Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
સપા, કનુભાઈ વ્ર. શેઠ
૧૫૧ રનના શિષ્ય હેવાના ઉલ્લેખો એમની અન્ય કૃતિઓમાં મળે છે. આ કૃતિ સિવાય કેશવબાવની, માતૃકાબાવની (ઈ. સ. ૧૬૮૦) અને “વીરભાણુ ઉદયભાણ રાસ” (ઈ. સ. ૧૬ ૮૯) જેવી કૃતિઓ રચી હેવાના ઉલ્લેખ મળે છે.' નેમિનાથ ફાગઃ કાવ્ય તરીકે
નેમિનાથ ફાગ” એ ૧૧૫ કડીનું ફાગુ કાવ્ય છે. વર્ષ વિષય જૈન પરંપરામાં પ્રસિદ્ધ બાવીસમાં તીર્થંકર નેમિનાથના ચરિત્રના કેટલાક પ્રસંગને આલેખવાને છે. કાવ્યારંભે કવિએ નેમિનાથના ગુણસ્તવનો નિર્દેશ કરી, શીલને મહિમા વર્ણવે છે.
શીલ વડો સંસાર મ, શીલ વહઈ સિદ્ધિ,
મનવાંછિત શી મિલે, અષ્ટ-સિદ્ધિ નવ-નિધ્ધિ ૨ કવિ નેમિનાથના ઇન્દ્ર ઉજવેલ જન્મ-મહત્સવના નિરૂપણમાં નેમિકુમારના દેહ-લાવણ્યનું વર્ણન માત્ર એક પંક્તિમાં સુંદર રીતે આલેખે છે : •
“સમલ–વરણ સેડામણ, કાયા ધનુષ દસ” ૧૫ સ. એ જ રીતે નેમિકુમાર અને મિથાદષ્ટિ દેવના પ્રસંગને કવિ શીધ્ર – ગતિએ વર્ણવે છે. ઇન્દ્ર વિનંતી કરી એ દેવને નેમિકુમાર પાસેથી છોડાવે છે, તે ઉક્તિ ઉલ્લેખનીય છે; કેમકે તે નેમિકુમારના વ્યક્તિત્વને છતી કરે છે.
અતુલી–બલ જિનવર કહ્યા, તાહરી કુણ કરે હોડ,
એ મુરખ મહા દેવતા, કહે ખામૈ કર જોડિ ૧૮ સત્ર અત્રે “અતુલી બલ” નેમકુમાર અને “મુરખ મહા દેવતા'ના પરસ્પર વિરોધી નિરૂપણ દ્વારા કવિએ નેમિકુમારના વ્યક્તિત્વને વિશિષ્ટ એપ આપ્યો છે.
બીજી ઢાળમાં કવિ નેમિકુમારના શૌરીપુરથી દ્વારિકા આગમનના પ્રસંગને વર્ણવે છે. રાજા ઉગ્રસેન અને માપવાસી તાપસના પ્રસંગને કવિ શીધ્ર ગતિએ કથાત્મક રીતે વર્ણવી જાય છે. તાપસને પારણા કરાવવા અંગેના પિતાના વચનનું પાલન ન કરી શકનાર ઉગ્રસેન પર ક્રોધે ભરાયેલે તાપસ “આને મારક થાઉં” એવું નિયાણું કરીને મૃત્યુ પામ્યો, તે પ્રસંગને કવિ આઠ કડીમાં સંક્ષિપ્તતાથી નિરૂપે છે, જે કવિની લાઘવ સાધવાની શક્તિનું ઘોતક છે, એમાં ક્રોધિત થયેલા તાપસની ટૂંકમાં છતાં બળકટ ઉક્તિ લક્ષપાત્ર છે.
તાપસ ચિંતઈ એમ, એ રાજા મહાભૂડ, બોલ ન પાલે એ, લક્ષણ વિહેણે લુંડે.” જે તપને પરભાવ, હું હજ્ય મારક એહને,
એમ નિઆણે કીધ, મરી પુત્ર ઉપને તેહને. ૩૧ આ પછી કવિ કંસના જન્મ – પ્રસંગને ટૂંકમાં વર્ણવી, એના જરાસંધની પુત્રી જયશા સાથે થયેલા લગ્ન – પ્રસંગનું નિરૂપણ કરે છે. કંસ – પત્ની છવયશા અને સાધુ અતિમુક્તના નાટયાત્મક પ્રસંગને ઉત્કટ શબ્દ દ્વારા કવિએ વાચા આપી છે. મદિરાપાનથી મત્ત થયેલી છવયશા સાધુ અતિમુક્ત પાસે અનુચિત માગણી કરતા કહે છે:
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org