Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
મેટેફર (Metaphor )-ઉપચાર અને ધ્વનિ
રમેશ બેટાઈ " Art is the manifestation, of emotion, obtaining external interpre. tation now by expressive arrangements of line, form or colour, now by a series of gestures, sounds or words governed by particular rhythmic cadence."
યુઇન વન दोषैर्मुक्तं गुणैर्युक्त -
मपि येनोज्झितं वचः । स्त्रीरूपमिव नो भाति ___ तं ब्रुवेऽलंक्रियोच्चयम् ॥ १
-वाग्भट વિષયપ્રવેશ-મેટેફર એટલે ઉપચાર
મેટફર” એટલે કાવ્યને એક અર્થાલંકાર એવા સામાન્ય ખ્યાલ સાથે તેનું રૂઢ ગુજરાતી રૂપક' એવું કરવામાં આવે છે. પરંતુ અંગ્રેજી આલોચનના આ પરિભાષિક શબ્દની મીમાંસા આપણે કરીએ ત્યારે જ, આરંભે જ એ સ્પષ્ટ કરી લેવું જરૂરી છે કે અંગ્રેજીમાં “મેટેફરને ખ્યાલ રૂ૫ક ઉપરાન્ત ઘણે વધુ વિશાળ, વ્યાપક છે. મમ્મટ રૂપક સહિત ૨૨ ઉપમામૂલક અલંકાર નિદેશે છે તે તમામ આ “મેટેફર માં આવરી લેવાઈ શકે અને છતાં તેનો ખ્યાલ પૂરો અધિગત ન થાય, એ સ્થિતિ છે. “મેટેફર”ની મીમાંસામાં મૂળ ખ્યાલ કવિકલ્પિત એવાં અત્યન્ત સદશ્ય
સ્વીકારીને તેનાં કાવ્ય પર તથા સહૃદય વાચકની કાવ્યાનુભૂતિ પરતના કાર્ય તથા પરિણામનો ઝીણવટભરી મીમાંસા આપણે કરીએ એ જરૂરી છે. તે ખ્યાલ મીમાંસિત કરવામાં પાશ્ચાત્ય વિવેચકેએ પોતાની વિદ્વત્તા પૂરી સિદ્ધ કરી છે. સર્જક કવિ કાવ્યના સૌદર્યને ખીલવવા માટે જ વિભિન્ન પ્રયોગો કરે છે, અને વાચન સમયે સહૃદય વાચક જેને અનુભવ કરે છે, જે આસ્વાદે છે. તેની વિજ્ઞાનિક મીમાંસા કરવી જરૂરી છે. આ બધી હકીકતને આધારે “મેટેફર” એ શબ્દ અમને ગુજરાતીમાં “ઉપચાર” એ રીતે મૂકે ઉચિત લાગ્યો છે. ઉપમા અને રૂપકની અનેક વ્યાખ્યાઓ તપાસ્યા પછી અને ગૌણું પ્રયજન વતી લક્ષણના મૂળમાં રહેલા સાદસ્ય સંબધનું પરીક્ષણ કર્યા પછી “મેટેફર નો સમાનાર્થ ગુજરાતીમાં “ઉપચાર” શબ્દ પસંદ કરતાં “સાહિત્યદર્પણ”ની ઉપચારની વ્યાખ્યા અને શોભાકર મિત્રની રૂપકની વ્યાખ્યા દયાનમાં લેવા યોગ્ય લાગે છે. વિશ્વનાથ “ઉપચારની વ્યાખ્યા આ રીતે આપે છે : उपचारो हि नामात्यन्तं विशकलितयोः पदार्थयोः सादृश्यातिशयमहिम्ना भेदप्रतीतिस्थगनमात्रम् ।
| સાવ ૨૦ ૨-૨૦ શેભાકરમિત્ર “રૂ૫કની મીમાંસા આ રીતે કરે છે–
* યુજીસીની પૂરા સમયની ગ્રંથલેખનની યોજનાને આધારે તૈયાર થયેલા ગ્રંથ “લોચન ટીકા સાથે વન્યાલોકમાંથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org