Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
ભારતીય દર્શનમાં મેક્ષવિચાર પૂર્વનાં ક્ષણિક ચિત્તો ઉત્તરઉત્તરનાં ક્ષણિક ચિત્તોનાં ઉપાદાને કારણે હોય છે, બૌદ્ધો માને છે. ચિત્તસગ્નતિમાં પ્રવાહનિત્યતા છે. તેથી તેના મોક્ષની વાત કરવામાં કશું અનુચિત નથી.૪૮ જે ચિત્તસગ્નતિ મળો દૂર કરી શુદ્ધ થાય છે તે જ સન્નતિ મુક્ત થાય છે, બીજી નહિ. ચિત્તસંતતિ અને ચિત્તદ્રવ્ય એ બેમાં કઈ ખાસ ભેદ નથી. - બુદ્ધ નિર્વાણના ઉપાય તરીકે શીલ, સમાધિ અને પ્રજ્ઞાને ગણાવ્યાં છે. વળી તેમણે આર્ય અષ્ટાંગિકમાર્ગ, સાત બેધિ-અંગ, ચાર મૈત્રી આદિ ભાવના (બ્રહ્મવિહાર) અને સમાધિને પણ નિર્વાણુના ઉપાયો ગણાવ્યા છે. બૌદ્ધો પણ કહે છે કે તૃષ્ણ જ દુઃખનું મૂળ છે અને કર્મબંધનું કારણ છે. જે તૃણુરહિત બની પ્રવૃત્તિ કરે છે, તે દુ:ખી થતો નથી અને કર્મ બાંધતો નથી.. સાંખ્યયોગ દૃષ્ટિએ મેષ :
સાંખ્યયોગ મતે આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક દુઃખત્રયની આત્યંતિક નિવૃત્તિ મેક્ષ છે. સાંખ્યયોગ ચિત્ત ઉપરવટ પુરુષ માને છે. તેથી પ્રશ્ન ઊઠે છે કે મોક્ષ કોન–ચિત્તનો કે પરષનો ? કેટલાક બંધ અને મોક્ષ ખરેખર ચિત્તના જ માને છે.૫૦ જ્યારે બીજા કેટલાક બંધ અને મોક્ષ પુરુષના માને છે. જેઓ બંધ અને મોક્ષ ચિત્તના માને છે તેઓ કહે છે: ચિત્તમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે. પુરુષના પ્રકાશથી પ્રકાશિત ચિત્ત પોતે જ પુરુષ છે એમ માની લે છે અને સુખદુઃખ તેમ જ વિષયાકારે પરિણમનાર હું પોતે જ પુરૂષ છું એવું અભિમાન ધરાવે છે. આ ચિત્તને અવિવેક (યા અજ્ઞાન) છે. ચિત્ત યોગસાધના દ્વારા વૃત્તિનિરોધ કરે છે અને ચિત્તમળાને દૂર કરી પિતાની શુદ્ધિ કરે છે. આવા ચિત્તમાં પુરુષનું સ્પષ્ટ અને વિશદ પ્રતિબિંબ પડે છે. હવે ચિત્તને પુરુષના ખરા સ્વરૂપનું જ્ઞાન થાય છે અને પરિણામે પોતાને પુરુષથી ભેદ સમજાય છે. આ છે વિવેકજ્ઞાન. વિવેકજ્ઞાનથી તે જાણે છે કે પુરુષ તે કૂટસ્થનિત્ય અને નિર્ગુણ છે, જ્યારે હુ પરિણમી અને ગુણું છું. આવું વિવેકજ્ઞાન થતાં ચિત્ત પુરુષના પ્રતિબિંબને ઝીલવાનું બંધ કરી દે છે અને સંપૂર્ણ વૃત્તિનિરોધ કરી પુરુષ આગળ પોતે પ્રગટ થવાનું બંધ કરી દે છે. તેને હવે પુરુષ સાથે કોઈ સંબંધ રહેતો નથી, કારણ કે પુરુષ ચિત્તની વૃત્તિઓને જ દ્રષ્ટા છે.પ૧ પરંતુ વૃત્તિઓને સપૂર્ણ નિરોધ થતાં પુરુષ પિતે દ્રષ્ટાસ્વરૂપ હોવા છતાં તેને ચિત્ત સાથે દ્રષ્ટાપણાને સંબંધ પૂરો થઈ જાય છે. ચિત્ત કેવળ બની જાય છે. પુરુષનું પ્રતિબિંબ ચિત્તમાં પડતું નથી. છેવટે ચિત્તનો પોતાની મૂળ પ્રકૃતિમાં લય થઈ જાય છે. આ ચિત્તલય જ મેક્ષ છે. ચિત્તમાં પુરુષના પ્રતિબિંબને અર્થ સમજવાનો છે ચિત્તનું પુરુષાકારે પરિણમન. ચિત્ત તે તે વિષયના આકારે પરિણમી તેને જાણે છે.
જેઓ ચિત્તનો મોક્ષ માને છે તેઓ પુરુષમાં ચિત્તના પ્રતિબિંબની વાત કરતા નથી. જેઓ પુરુષનો મોક્ષ માને છે તેઓ પુરુષમાં ચિત્તનું પ્રતિબિંબ સ્વીકારે છે.પ૩ આ પ્રતિબિંબ દર્પણમાં મુખપ્રતિબિંબ જેવું છે, પરિણામરૂપ નથી. તેમ છતાં જેઓ પુરુષમાં ચિત્તનું પ્રતિબિંબ નથી સ્વીકારતા તેઓ માને છે કે આવું પ્રતિબિંબ પણ પુરુષમાં માનીએ તો ફૂટસ્થનિત્ય પુરુષની બે અવસ્થાઓ માનવી પડે અને પરિણામે પુરુષના કૂટસ્થંનિત્યત્વને હાનિ થાય.
કેઈને પ્રશ્ન થાય કે ચિત્તના મેક્ષની વાતમાં દુઃખમુક્તિ કયાં આવી ? એને ઉત્તર આ પ્રમાણે છે. દુઃખ એ ચિત્તની વૃત્તિ છે. દુઃખરૂપ ચિત્તવૃત્તિ ઉદ્દભવવાનું કારણ રાગ આદિ લેશે છે. કલેશે. પણ ચિત્તવૃત્તિઓ છે. રાગ આદિ કલેશરૂપ ચિત્તવૃત્તિઓને નિરોધ થતાં દુઃખરૂપ ચિત્તવૃત્તિઓનો
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org