Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
મધુસૂદન ઢાંકી-લક્ષ્મણ ભેજક
૨૦૧ (સ્વ.) મુનિ જિનવિજયજીએ૩૪ તથા સ્વ. રામલાલ મેદીએ ૩૫ (અને કંઈક અંશે મેહનલાલ દલિચંદ દેશાઈએ ) ઉદયન મંત્રીના વંશ વિષે વિસ્તારપૂર્વક અને ઉપયોગી ચર્ચા કરેલી હોઈ અહીં તે વિષે પુનરુક્તિ અનાવશ્યક છે. પણ પ્રતિષ્ઠાપક આચાર્ય વિષે એ ત્રણે વિદ્વાને જ નહીં મૂળ સંપાદક બજે સે, તેમ જ ડિસકળ કરે પણ, મૌન સેવ્યું છે; તેથી અહીં તેમને વિષે કંઈક કહેવા ધાયું છે. મહત્તમ ધાંધલે કરાવેલ અને પ્રસ્તુત જયાનન્દસૂરિએ પ્રતિષ્ઠિત કરેલ, નેમિનાથ મન્દિરની ભમતીના નન્દીશ્વરપટ્ટના સં.૧૨૮૨/ઈ.સ.૧૯૨૬ના લેખમાં એ જ ગુર્નાવલિ આપેલી છે.૩૭ જયાનન્દસરિના ગુરુના ગુરુ પ્રધુમ્નસૂરિ તે જ છે કે જેમણે વાદસ્થલ નામક ગ્રન્થમાં આશાપલ્લીના ઉદયનવિહારની પ્રતિમાઓ યતિ દ્વારા પ્રતિષ્ઠિત થયેલી હેઈ અપૂજ્ય હોવાના ખરતરગચ્છીય અભિપ્રાય સામે બચાવ કરેલ. પ્રદ્યુમ્નસૂરિ બૃહદ્ગછીય સુવિશ્રુત વાદીન્દ્રદેવસૂરિના શિષ્ય મહેન્દ્રસૂરિના શિષ્ય હતા. અને આશાપલ્લીને ઉદયનવિહાર સાથે સંકળાયેલા હોય તેમ લાગે છે. કદાચ તે જ કારણસર ઉદયન મન્ત્રીના પ્રપૌત્રાને પણ પ્રદ્યુમ્નસૂરિની શિષ્યશાખા પ્રતિ પરમ્પરાગત ભક્તિભાવ અને અનુરાગ રહ્યાં છે, જેને કારણે પ્રસ્તુત શાખાના જયાનન્દસૂરિએ ગિરનાર પરની સામતસિંહ-સલક્ષણસિંહ દ્વારા કારિત પાર્શ્વનાથના મંદિરની પ્રતિષ્ઠાવિધિ સમ્પન્ન કરી હેય. ગિરનારના આ પરિવારના ખંડિત પ્રશસ્તિ લેખમાં વળી પ્રતિષ્ઠા કરાવનાર આચાર્ય રૂપે જયાનન્દસૂરિના પટ્ટધર દેવસૂરિનું નામ છે. કદાચ આ પ્રશસ્તિલેખ પાર્શ્વનાથ જિનાલયને બદલે ગિરનાર પર ઉદયન મંત્રી પરિવારે કરાવેલ કોઈ બીજા મંદિરના ઉપલક્ષમાં હેય. સાહિત્યિક તેમજ અભિલેખીય પ્રમાણેના આધારે ગિરનાર પરના સંબંધ કર્તા બૃહદ્ગછીય પ્રતિષ્ઠાપક આચાર્યોની ગુર્નાવલિ નીચે મુજબ બને છે;
બૃહદ્ગછ (વાદીન્દ્ર દેવસૂરિ)
(મહેન્દ્રસૂરિ)
પ્રદ્યુમ્નસૂરિ
માનદેવસૂરિ
જયાનન્દસૂરિ (સં.૧૨૮૨ (ઈ.સ.૧૩૨૬; સં.૧૩૦૫/ઈ.
સ. ૧૨૪૮)
(દ્વિતીય) દેવસૂરિ (લેખની મિતિ નષ્ટ)
તીર્થાધિપતિ ને મીશ્વરના મંદિર-સમુદાયના દક્ષિણ દ્વાર સમીપની પશ્ચિમ તરફની દેહરીની અિંતમાં લગાવેલ આ ખંડિત લેખની પ્રથમ વાચના બસ કઝિન્સ, ૮ અને ફરીને ડિસાળકર દ્વારા થયેલી છે. લેખ ચુડાસમા સમય, રાજ મહીપાલદેવના સમયને છે; જે પ્રસ્તુત રાજા મહિ૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org