Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
૧૦૦
મહેફર (Metaphor)-ઉપચાર
બારફીલ્ડને મતે પાશ્ચાત્ય આલયનાને એસનનું આ મુખ્ય પ્રદાન છે. તે કહે છે –
“ His major contribution is to recognize that ambiguity is fundamentally part of the same process...because metaphor, more or less far-fetched, more or less complicated, more or less taken for granted (so as to be unconscious), is the normal mode of development."
આ રીતે ઉપચારનો એક અર્થ એમ્બીવુઈટી-વ્યંજના એ થઈ શકે છે.
આ અર્થ પરથી ઉપચારના એક નવા અર્થ પર આપણે આવી શકીએ. રોબર્ટ ફ્રોસ્ટ માને છે કે ઉપચારમાં વાણીની ઉોજનાનું મૂલ્ય ઘણું મેટું હોય છે. તે કહે છે –
“...but the chiefest of these is that it is metaphor, saying one thing and meaning another, saying one thing in terms of another. Poetry is simply made of metaphor...Every poem is a new metaphor inside, or it is nothing." . આથી ઉપચાર એટલે વ્યંજનાનું ઉતેજક તત્વ અને વ્યંજના એવા બંને અર્થે થઈ શકે. કવિએ વાચ્ય રૂપે કહ્યું હોય તેના કરતાં જુદો જ આકાર ઉપચાર કવિના કાવ્યાર્થીને આપે છે. આથી ભાષાને ઉપચારાત્મક પ્રયોગ કાવ્યના ઉદિષ્ટની વ્યંજના સહૃદય વાચકને આપવાની ક્ષમતા ધરાવે છે. જે ધ્વનિની વ્યાખ્યા આનંદે આપી છે તેની સિદ્ધિમાં પણ આ રીતે ઉપચાર અગત્યના સ્થાને રહેશે.
મેટેગ્યુ જ કહે છે–
“ The writer's mind will single out words and caress them, adorning the mellow fullness or granular hardness of their several sounds, the balance, undulation or trailing fall off their syllables, or the core of sunlike splendour in the broad warm central vowel of such a word as 'auroral'; each word's evocative value or virtue, its individual power of teaching springs in the mind and of initiating visions, becomes a treasure to revel in. "10
પિતે પસંદ કરેલા અને પ્રયોજેલા શબ્દનો અર્થ અને અર્થે સાથે કવિ કાવ્ય દ્વારા રમત માંડે, ત્યારે તે કશુંક સહૃદય વાચકના મનમાં સ્વયમેવ જાગ્રત કરવા માગે છે. સ્વાભાવિક રીતે જ અપ્રયત્ન અને સહજ ભાવે આ કશુંક વાચકના હૃદયમાં સ્વયમેવ ઉત્તેજાય ત્યારે અહીં સીધું વાગ્ય વિધાન ખાસ ઉપયોગી થતું નથી, તેમાં ખાસ કાવ્યસૌન્દર્ય ઉદ્દભવતું નથી. સર્જક કવિના અને કાવ્યના નાડીના ધબકારા વાચક પોતાના હૃદયમાં અનુભવવા માગે છે, અને એ રીતે એક વિલક્ષણ આનંદરૂપા અનુભૂતિ તે પામવા માગે છે, જેમાં કાવ્યના કાવ્યત્વની સાર્થકતા રહેલી છે. અહીં ઉપચાર કવિને ખૂબ ખૂબ મદદકર્તા થાય છે.
હવે વ્યંજન રૂપ જેનું વિધાન છે તેની પૂર્ણ એકરૂપતા ઉપચાર કવિના ઉદિષ્ટ વિષય . અર્થની સાથે સ્થાપિત કરે છે, અને તે પણ એ રીતે કે વાગ્યવિધાન જેમાં લુપ્ત થઈ ગયું છે તેવી વ્યંજનાને સહૃદય વાચક અનુભવ કરે છે, અને આ અનુભવમાં તે પોતે કાવ્યાસ્વાદનની સાર્થકતા પામે છે. આમ તે આ જ કાવ્ય પ્રધાન ઉદ્દેશ છે. આથી જ ડેચીસ કહે છે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org