓની સમેતશિખર પર મુક્તિ પામેલ ૨૦ જિનોના દેવકો વિશે સ્થાપનાને ભાવ રજૂ કરે છે. આ તો લક્ષમાં લઈ અમે પંક્તિ બેમાં સંદર્ભગત સ્થાને ખૂટતા આઠ અક્ષરે “સમેતશિખરપટ્ટ' હશે તેમ માન્યું છે.'
બનને લેખોમાં અપાયેલી કારાપક સંબંધી માહિતી એકઠી કરતાં આ પદે સ્થાપનાર મહત્તમ ધાંધલનું વંશવૃક્ષ નીચે મુજબ આકારિત બને છે:
૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org