Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
જયંત કોઠારી
અપભ્રંશને ગુજરાતીની માતા, વ્યાપક પ્રાકૃત ને મેટી માસી ને સંસ્કૃતને નાની માસી તથા વૈદિક યુગના આદિમ પ્રાકૃતને માતામહી ગણવી પંડિતજી ગુજરાતીમાં એ માતામહીને વારસો પણ શોધી બતાવે છે. આમાં ઘણે સ્થાને આકસિમકતાને આશ્રય લેવાઈ ગયા હોય એવું જણાય છે.
પંડિતજીની એક અત્યંત વિલક્ષણ ને વિવાદાસ્પદ સ્થાપના તે ગુજરાતી ભાષાના આરંભ વિશેની છે. એ હેમચંદ્રના અપભ્રંશમાં ઊગતી ગુજરાતીની પ્રક્રિયા જોવા આગળ અટકતા નથી, હેમચંદ્રને ગુજરાતીના પાણિનિ અને સાહિત્યિક ગુજરાતીના વાલ્મીકિ – આદ્ય કવિ કહેવા સુધી પહોંચે છે અને પછીથી ૧૨મા સૈકાની ગુજરાતી ભાષાના અભ્યાસમાં અભયદેવ, વાદિદેવસરિ, હેમચંદ્ર વગેરેની કૃતિઓને સમાવી લે છે. ડે. હરિવલ્લભ ભાયાણું દર્શાવે છે તેમ સંયુક્ત વ્યંજનના જુભાવના ભેદક લક્ષણને અવગણી ઉક્ત અપભ્રંશ કતિઓને ગુજરાતી ઠરાવી દેવાઈ છે. તે ઉપરાંત પંડિતજી પિતાની કોઈ તાર્કિક કે સ્થિર ભૂમિકા ઊભી કરી શકયા નથી. અભયદેવસૂરિના સ્તોત્ર વિશે તેઓ કહે છે કે “ રચનાર ગુજરાતી. રચવાનું સ્થળ ગુજરાતનું એક ગામ એ જોતાં સ્તોત્રની ભાષા પણ સાપેક્ષ રીતે ગુજરાતી કહેવાય.” જણે ભાષાકીય લાક્ષણિકતાઓ અપ્રસ્તુત હોય ! ઉક્ત કતિઓનાં જે વ્યાકરણગત લક્ષણા પંડિતજીએ તારવ્યાં છે એ બહુધા અપભ્રંશનાં જ છે અને પંડિતજી પોતે એમાં હેમચંદ્ર જે (ઊગતી ગુજરાતીનું !) વ્યાકરણ લખ્યું છે તેના નિયમોથી, સાધારણું ઉચ્ચારણભેદ સિવાય કોઈ ભેદ જતા નથી.
૧૩મા સૈકાના “જબૂચરિય”ની ભાષાને ઊગતી ગુજરાતી કહેવા કરતાં કુમાર ગુજરાતી કહેવી જોઈએ એમ પંડિતજી નેંધે છે. એને અર્થ એટલે જ કે એમાં અપભ્રંશત્તર ભૂમિકાની ભાષા જોવા મળે છે. “ઉપસંહાર'માં પંડિતજીનાં વાક્યો વધારે દ્યોતક છે :
બારમા સૈકાની ગુજરાતી ભાષાને શબ્દદેહ પ્રાકૃતની જેવો છે.”
“ તેરમા સૈકાની ભાષામાં પ્રાકૃતપણું ઓછું દેખાય છે.” પંડિતજીએ આ વિધાનને સંગત રહીને જ પોતાનાં વ્યાખ્યામાં ભાષાવિકાસનું ચિત્ર આલેખ્યું હોત તો ?
બીજાથી પાંચમાં વ્યાખ્યાનમાં પંડિતજીએ ૧૨માથી ૧૮મા સૈકા સુધીનું ગુજરાતી ભાષાના વિકાસનું જે ચિત્ર આપ્યું છે તે એની પદ્ધતિની દષ્ટિએ ખૂબ ધ્યાનપાત્ર છે. એમણે દરેક સૈકાની નમૂનારૂપ કેટલીક કૃતિઓ કે કૃતિ-અંશે લીધા છે અને એમાંથી ભાષાસામગ્રી લઈ પિતાનું વિશ્લેષણ પ્રસ્તુત કર્યું છે – શબ્દભંડળ છે, વ્યાકરણું રૂપોને પરિચય કરાવ્યો છે અને કેટલીક વ્યુત્પત્તિચર્ચાઓ પણ કરી છે. ભાષાવિકાસને આ જાતને પ્રયોગમૂલક અભ્યાસ હજુ સુધી આપણે ત્યાં વિરલ છે, એ રીતે એનું વિશિષ્ટ મૂલ્ય છે.
બધાં વ્યાખ્યાનમાં પંડિતજી અનેક શબ્દો અને શબ્દધટકોનાં મૂળ દર્શાવતા રહ્યા છે. પંડિતજીએ પોતે એક વખત અક્ષરસામ્યથી દેરવાવા સામે ચેતવણી આપી છે (પૃ. ૨૫૧) છતાં પોતે એમાંથી સાવ બચી શક્યા છે એવું નથી. ધ્વનિશાસ્ત્રના સ્થાપિત થઈ ચૂકેલા સામાન્ય નિયમો અને ગુજરાતી ભાષાની વ્યુત્પત્તિના વિષયમાં એમની પૂર્વે થયેલા કામનો પંડિતજીએ સામાન્ય રીતે લાભ લીધેલ જણાતા નથી, તેથી વ્યુત્પત્તિને નામે શબ્દોની સમાન્તરતાએ બેંધવા જેવું જ બહુધા થયું છે. ઘણે ઠેકાણે તે પંડિતજી પોતે અટકળની ભૂમિકામાં છે એ એમણે સૂચવેલી વૈકલ્પિક
૨. વાવ્યાપાર, ૧૫૪, પૃ. ૩૭૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org