Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
૨૨૦
ઉજ્વતગિરિની ખરતર-વસહી વાળા યાત્રી-મુનિ “સમેતશિખર' કહે છે. ઉત્તર ભદ્રપ્રસાદ-સ્થિત આ રચના આરસ નીચે દબાઈ ગઈ હેય અસલી વાત શું હશે તેને નિર્ણય થઈ શકે તેમ નથી.
મ દિર જેકે ખરતરગચ્છીય ભણસાળી નરપાળ સંઘવીએ કરાવ્યું છે, પણ કર્ણસિંહના કથન અનુસાર ત્યાં કોઈ મંદિર અગાઉ હતું અને આ નવું મંદિર એથી જૂનાના સમુદ્વાર રૂપે કર્યાનું માનવું રહ્યું. વળી અંદરની પિત્તળના મૂલનાયકવીરની પ્રતિમા એ કાળે સંપ્રતિ રાજાની લેવાની માન્યતા હતી. એટલે મૂર્તિ નરપાલ સાહના સમયથી જની તો ખરી જ હું માનું છું કે આ મંદિરને સ્થાને અસલમાં મગ્નીશ્વર વસ્તુપાલ કારિત “મહાવીર”નું મંદિર હતું; (વસ્તુપાલે ગિરનાર પર આદિનાથ [વસ્તુપાલ-વિહાર] ઉપરાંત (સ્તમ્ભપુરાવતાર) પાર્શ્વનાથ તથા (સત્યપુરાવતાર) મહાવીરનાં મંદિરે કરાવેલાં) જેની નૈધ સમકાલિન લેખક હર્ષપુરીચગછના નરેન્દ્રપ્રભસૂરિએ લીધી છે.૧૨ કર્ણસિંહના કથન અનુસાર ત્યાં આગળની (માલા-ખાડ નામની) ખાડ પૂરીને (બિલકુલ ઘેર રહેલા) દુષમ ભવનને “ઉદ્ધાર” કરાવેલ. સંપ્રતિ રાજાની કરાવેલ કે લાવેલ મૂર્તિ હેવાની વાત પંદરમાં શતકમાં વહેતી થઈ હશે. ઈસ્વીસનની ૧૪મી શતાબ્દીના પૂર્વાર્ધમાં ખરતરગચ્છીય જિનપ્રભસૂરિની ગિરનાર સમ્બદ્ધ જુદી જુદી ચાર રચનાઓમાં, એમનાથી પહેલાં તપગચ્છીય ધમકીર્તિગણિ (પછીથી ધર્મઘોષસૂરિ)ના ગિરનારકલ્પ (આ. ઈ.સ. ૧૨૬૪) અંતર્ગત, કે નાગેન્દ્રગથ્વીય વિજયસેન સૂરિના રેવંતગિરિરાસ, (ઈ.સ. ૧૨૩૨ બાદ)માં આને સ્પર્શતો કોઈ જ ઉલ્લેખ નથી. | ગુજરાત-રાજસ્થાનના ઉત્તર મધ્યકાલિન જૈન મંદિરના સર્વેક્ષણ દરમિયાન જોવા મળે છે કે ખરતરગચ્છમાં મંદિરોની રચના વિન્યાસ તરફ, અને તેને સુરુચિપૂર્વક આભૂષિત કરવા પરત્વે ખૂબ કાળજી લેવાઈ છે. શત્રુંજય પરની ખરતરવસહી (આ. ઈ.સ. ૧૩૨૦-૨૪), મેવાડમાં દેલવાડા (દેવકુલપાટક)ની ખરતરવસહી (૧૫મા શતકને પ્રારંભ), રાણકપુરની ખરતરવસહી (પાર્શ્વનાથ જિનાલય-૧૫મા સૈકાને મધ્યભાગ), અને આ ગિરનાર પરની ખરતરવસહી તેનાં જવલંત ઉદાહરણ છે. પાદટીપે ૧. આ પટ્ટ પદ વિસ્તૃત વિવેચન હું અન્યત્ર કરી રહ્યો છું. ૨. (સ્વ.) મુનિ દર્શનવિજયજી લખે છે: “આ ટૂંક શ્રી સિદ્ધરાજના મંત્રી સજજને બંધાવેલ છે.
ગૂર્જરાધીશ સિદ્ધરાજે સજજનને સૌરાષ્ટ્રને દંડનાયક નીમ્યો હતો. તેમણે સૌરાષ્ટ્રની ત્રણ વર્ષની ઉપજમાંથી ગિરનાર પર સુ દર જીર્ણોદ્ધાર કરાવ્યું. ત્રણ વર્ષની ઉપજ સિદ્ધરાજને ન મળવાથી તે ગુસ્સે થઈ જૂનાગઢ આવ્યું. સજજને જુનાગઢ અને વંથલીના શ્રાવકો પાસેથી ધન મેળવી સિદ્ધરાજને ચરણે ધયું અને કહ્યું કે જોઈએ તો જીર્ણોદ્ધારનું પુણ્ય હાંસલ કરે અને જોઈએ તે ધન . રાજા સત્ય હકીક્ત જાણું અત્યંત ખુશી થયો. બાદ આવેલા ધનથી શ્રાવકના કહેવાથી સજજને આ મેરકવશી ટૂંક બનાવી.” (જૈન તીર્થોને ઇતિહાસ, શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા : પુ૫ ૩૮મું, અમદાવાદ ૧૯૪૯, પૃ. ૧૨૨.) સ્વ, મુનિશ્રીની પહેલી વાતને તે પ્રબોને આધાર છે, પણું સજજને પ્રસ્તુત દ્રવ્યથી આ મેરકવશીનું મંદિર બંધાવ્યાનેય કયાંય જ ઉલેખ નથી.
પં. અંબાલાલ પ્રેમચંદ શાહે “મેલક વસહી”ની ચર્ચા કરતાં આ જ સજજન મંત્રી વાળી વાત (સાચી અને પરિકૃત ગુજરાતીમાં) જણાવી છે; પણ તેઓની પાસે એને લગતું કોઈ પ્રમાણ નહોતું; આથી સાવચેતી ખાતર એમણે લખ્યા બાદ ઉમેર્યું કે “..એવી લોક માન્યતા છે. કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org