Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
જીવસ્વરૂપ-પરામને વૈજ્ઞાનિક દષ્ટિબિંદુ
છે. નારાયણ મ, કંસારા ૧. દાર્શનિક માન્યતા
- પ્રખર જૈનાચાર્ય ઉમાસ્વાતિએ જીવના બે પ્રભેદો દર્શાવ્યા છેસંસારી અને મુક્ત.' વાદિદેવસૂરિએ સંસારી જીવના સ્વરૂપ અંગે નિરૂ પણ કરતાં કહ્યું છે કે તે પ્રત્યક્ષાદિ પ્રમાણે દ્વારા સાબીત થાય છે, કેમકે તે ચૈતન્ય સ્વરૂપ, પરિણામી, કર્તા, ભક્તા, સ્વદેહ પરિમાણ, પ્રત્યેક શરીરમાં ભિન્ન અને દિગલિક કર્મો લાગેલો છે. પંડિત સુખલાલજીએ જીવસ્વરૂપ પરત્વે જૈન દષ્ટિનું મુદ્દાસર વિશ્લેષણ કરતાં નોધ્યું છે કે (૧) જીવ અસ્તિત્વ ધરાવે છે અને તે સ્વાભાવિક ચૈતન્યમય,
સ્વતંત્ર અને તેથી અનાદિનિધન છે. (૨) જીવે અનેક, અનંત અને દેહભેદે ભિન્ન છે. (૩) જીવમાં અનેક શક્તિઓ પૈકી મુખ્ય અને સર્વને સર્વસંવિદિત થઈ શકે એવી શક્તિઓ છે જ્ઞાનશક્તિ, પુરુષાર્થ વીર્ય-શક્તિ અને શ્રદ્ધા-સંકલ્પશક્તિ, જે એનું અભિન્ન સ્વરૂપ છે. (૪) વિચાર અને વર્તન અનુસાર જીવમાં સંસ્કારો પડે છે અને એ સંસ્કારને ઝીલતું એક ગલિક શરીર તેની સાથે રચાય છે, જે મૃત્યુ પછી બીજે દેહ ધારણ કરવા જતી વખતે તેની સાથે જ રહે છે. (૫) જીવ સ્વતંત્રપણે ચેતન અને અમૂર્ત સ્વરૂપ હોવા છતાં તેણે સંચિત કરેલાં કર્મો મૂર્ત શરીર સાથે જોડાવાથી, તે શરીરની હયાતિ સુધી, મૃત જેવો બની જાય છે. (૬) શરીર અનુસાર તેનું પરિમાણ ધટે યા વધે છે. પરિમાણુની હાનિ-વૃદ્ધિ એ એના મૌલિક દ્રવ્યતત્વમાં અસર નથી કરતી; એનું મૌલિક દ્રવ્ય કે કાઠું જે હોય તે જ રહે છે; માત્ર પરિમાણુ નિમિત્તભેદે વધે યા ઘટે છે. (૭) સમગ્ર જીવરાશિમાં સહજ યોગ્યતા એક સરખી છે, છતાં તેના પુરુષાર્થ અને અન્ય નિમિત્તાના બળાબળ ઉપર દરેક જીવને વિકાસ અવલંબિત છે. (૮) વિશ્વમાં એવું કેઈ સ્થાન નથી જ્યાં સૂક્ષ્મ અથવા સ્કૂલ શરીરી જનું અસ્તિત્વ ન હેય.
જીવ વિષેની જેન દાર્શનિક ધારણા પ્રાથમિક અને સર્વ સાધારણને બુદ્ધિગ્રાહ્ય લાગે છે. પંડિત સુખ લઇએ એ વાત ખાસ નોધી છે કે ઈ. સ. પૂર્વે આઠમા સૈકામાં થયેલ ભગવાન પાર્શ્વનાથની નિર્વાણુ સાધનાના આધાર લેખે એ જીવવાદની કલ્પના સુસ્થિર થયેલી હતી, અને જૈન પરંપરામાં આ માન્યતામાં અત્યાર સુધીમાં કશો મૌલિક ફેરફાર થયો નથી.
જીવ પરત્વે જૈન, સાંખ્યયોગ અને ન્યાય-વૈશેષિક દષ્ટિઓની પરસ્પર વિગતવાર તુલના કરીને પંડિત સુખલાલજીએ તારણ એમ કહ્યું છે કે જીવને કુટસ્થનિત્ય ઠરાવવા માટે સાંખ્યયોગ પરંપરાએ ચેતનામાં કોઈ પણ જાતના ગુણાનું અસ્તિત્વ જ ન સ્વીકાર્યું. અને જ્યાં અન્ય દ્રવ્યના સંબંધથી પરિવર્તન યા અવસ્થાતરને પ્રશ્ન આવ્યો ત્યાં તેણે એને માત્ર ઉપચરિત યા કાલ્પનિક માની લીધું. બીજી બાજુ ન્યાય-વશેષિક પરંપરાએ સ્વરૂપતઃ ફૂટસ્થનિત્યત્વ સાચવવા દ્રવ્યમાં ઉત્પન્ન થનારા અને નાશ પામનારા ગુણોને સ્વીકાર્યો, છતાં તેને લીધે આધારદ્રવ્યમાં કશું જ વાસ્તવિક પરિવતન યા અવસ્થાન્તર થતું હોવાનું તેણે નકાય' એના સમર્થનમાં એમણે યુક્તિ એ રજ કરી
એમણે યુક્તિ એ રજૂ કરી કે આધાર દ્રવ્ય કરતાં ગુણે સર્વથા ભિન્ન છે, એટલે એમને ઉત્પાદ-વિનાશ એ કાંઈ આધારભૂત જીવદ્રવ્યને ઉપાદ-વિનાશ કે અવસ્થાન્તર ન ગણાય. ઉપરાંત ન્યાય-વૈશેષિક પરંપરાએ જેન અને સાંખ્યયોગ પરંપરાની પેઠે દેહભેદે ભિન્ન એવા અનંત અનાદિનિધન છવદ્રવ્ય સ્વીકાર્યાપણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org