Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
ભારતીય દર્શનમાં માક્ષવિચાર વ્યક્તિત્વને, ઊંચ-નીચ ગોત્ર અને આયુષ્યને અભાવ હોય છે, અર્થાત મોક્ષની સ્થિતિમાં તે અશરીરી હેાય છે.૨૩
મોક્ષ થતાં જીવ ક્યાં જાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં જૈને જણાવે છે કે કર્મો દૂર થતાં જીવ ઊર્ધ્વગતિ કરે છે અને સીધે એક ક્ષણમાં તે લેકના અગ્રભાગે પહોંચી ત્યાં આવેલ સિદ્ધશિલા ઉપર સ્થિર થાય છે.૩૪
જે શુદ્ધ ચિત્તો બધાં જ અનન્તજ્ઞાની, અનંતદશી, અનંતચારિત્રી અને અનંતવીર્યવાન હોય તો તેમની વચ્ચે ભેદ છે ? કંઈ જ નહિ. બધાં એકસરખાં હોય છે. પરંતુ જેનેએ અહીં મોક્ષમાં પણ દરેકનું જુદું વ્યક્તિત્વ સ્થાપવા પ્રયત્ન કર્યો છે અને જણાવ્યું છે કે અંતિમ જન્મમાં દેહપાત વખતે જે શરીરાકાર હોય તેવો આકાર મોક્ષાવસ્થામાં પણ તેને હોય છે.૩૫ આ જૈન માન્યતા કંઈક વિચિત્ર લાગે છે.
મોક્ષના ઉપાય તરીકે જૈન સંવર અને નિજરને ગણાવે છે. સંવરનો અર્થ છે કર્મોને આવતાં અટકાવવા અને નિર્જરાને અર્થ છે લાગેલાં કર્મોને દૂર કરવાં. કર્મોને આવતાં અટકાવવા માટે મન, વચન, કાયાની પ્રવૃત્તિનો સંયમ (ગુતિ), પ્રવૃત્તિ કરવામાં વિવેક રાખવો ( સમિતિ), સહનશીલતા, સમતા, ક્ષમા, ત્યાગ, પાપવિરતિ, અનુપ્રેક્ષા, તપ વગેરે ઉપાય જણાવાયા છે. કર્મોને દૂર કરવા માટે તપ આવશ્યક છે. બીજી રીત, જૈન સમ્યફ દર્શન, સમ્યફ જ્ઞાન અને સમ્યફ ચારિત્રને મોક્ષનો ઉપાય ગણે છે. મોક્ષ માટે ત્રણેય જરૂરી છે. સમ્યફ દર્શન એ તત્ત્વ તરફને પક્ષપાત છે, સત્ય તરફને પક્ષપાત છે. સમ્યફ દર્શનને પરિણામે, જે કંઈ જ્ઞાન હોય છે તે સમ્યકુ બની જાય છે, કારણ કે હવે તે મોક્ષ પ્રાપ્તિ માટે ઉપયોગી બને છે અને કુકર્મોથી પાછા વાળે છે.
જૈનોએ કર્મોના બે ભેદ કર્યા છે – ઈપથિક અને સાંપરાયિક. પથિક કર્મો તે છે જે કષાયરહિત પ્રવૃત્તિને કારણે આત્માને લાગે છે. અને સાંપરાચિક કર્મો તે છે જે કષાયયુક્ત પ્રવૃત્તિને કારણે આત્માને લાગે છે. ઇર્યાપથિક કર્મે ખરેખર આમા સાથે બંધાતા નથી, બંધ નામને જ હેય છે, તેનું કોઈ ફળ નથી.૩૮ આ દર્શાવે છે કે પ્રવૃત્તિ છેડવા કરતાં કષાયો છેડવા ઉપર વિશેષ ભાર આપવો ઉચિત છે. જેનામાં કષાયો નથી તેમ છતાં જે પ્રવૃત્તિ કરે છે તેને જૈન પરિભાષામાં સયોગી કેવલી કહેવામાં આવે છે. તેને જીવમુક્ત ગણી શકાય. જે કલેશે ઉપરાંત કર્મથી અને પ્રવૃત્તિથી પણ મુક્ત બને છે તેને અયોગી કેવલી કહેવામાં આવે છે. આને વિદેહમુક્ત ગણી શકાય. બૌદ્ધને મતે મેક્ષ :
બૌદ્ધ મતે ચિત્ત જ આત્મા છે. ચિત્ત સ્વભાવથી પ્રભાસ્વર છે. જ્ઞાન અને દર્શન તેનો સ્વભાવ છે. રાગ-દ્વેષ આદિ મળ આગન્તુક છે.૪૦ આ આગંતુક મળે અનાદિ કાળથી ચિત્તપ્રવાહ સાથે સેળભેળ થઈ ગયા છે. તેમને દૂર કરી ચિત્તને તેના મૂળ સ્વભાવમાં લાવવા બુદ્ધને ઉપદેશ છે. મળો દૂર થતાં ચિત્તનું સ્વસવભાવમાં આવવું તે જ મોક્ષ છે. “કુરિનિર્મઢતા ધિય: ૨
બોદ્ધો મોક્ષને માટે “નિર્વાણુ” શબ્દનો પ્રયોગ કરે છે.
બૌદ્ધ મોક્ષને વિશે કહેવામાં આવ્યું છે કે કપ-વેના-સંજ્ઞા-સંછાન-વિજ્ઞાનપદ્મધુનિરાધા ૩૪માવો મોક્ષ આમ પંચસકધાભાવ એ મેક્ષ છે. રૂપક દેહવાચી છે. તેને વ્યાપક અર્થ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org