Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
૨૧૬
ઉજ્જયન્તગિરિની ખરતર-વસહી
૨૨માં આવા કાલની સંખ્યા વધારીને પાંચ અને ચારને ગુરુ લઘુ ક્રમ પ્રયોજયા છે અને તેમાં છેલ્લે ફરતાં અકાલની હાર કરી છે. કાલના સંધાન ભાગે છ પાંખડીવાળા બહુ જ સરસ સદાસેાહાગણુનાં, સજીવ ભાસતાં, મેટાં ફૂલે છાંટેલાં છે, જેમાંનાં ઘણાખરાં દુર્ભાગ્યે ખડિત થયાં છે. આ પ્રકારના છન્દવિન્યાસનું આગળ વધેલું દૃષ્ટાન્ત તે કાલને સ્થાને, ૧૧૪=૯૯ કુંજરક્ષા સમતલમાં ઉતારીને, તેના સંધાનભાગ ચાર પાંખડીઓનાં પુષ્પથી ભરી લીધા છે. (ચિત્ર ૨૪). એ જ હૈતવ (motif) અને ન્યાસનુ' ઝીણવટ ભર્યું, પરિવર્તિત રૂપ ચિત્ર ૨૫માં બતાવેલ સમતલ વિતાનમાં જોવા મળે છે. ત્યાં છેવટે ફરતી મણિપટ્ટી કાઢી છે.
ચિત્ર ૨૬માં કરીને ચેખડા કેાલના ૫૪૪ના વિન્યાસે કરેલ સમતલ વિતાનમાં ગાળે ગાળે તુહલથી સીમિત કરેલ મેટાં પદ્મપુષ્પા ડાંસ્યાં છે.
ભમતીના બિલકુલ નૈઋત્ય ખૂણામાં રહેલા (ચિત્ર ૨૭) કાલના ઘટતા ક્રમમાં ઊંડા ઉતરતા જતા ચાર થાથી સર્જાતી ચાર ઉક્ષિપ્ત લૂમાએના સયેાજનથી રચાતા આ પદ્મક-નાભિચ્છન્દ જાતિના વિતાન તા સેાલકીયુગના કાગિરાને પણ સ્તબ્ધ કરી દે તેવા છે. પ્રત્યેક લૂમાની નાભિમાંથી નીકળતા અણુિદાર પાંખડીનાં પદ્મફૂલ, અને છતના વચલા, ઊયકાઈ આવતા ભિ દુમાં કરેલ કામળ પાંખડીએથી સર્જાતાં કમળફૂલ, તેમ જ કણુ ભાગે ગ્રાસનાં મુખે અને ભદ્રભાગે ચંપાના પાનથી સાહતા આ વિતાન પંદરમા શતકના સજ્જનામાં તે બેજોડ કહી શકાય તેવા છે.
કાલના થરાના ઊંડા ઉતરતા જતા વિન્યાસથી સર્જાતા એક ક્ષિપ્ત-નાભિચ્છન્દ જાતિના વિરલ વિતાનનું દૃષ્ટાન્ત ચિત્ર ૨૮માં જોવા મળશે. બહુભ'ગી કાલના એક પછી એક, ક્ષયક્રમથી, અંદર ઊતરતા જતા કુલ અગિયાર જેટલા થરોથી સર્જાતા આ વિતાનની તા સેાલ કી કાળમાંયે જોડી જડતી નથી ! મન્ત્રીશ્વર ઉદયનના પુત્ર આપ્રભટ્ટ દ્વારા નવનિમિત શકુનિકાવિહાર (ઈ.સ. ૧૧૬૬)માં આવા સિદ્ધાન્ત પર રચાયેલા અને ધણા માટા વિતાના હતા; (હાલ તે ભરુચની જુમા મસ્જિદમાં છે); પશુ તેમાં પણ આટલા બધા પડા યુક્ત અને આવડી સંખ્યામાં થરા લેવાનું સાહસ શિલ્પીઓએ કર્યુ હોવાના દાખલા જાણુમાં નથી. ઘડીમાં વાદળાંના પટલને પેલે પાર રહેલ લેાકાલેકને પાર પામવા મથતા લાગે, તેા ધડીમાં પાતાળ-પાણીમાં બાઝેલ શેવાળના એક પછી એક થી વીંધીને તળિયાને આંબવા યત્ન કરતા હોય એવા વિતાનનું સમગ્ર ભારતમાં આજે તે આ માત્ર દૃષ્ટાન્ત છે !
વસ્તુપાળ-તેજપાળના સમયના, ભાતિગળ અને અતિરિક્ત સૂક્ષ્માતિસૂક્ષ્મ કારણી કરનાર શિલ્પીએ પશુ જેના વખાણ કરે તેવા એક પદ્મનાભ જાતિના ચેતાહર વિતાન ચિત્ર ૨૯માં રજૂ કર્યો છે. આની રચનામાં સૌ પહેલાં તા ભારાટથી ઊંડા ઊતરીને સદા સેાહાગણના ચેતનથી ધબકતાં, ફૂલાની કિનારી કરી, અંદર ચતુર છન્દમાં ગુજતાલુના થરવાળા, પછી વિશેષ ઊંડા ઉતારેક ચેરસી ન્યાસ કાલને થર લઈ, અંદર બનતા ભાંગાયુક્ત ક્ષેત્રમાં ચાર મૂળવાળી, બહુભંગી, ચાર ઉક્ષિપ્ત લૂમાના સયાજન, અને વચ્ચે ડૂબકી દેતી ક્ષિપ્ત લૂમાના આવિર્ભાવથી પ્રગટતા આ મનારમ વિનાનનાં મૂળ તા સાલકીકાળમાં છે; પણુ દળદાર ચેાટદાર કલ્પનામાં તા આની સામે આબૂ-દેલવાડાની જગવિખ્યાત વિમલવસહીના સૂત્રધારા પશુ એક કાર ઊભા રહી જાય; અને તાકાતને ભેગ આપ્યા સિવાય નિપજાવેલી સમગ્ર ઘાટની મુલાયમ સફાઈ, લૂમાના ઉપસતા કેન્દ્રના કમળામાં અણુિદાર પાંખડીઓમાં સિફતથી ઉતારવામાં આવેલ કુમાશ, અને સાહજિક સજીવતાની સામે તા આરાસણુના રસને મીજીની જેમ પ્રયોજી જાણનાર, દેલવાડાની લૂણુવસહીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org