Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
४७
४८
૧૫૨
કવિ કેશવકૃત નેમિનાથ ફાગ ચું ઘરઘર મળે કાંઈ, સ્યુ કરે પરની આસ, ભેગવ સુખ–વિલાસ, પુરે મનની આસ. ૪૪ તું ભરમે ફિરે કાંઈ, હું કહું છું ગુઝ સાચે,
છોડ પર વિરાગ, તન ધન યોવન રાચે. ૪૫ કામાંધ અવયશા અતિમુક્ત પર હુમલો કરે છે, તે શબ્દ-ચિત્ર પણ જુઓ:
એ લીધે ખેસ, સંઘટ કરવા લાગી, લવ લવ કરતી તેહ, રહે નહી દેભાગી. ખાઈજઈ તે મીઠ, પરભવ કોણે દીઠે,
દેવરને ઉપદેશ, લાગો વચન-એ મીઠો. આ સંજોગોમાં છવયશાની અનુચિત ઉક્તિ તથા વ્યવહાર જોઈને અતિમુક્ત મુનિએ એને મદ ઉતારવા પિતાના જ્ઞાનને ઉપયોગ કરી ભવિષ્યવાણું ઉચ્ચારતા કહ્યું :
ગરવ-ઊતારણ કાજ, મુનિવર એહવે ભાખે,
સાતમે ગરભ વિણાસ, દેવકીને કહું સામૈ. ૪૯ આવી ભવિષ્ય – ઉક્તિ સાંભળીને જીવયશાને ગર્વ ગળી ગયો.
સાતમા ગર્ભમાં ઉત્પન્ન થયેલ વાસુદેવ કૃષ્ણ કંસને મારી, ઉગ્રસેનને રાજગાદી આપી, યાદો સાથે સોરઠ દેશમાં આવી ભાનુ અને ભીરક (ભાભર)ના જન્મસ્થાને દ્વારિકા નગરી વસાવીને રહ્યા. આ વિગત માત્ર બે પંક્તિમાં કવિ વર્ણવે છે.
બીજી અને ત્રીજી ઢાળ વચ્ચેના માત્ર આઠ દૂહામાં કવિએ કૃષ્ણ વાસુદેવ સાથે રહેતા નેમિકુમારનું એક દિવસ અકસ્માત કૃષ્ણના શસ્ત્રાગારમાં જઈ ચડવું, ત્યાં ધનુષ્યને ટંકાર કરવો તથા પાંચજન્ય શંખ વગાડે, કૃષ્ણ અને નેમિકુમાર વચ્ચે થયેલી ભૂજાબલકટી, એમાં કૃષ્ણનું હારવું, અને એમનાં મનમાં પિતાની પદવી જવા અંગે પેઠેલ ભય, તે સમયે થયેલી “દેવવાણી' ઇત્યાદિ પ્રસંગો અતિ-સંક્ષિપ્તમાં વર્ણવ્યા છે જે કવિની કથનકલાના સામર્થ્યની દ્યોતક છે.
ત્રીજી ઢાળમાં કવિએ કરેલા વસંત-વર્ણનના કેટલાક શબ્દચિત્ર નોંધનીય છે.
ટહુકા કરતી કેયલ અને ગુંજારવ કરતા ભમરાઓની ભેગીઓના મન પર થતી અસર અને સર્વત્ર ખલેલ વનરાજીનું કવિએ સુરેખ ચિત્ર ઉપસાવ્યું છે.
ઉચે સરલે સાદ, કેઈલ ટહુકા કરઈ વાળ, ભમર કરઈ ગુંજારવ, ભેગીના મન હર વાટ, કુકી સબ વનરાય, વસંત આવ્યાં સહી વા
સવ સણગાર બનાય, મિલાં પિઉને વહી.” ૬૫ વસંતાગમને વન ક્રીડાથે વિવિધ સાજ સજીને નીકળેલ ગોપીઓનું આ ચિત્ર પણ એની સ્વાભાવિકતાને કારણે નેંધપાત્ર છે.
સજિ કર સેલ-શૃંગાર, વિરાજે પદરાણી વાટ પગ નેઉર-ઝણકાર, પહિરી ઓઢી બણી વા૦ ૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org