Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિને દસ્તાવેજી આલેખ
જયંત કોઠારી મુંબઈ યુનિવર્સિટીના ઈ. સ. ૧૯૩૮-૩૯નાં ઠક્કર વિસનજી માધવજી વ્યાખ્યાને પંડિત બેચરદાસ દેશીએ “ગુજરાતી ભાષાની ઉત્ક્રાન્તિ ” એ વિષય પર ૧૯૪૦માં આપ્યાં અને એ વ્યાખ્યાને પુસ્તક રૂપે ૧૯૪૩માં પ્રસિદ્ધ થયાં.' આ વ્યાખ્યાનો એની પદ્ધતિ અને એનાં કેટલાંક પ્રતિપાદનને કારણે નેધપાત્ર બને છે.
કુલ પાંચ વ્યાખ્યામાંથી, મુખ્ય વિષયના “આમુખ' તરીકે યોજાયેલું પહેલું વ્યાખ્યાન ૨૧૮ પાનાં સુધી વિસ્તરે છે અને ગુજરાતી ભાષાની પૂર્વ પરંપરાને વીગતે પરિચય આપવા તકે છે. બાકીનાં ચાર વ્યાખ્યામાં અનુક્રમે ૧૨મા-૧૩મા, ૧૪મા-૧૫મા, ૧૬મા-૧૭મા અને ૧૮માં સૈકાની ગુજરાતી ભાષાના સ્વરૂપનું વિશ્લેષણ ૪૪૬ પાનાંમાં રજુ થયું છે.
પહેલા વ્યાખ્યાનમાં સૌ પ્રથમ શબ્દસ્વરૂપ, ધ્વનિઓ, ભાષાસવરૂપ, ભાષાભેદ વગેરે વિષયેનું પ્રાચીન મતાનુસારી નિરૂપણ થયું છે. પ્રાચીન પરંપરાના દેહન તરીકે એ અવશ્ય ઉપયોગી છે પણ આધુનિક ભાષાવિજ્ઞાને આ વિષયોમાં જે કેટલીક મૂળગામી વિચાર કરી છે એનાથી સાવ અસ્કૃષ્ટ રહીને થયેલું નિરૂપણ આજે એકાંગી લાગે અને એ દષ્ટિએ થયેલા ભાષાવિશ્લેષણને કેટલીક ગંભીર મર્યાદાઓ નડે એમાં નવાઈ નથી.
આ પછી પંડિતજીએ વૈદિક, લૌકિક સંસકૃત, પ્રાકૃત, પ્રાતભેદે, અપભ્રંશ – આ બધાંનું સ્વરૂ૫ ફટ કર્યું છે અને એમના પરસ્પરના સંબંધ અંગે કેટલોક ઉહાપોહ કર્યો છે. એમાં એમની એક મહત્તવની સ્થાપના તે વૈદિક સાથે પ્રાકૃતને ગાઢ સંબંધ હોવા વિશેની છે, જે એમણે ખૂબ વિગતે ચચી છે. સંસ્કૃત (એટલે લૌકિક સંસ્કૃત)ને એ નાની બહેન અને પ્રાકૃતને મોટી બહેન ગણાવે છે અને સંસ્કૃત પર પડેલા પ્રાકૃતના પ્રભાવનું વર્ણન કરે છે. એથી જ એ તદ્દભવ' અને “સંસ્કૃતનિ' એ શબ્દોનું અનૌચિત્ય પણ દર્શાવે છે. પંડિતજી, અલબત્ત, પ્રાકૃત ભાષામાંથી સંસ્કૃત આવી છે એવા રાજશેખરને મતનો પણ વિરોધ કરે છે. સંસ્કૃત અને પ્રાકૃતને બહેનો ગણાવનાર આ મત પણ ન સ્વીકારી શકે એ સ્વાભાવિક છે. પંડિતજીનું આ ભાષાદશન અત્યંત
સ્પષ્ટ છે અને ભારપૂર્વક મુકાયેલું છે પણ એ સાધાર છે અને એકાંગી થઈ જવાના જોખમમાંથી ઊગરી ગયેલું છે. પંડિતજીએ પ્રાકૃત ભાષાના અભ્યાસને આગ્રહ વ્યક્ત કર્યો છે તે ભારતીય-આર્ય ભાષાના વિકાસમાં પ્રાકૃતનું જે મહાવભર્યું સ્થાન એમણે દર્શાવ્યું છે તે જોતાં પૂરેપૂરો ઉચિત લાગે છે.
પંડિતજીએ અપભ્રંશને સંબંધ પણ આદિમ પ્રાકૃત સાથે જોડો છે તથા સંસ્કૃત અને પ્રાકૃતની સાથે અપભ્રંશને પણ ત્રીજી બહેન ગણાવી છે. પ્રાકૃતની જેમ અપભ્રંશના મૂળને છેક પ્રાચીનકાળમાં લઈ જવાનું કેટલુંક ઉચિત ગણાય એ પ્રશ્ન છે, પણ એ દ્વારા લોકભાષાનું સાતત્ય તો સચવાય છે. પંડિતજી “અપભ્રંશ' શબ્દના સામાન્ય અર્થ અને વિશેષ અર્થને ભેદ કરે છે તથા પ્રાદેશિક અપભ્રંશે હેવાનું સ્વીકારે છે પણ એમની વચ્ચે નજીવો ફરક હોવાનું જણાવે છે. ૧. “ગુજરાતી ભાષાની ઉત્કાન્તિ' (બારમા સૈકાથી અઢારમા સૈકા સુધી), અધ્યાપક બેચરદાસ જીવરાજ દોશી
મુંબઈ યુનિવર્સિટી, ૧૯૪૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org