Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
ડો, નારાયણ મ, કંસારા
Truth)ને પારમાર્થિક દૃષ્ટિએ વિચારતા હતા, અને જ્યારે તેમણે વિવિધ દેવદેવતાઓનાં ઉપાસનાપરક તેત્રે રચ્યાં ત્યારે તે વ્યાવહારિક સત્યની કક્ષાએ વિચારતા હતા. જ્યારે બુદ્ધ ભગવાને જીવના અસ્તિત્વ કે સ્વરૂપ અંગે કશી સ્પષ્ટતા ન કરતાં શન્ય કે નિર્વાણને લગતા ઉપદેશ કર્યો ત્યારે તે પરમ સત્યની પારમાર્થિક ભૂમિકાનો ઉલ્લેખ કરતા હતા, અને તેથી જ તેમણે નિર્વાણથી અવિદ્યા સુધીની જીવનબંધકારક કારણુશંખલાનું જીવનસાધનાની જીપકારક બુદ્ધિ, વ્યાવહારિક ભૂમિકાએ નિરૂપણ કર્યું. કપિલે સક્ષમ વિશ્લેષકની દષ્ટિ રાખીને પુરુષ-પ્રકૃતિના વિવેકજ્ઞાનને પાયામાં રાખીને વ્યાવહારિક ભૂમિકાએ જીવ બહુર્ત, લિગશરીર, જીવબંધકારક કાર વગેરેનું સ્પષ્ટીકરણ કર્યું. ગૌતમે બુદ્ધિપ્રવણુ મનુષ્યોને તાર્કિક પ્રતીતિ દ્વારા છવધર્મનું દર્શન કરાવવા તથા કણાદે સૃષ્ટિમાંના પંચમહાભૂત કાળ, દિશા અને મનથી આત્માને અલગ દર્શાવવા અનુભવમૂલક તાર્કિક દષ્ટિ રજૂ કરી અને પરમાણુકારણવાદને આશ્રય લીધો. જૈન તીર્થકરોએ સમ્યફ જ્ઞાન, સમ્યફ દર્શન, સમ્યફ ચારિત્ર્ય એ ત્રિવિધ રનોની ઉત્તરોત્તર અધિક મૂલ્યવત્તા લક્ષમાં રાખીને, કર્મના પાયાના સક્ષમ વૈશ્વિક કાયદાને કેન્દ્રમાં રાખી, અણિશુદ્ધ વ્યાવહારિક દષ્ટિકોણથી જીવના સ્વરૂપનું નિરૂપણ કર્યું હોવાથી તેમણે મનુષ્યના અસ્તિત્વના નીચેના બે સ્તરને જ પ્રસ્તુત લેખ્યા, અને તેમને લગતી રહસ્યમય હકીકતને તેમણે પોતાના ઉપદેશમાં નિરૂપી. મનુષ્યના અસ્તિત્વના ઉપર દર્શાવેલા સાત સ્તરોમાંના દરેક પરસ્પર નીચેનામાં વ્યાપેલા રહે છે અને જીવાત્મા સ્થૂળ શરીરને છેડી જાય ત્યારે બાકીના છ સ્તરે સહિત ઉચિત વૈશ્વિક લેક તરફ પ્રયાણ કરે છે અને પછી બીજા શરીરમાં ફરીથી જન્મ લેવા પ્રવેશે ત્યારે પણ એ છ સ્તરે તેની સાથે જ રહે છે, છતાં અતીન્દ્રિય દષ્ટિને તો ઍસ્કૂલ સુધીના બે કે ત્રણ સ્તર જ નજરે પડે છે તે હકીક્તને વાસ્તવવાદી પ્રત્યક્ષપ્રિય તીર્થકરાએ ખાસ લક્ષમાં રાખી છે. બીજી બાજુ તેમણે જીવને પ્રદીપની સાથે સરખાવ્યું છે તેમાં તો ઉપનિષદના ઋષિઓ સાથે તેઓ એકમત હોવાનું દર્શાવે છે, અર્થાત જીવાત્માના શુદ્ધચૈતન્ય સ્વરૂપ અંગે એમને જાણકારી જ નહતી એવું નથી. કેવળજ્ઞાન પ્રાપ્ત કરેલા તીર્થકરને એ જ્ઞાન ન હોય તે સંભવિત નથી. પરંતુ એ કક્ષાના જ્ઞાનને સામાન્ય મનુષ્યોને ઉપયોગી વાસ્તવાદી ઉપદેશમાં વણવાથી અનુયાયીઓ માટે, વેદાન્તી કે બૌદ્ધ સાધકોની જેમ, ભ્રમમાં અટવાવાની વધુ શક્યતા છે, અને તેથી જીવાત્માની મોક્ષ માટે, જરૂરી કર્મક્ષય, તેના પરિણામે શુદ્ધ જ્ઞાન, તેના પરિણામે શુદ્ધ દર્શન અને તેના દ્વારા મોક્ષ માટે ઉપકારક શુદ્ધ આચારની સાધનામાં વિક્ષેપ આવશે એવી અણિશુદ્ધ વ્યાવહારિક-વણિબુદ્ધિવાળી-દષ્ટિ રાખીને કિંચિત્ તપઃસિદ્ધિ કે અતીન્દ્રિય જ્ઞાન થતાં જ સાક્ષાત અનભવની કક્ષામાં આવી પડે તેવા લિંગશરીરની ભૂમિકાથી જ જીવસ્વરૂપનું નિરૂપણ તેમણે કહ્યું". અને તેથી જ તેમણે જીવને શરીરપરિમાણ પ્રબો, તેથી જ તેમણે જીવના પુદગલ-પરમાણમય શરીર અને તેમાંની નીલ, કાપિત, તેજ, પદ્મ, શુદ્ધ અને કૃષ્ણ લેસ્યા-તેજછૂટા-કે આભામંડળ (Aura)ને લગતી હકીકતો નિદેશી. આધુનિક પરામવિજ્ઞાને સિદ્ધ કર્યું છે કે મનુષ્યના માનસિક ભાવોમાં ફેરફાર થતાં જ તેના આભામંડળમાંના રંગોમાં પણ પરિવર્તન આવે છે અને મનુષ્યને આધ્યાત્મિક વિકાસ થતાં તેના મનના સ્થાયી, ભાવપિંડનું આભામંડળ ઉત્તરોત્તર વધુ તેજસ્વી થવા લાગે છે. જૈન તીર્થકરોની લેસ્યાને લગતી વિચારણું આ દૃષ્ટિએ ખાસ સમજવા જેવી છે. આધુનિક પરામનોવિજ્ઞાનનાં જ સંશાધનોને યુવાચાર્ય મહાપ્રણે જૈન પરિભાષામાં વણીને રજૂ કર્યા છે, ૩૫ તેનું રહસ્ય આ લેખમાંની સામગ્રીને આધારે સમજમાં આવશે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org