Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
શ્રી ગિરનાર ચેન્ન પરિવાડી
સં, મધુસૂદન ઢાંકી-વિધાત્રી વોરા ઉજજયન્તગિરિનાં મંદિરે અનુલક્ષે રચાયેલી ચૈત્યપરિપાટીએમાં માહિતીની દષ્ટિએ આ એક બહુ જ કિમતી ચૈત્યપરિપાટી છે. અગાઉ પ્રકાશિત થઈ ચૂકેલ, બૃહતપગચ્છીય “રતનસિંહસરિશિષ્યની, અને “સોમસુંદરસૂરિના પરિવારના “રત્નશેખરસૂરિશિષ્ય હેમહંસની “ગિરનાર તીર્થ માળા”માં અપાયેલી વાતનું આમાં સમર્થન હેવા અતિરિક્ત કેટલુંક વિશેષ સ્પષ્ટીકરણ પણ છે, અને અન્ય કોઈ પરિપાટીકારે નહીં જણાવેલ એવી નવીન હકીકત પણ છે. કર્તા પોતાનું નામ પ્રગટ કરતા નથી; પણ કોઈ “સંધવી શવરાજ”ના સંધમાં આવેલ મુનિની આ રચના હોઈ શકે તે તક છેવટની એટલે કે ૪૧મી ગાથા પરથી થઈ શકે છે.
સંપ્રતિ રચના લા.દ.ભા.સં.વિ.પં.ના મુનિપુણ્યવિજયજી સંગ્રહની પ્રતિ ક્રમાંક ૨૯૭૦ ઉપરથી ઉતારી છે. મૂળ પ્રતિમાં જે કે રચના સંવત કે લિપી સંવત દર્શાવ્યો નથી; પણ ભાષા અને વસ્તુની દષ્ટિએ સાંપ્રત કૃતિ પંદરમા શતકના ઉત્તરાર્ધની જણાય છે, જ્યારે પ્રતિની લિપી સત્તરમાં શતકના ઉત્તરાર્ધથી પુરાણી લાગતી નથી.
પ્રારંભમાં યાત્રી-કવિ દેવી “અંબિકા” અને “સરસ્વતીને સ્મરી, નેમિજિન”ને વંદના દઈ, ઊજલિગિરિ' (ઉજજયન્તગિરિ)ના જિણવરને સાનંદ સ્તવવાનો નિર્ધાર જાહેર કરે છે: (૧). આ પછી “ગિરનારની તળેટીમાં આવેલ વિશાળ એવા “જુનગઢ' (જૂનાગઢઃજીણુદુર્ગ ઉપરકેટ)ને ઉલ્લેખ કરી, ત્યાંના “સલષપ્રાસાદ' (શ્રેષ્ઠી “સલક્ષ' કારિત જિનાલય)માં જહાર કરી, ઉસવંસ (ઓસવાલ વંશ)માં જન્મેલ “સમરસિંહે ઉદ્ધારાવેલ, તિજલપુરિ (તેજપાલ સ્થાપિત તેજલપુર” શહેર) પાશ્વને નમસ્કારી, “સંધવી ધુંધલ'ના પ્રાસાદમાં “આદિ જિનવર'ને જહારવાનું કહે છે: (૨-૩). તે પછી ધરણિગ વસહી” (“જીર્ણ દુર્ગમાં હતી)ને મહાવીરસ્વામીને વંદવાનું કહે છે. અને પ્રસ્તુત વસહીમાં ડાબી બાજુને “ભદ્રપ્રાસાદ' શ્રેષ્ઠી “પૂનિગે' કરાવ્યાની નોંધ કરે છે. (૪) આ પછી “લખરાજે' ઉત્સાહથી કરાવેલ “ખમાણાવસહી'માં પિત્તળના જિનનાથ “રિસફેસર (ઋષભેશ્વર)ને પૂછએ તેમ જણાવે છે. (૫). - હવે ગિરિવર (ગિરનાર) તરફ સંચરવાની વાત કરે છે. ત્યાં (“વસ્ત્રાપથક્ષેત્રમાં રહેલ) દામોદર', “સોવનરેખ” (નરેખ) નદી, અને “કાલમેઘ ક્ષેત્રપાલને ઉલ્લેખ કરે છે (૬). એ પછી આવતી નિસગ. શોભાનું વર્ણન ગાથા ૭માં કહે છે. આ પછી (મંત્રીશ્વર) ઉદયન પુત્ર બાહડે (મંત્રી વાભ) વિસલપુરી ત્રેસઠ લાખ ખરચીને “પાજ' કરાવ્યાનું કહે છે. (). પાજે ચડતાં પહેલી ઊસવા સોની પદમની પરવ' (પરબ), બીજી આવે પરવાડ’વાળાની, તે પછી હાથી વાંકીમાં “રાયણ વૃક્ષ નીચે વિશ્રામી, ત્રીજી ધુલિ પરવ' તે “લોડ નાયકની, તે પછી “માંકડકુડી કને “માલીપરબ' જવાનું. (૯-૧૧). તે પછી સાપણની વાંકીચૂંકી વાટડીએ આગળ વધતાં “સિલખડકી અને તે પછી બીજી ખડકી આવેઃ (૧૨). ને ત્યાર બાદ પાંચમી “સુવાવડીની પરબ. ને ત્યાંથી જમણે હાથ તરફ સહસવિંદ ગુફા” હેવાનું કવિ-યાત્રી નેધે છે. (૧૩). તે પછી આગળ ચાલતાં ડાબી જમણી બાજ તારણો” અને “આંચલીયા પ્રાસાદ' (અંચલગચ્છીય જિનાલય) નજરે પડવા માંડે છે. આ પછી પહેલી ળિ' અને બીજી પળને ઉલ્લેખ કરે છે. (૧૪-૧૫).
આ પછી યાત્રાકાર તીર્થ નાયક ભગવાન નેમિનાથને દેહરે પહોંચે છે. અને ત્યાં છત્ર સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org