Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
રંગસાકૃત “ગિરનાર ચેત્યપરિપાટી સંપા. (સ્વ.) અગરચંદ નાહાટા – પં. બાબુભાઈ સવચંદ શાહ
પ્રથમ સંપાદકના સંગ્રહની સં.૧૭૨૪/ઇ.સ. ૧૬૬૮માં લખાયેલી, મૂળે પંદરમા શતકના અતિમ ચરણમાં રચાઈ હશે તે, ખરતરગચ્છીય ભાવહર્ષ ગણિના શિષ્ય રંગસારની આ ૨૨ કડીમાં વહેતી મગૂર્જર ભાષામાં રચાયેલી સલલિત રચના છે. કાવ્યનું લક્ષ ગિરિરાજ ગિરનાર પર રહેલા જિનમન્દિરાને વન્દના દેવાનું છે.
પ્રારંભમાં ભગવતી સરસ્વતીનું સ્મરણ કરી (૧), કવિ જૂનાગઢ (ઉપરકોટ)માં રહેલ જિન ઋષભ અને જિન વીરને અણુમ કરે છે. (૨). એ પછી ગિરનાર તળેટી સુધી પહોંચતાં જોવા મળતી વનશ્રીની શોભા વર્ણવે છે (૩). ત્યારબાદ વ્યવહારિ બાહડદેએ (વાભટ્ટદેવે) કરાવેલ પાજને ઉલ્લેખ કરી, નદી સોનરેખને નિર્દેશ દઈ, ઉપર (દેવ)-ગઢની “પ્રેલિ” (પ્રતોલી)માં પ્રવેશે છે (૪). ત્યાં તીર્થપતિના દંડકલયુક્ત ભવનની કૌતુકકારણ જોઈ, અંદર પદ્માસનસ્થ નેમિકુમારના દર્શન કરે છે (૫). સાથે જ સજજન મંત્રીના ઉદ્ધારને અને તે પૂર્વના રત્ન શ્રાવકે અમ્બિકાની સન્નિધિમાં પ્રતિષ્ઠાવેલ બિંબની કથાને યાદ કરે છે (૬). તે પછી નેમિનાથની સ્નાત્ર પૂજાદ કરી (૭-૮), ભમતીમાં પ્રદક્ષિણ દેતે સમયે ત્યાં રહેલ સમેતશિખર પટ્ટ, રથનેમિ-રાજીમતી, તથા નંદીશ્વરપટ્ટને જુએ છે (૯). ને (વસ્તુપાલકારિત) શત્રુંજયાવતાર(ના મંદિર વિષે) ગુરુમુખે સાંભળેલી વાતને યાદ કરે છે (૧૦). ભમતીની ૭ર દેહરીએ અને “આપમઢ' (અપાપામઢ)ને ઉ૯લેખી (૧૧) ત્યાંથી ખરતરવસહીમાં આવે છે (૧૨). ત્યાં સંપ્રતિરાજાએ કરાવેલ પીતલમય વીર જિનેશ્વર, ફરતા બાવન જિનાલય અને તેની નવનવી કોરણી વિષે કહે છે (૧૩). ત્યાંથી નીકળી નેમિનાથના મંદિરથી હેઠાણ આવેલા અને સોની સમરસિંહ માલદેએ (સં. ૧૪૯૪(ઈ.સ. ૧૪૩૮)માં ઉદ્ધારાવેલ કલ્યાણત્રયની ત્રણ ભૂમિમાં કાર્યોત્સર્ગમાં રહેલ નેમિકુમારની પ્રતિમાઓને વદે છે (૧૪-૧૫). તે પછી વસ્તુપાલતેજપાલે બાર કોટી દ્રવ્ય ખચી કરાવેલ અષ્ટાપદ અને સમેત શિખરની રચનાવાળા, કસોટીના પથ્થરના થાંભલાવાળા, નવીનવી કેરણીયુક્ત મંદિર (વસ્તુપાલ-વિહાર)ને વાંદી; ગજેન્દ્રપદ કુંડ જોઈ, રાજીમતી-રથનેમીના સ્થાનમાં નમી (૧૬), અંબાદેવીની ટૂકે જાય છે (૧૭). ત્યાંથી અવકના શિખર, કે જ્યાં એક કોટી યાદવ સાથે નેમિનું નિર્વાણ થયેલું, ત્યાં કવિ-યાત્રી જાય છે (૧૮).
ત્યાં ઊભા રહી લાખાવન જોઈ, આગળ સાંબ અને પ્રદ્યુમ્નના શિખરોને નમી, (પ્રદ્યુમ્ન શિખરે રહેલા), સિદ્ધી વિનાયકનું ચિંત્વન કરી (૧૯), સહસામ્રવનમાં નેમિચરણ વાંદવા જાય છે; ને હવે જુનાગઢ પાછા વળવા પોતાના તરસતા મનની વાત કરી (૨૦), નેમિનાથના ગુણ ગાતાં (૨૧), ચૈત્યપરિપાટી પૂરી કરે છે. છેલ્લી કડીમાં કર્તા પિતાનું “રંગસાર' નામ પ્રગટ કરે છે (૨૨)
તીર્થ સ્થિત જિનાલયે સબદ્ધ કંઇ વિશેષ નવી વાત અલબત્ત આમાં નથી. પણ કવિની નિખાલસ અને કાવ્યમય વાણુમાં જાણિતી હકીકત પણ પુનઃ રસમય બને છે.
આ ચિત્યપરિપાટીની નકલ પ્રથમ સંપાદક બિકાનેર શ્રી અભય જૈન ગ્રન્થાલયની પ્રતિસંખ્યા ૭૭૨ પરથી વર્ષો પહેલાં ઉતારી લીધી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org