Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
જૈનદર્શન - અનુવાદ ગ્રંથનો પરિચય અને “જે કૃત્વા કૃતં પિત્તનું જ સમર્થન કરી જીવનવિકાસનો માર્ગ બતાવતો હોય એમ મારા તો માનવામાં આવતું નથી...પરમગી આનંદઘનજી મહારાજ આ મત વિશે જણાવતાં કહે છે કે-“લેકાયતિક કુખ જિનવરની, અંશવિચાર જે કીજે.”
પ્રસ્તાવનામાં તેમણે અર્થસભર અને નવી દિશા ખેલનારાં ટિપણે લખ્યાં છે. તેનાં એકબે ઉદાહરણ લઈશું. પૃ. ૬૩ ઉપર બૌદ્ધધર્મ અને બુદ્ધ ઉપર વિસ્તૃત ટિ૫ણ છે તેને અંશમાત્ર આપું છું. તેઓ લખે છેઃ “આ મહાપુરુષ (બુદ્ધ) આત્મવાદી છે, તે પણ તેમની પછીના તેમના કેટલાક અનુયાયીઓની તર્ક જાળને લીધે તેમના ઉપર “અનાત્મવાદી' તરીકે જે આરોપ આજ ઘણા વખતથી મૂક્વામાં આવે છે તે અવિવેકથી થયેલ છે અને ખોટ છે.” પૃ. ૭૫ ઉપર ‘તમાત્રા” શબ્દ ઉપર આ પ્રમાણે ટિપપણ છે“પરમાણુ” શબ્દને ભાવ “તન્માત્રા' શબ્દથી સૂચવી શકાય છે. જેનદર્શનમાં “પરમાણુ' શબ્દ ઉપરાંત એક એવા જ ભાવવાળે “વર્ગણુ” શબ્દ પણ આવે છે. “પ્રદેશ' શબ્દને પણ “પરમાણુ”ના અર્થમાં જૈનભાષામાં વાપરવામાં આવે છે પણ તે, અવિભક્ત પરમાણુને એટલે કે કોઈ જગ્યા માં રહેલા પરમાણુને જ સૂચવે છે અર્થાત જૈન ભાષામાં એકલા છૂટા પરમાણુને “પ્રદે” શબ્દથી સૂચવી શકાય નહિ.” પ્રસ્તાવનામાં આવાં ટિપ્પણે લગભગ એક સે જેટલાં છે. આ ટિપ્પણમાં પંડિતજીની ઐતિહાસિક, તુલનાત્મક અને નિષ્પક્ષ દૃષ્ટિ આપણું ધ્યાન ખેંચે છે.
હવે તેમના અનુવાદની લાક્ષણિકતા તપાસીએ. તેના માટે એક ઈશ્વરવિષયક કંડિકા પસંદ કરીએ. તે નીચે પ્રમાણે છે:
किञ्च ईश्वरस्य जगन्निर्माणे यथारुचिप्रवृत्तिः, कर्मपारतन्त्र्येण, करुणया, क्रीडया, निग्रहानुप्रहविधानार्थ स्वभावतो वा। अत्राद्यविकल्पे कदाचिदन्यादृश्येव सृष्टिः स्यात् । द्वितीये स्वातन्त्र्यहानिः । तृतीये सर्वमपि जगत् सुखितमेव कुर्यात् । अथ ईश्वरः किं करोति पूर्वाजितैरेव कर्मभिर्वशीकृता दुःखमनुभवन्ति ? तदा तस्य कः पुरुषकारः ? अदृष्टापेक्षस्य च कर्तृत्वे किं तत्कल्पनया, जगतस्तदધનતૈયાતુ (જ્ઞાનપીઠ અતિદેવી જૈન ગ્રન્થમાલા, સંસ્કૃત ગ્રન્થાંક ૩૬, ૧૯૭૦, પૃ. ૧૮૨-૧૮૩)
હવે અનુવાદ વાંચીએ. અનીશ્વરવાદીઃ વળી, અમે આ એક બીજું પૂછીએ છીએ કે, તમોએ માનેલે ઈશ્વર, જગતને રચવાની
જે ભાંજગડ કરી રહ્યો છે, શું તેમાં તે પિતાની મરજી પ્રમાણે પ્રાપ્તિ કરે છે ? વા કર્મને વશ થઈને પ્રવૃત્તિ કરે છે ? વા દયાને લીધે પ્રવૃત્તિ કરે છે ? વા લીલા કરવાની વૃત્તિથી પ્રવૃત્તિ કરે છે? વા ભક્તોને તારવા અને દુષ્યને મારવા પ્રવૃત્તિ કરે છે કે એ જાતની પ્રવૃત્તિ કરવાનો
એને સ્વભાવ જ છે ? ઈશ્વરવાદી: ભાઈ, એ (ઈશ્વર) તે સૌને ઉપરી હોવાથી જગતની રચના કરવામાં એની પિતાની જ
મરજી પ્રમાણે વર્તે છે અને જગત પણ એ પ્રમાણે જ ચાલ્યા કરે છે. અનીશ્વરવાદી : ભાઈ! અમને તે એમ જણાતું નથી. જે ઈશ્વર જગતને બનાવવામાં પેતાની જ મરજી
પ્રમાણે વર્તતે હોય તે કઈ એવો સમય પણ આવો જોઈએ કે, જે સમયે જગત તદ્દન જુદા પ્રકારનું પણ રચાયું હત-હેય. આપણાથી એ તે ન જ ક૯પી શકાય કે, તેની મરજી હમેશા એકની એક જ રહે છે. કારણ કે, તે પિતે તદ્દન સ્વતંત્ર હવાથી ધારે તેવું કરી શકે છે. પરંતુ જગત તો હમેશા એક જ ધાટે ચાલ્યું જાય છે અને ચાલ્યું આવે છે. એની બીજી કઈ જાતની રચના કદી, કોઈએ અને ક્યારેય સાંભળી કે જાણું પણ નથી. તેથી એમ જાણી શકાય છે કે, જગતની રચના કરવામાં ઈશ્વર પિતાની જ મરજી પ્રમાણે વર્તતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org